ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પત્નીઓના હાથે પતિની ધોલાઈમાં ઇન્દોર પ્રથમ | Indore First In The Husband Beaten By Wife

  પત્નીઓના હાથે પતિની ધોલાઈમાં ઇન્દોર પ્રથમ

  Bhaskar News, Bhopal | Last Modified - May 06, 2018, 04:04 AM IST

  પોલીસ ફરિયાદ અનુસાર મ.પ્ર.માં ભોપાલમાં દર મહિને 13 પતિ, ઇન્દોરમાં 4 મહિનામાં 52 પતિ ભોગ બન્યા
  • પત્નીઓના હાથે પતિની ધોલાઈમાં ઇન્દોર પ્રથમ
   પત્નીઓના હાથે પતિની ધોલાઈમાં ઇન્દોર પ્રથમ

   ભોપાલ: આમ તો ઘરમાં પત્ની પતિનો માર ખાતી હોવાની ફરિયાદો સામાન્ય થઈ ગઈ છે, પરંતુ પતિને મારનારી મહિલાઓ પણ ઓછી નથી. ભોપાલમાં સરેરાશ દર મહિને 13 પતિઓની ઘરમાં મારપીટ થાય છે. આ બાબતમાં મધ્યપ્રદેશમાં ઈન્દોર પહેલા ક્રમે છે જ્યાં સૌથી વધુ પતિઓની મારપીટ થતી હોવાની ફરિયાદો આવી છે. ભોપાલમાં જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં 52 પતિઓની મારપીટ થઈ છે. હકીકતમાં આ આંકડો ત્યારે સામે આવ્યો છે જ્યારે ડાયલ 100ની ટીમે બીટિંગ હસબન્ડ ઈવેન્ટની એક નવી કેટેગરી તૈયાર કરી છે. અત્યાર સુધી આ આંકડો ડોમેસ્ટિક વાયોલન્સ કેટેગરીમાં સામેલ કરાતો હતો. તેનાથી એવી માન્યતા ફેલાતી હતી કે ઘરેલુ હિંસા માત્ર મહિલાઓ સાથે જ થાય છે.


   ડિસેમ્બર મહિનામાં બીટિંગ હસબન્ડ ઈવેન્ટ અને બીટિંગ વાઈફ ઈવેન્ટની કેટેગરીને ડોમેસ્ટિક વાયોલન્સથી અલગ કરાયો. પરિણામ એ રહ્યું કે જાન્યુઆરી 2018થી એપ્રિલ 2018 સુધી ડાયલ 100ના સ્ટેટ લેવલ કંટ્રોલ રૂમમાં 772 પતિ ઘરમાં મારપીટની ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. તેમાં સૌથી વધુ ઈન્દોરના પતિ છે. જેમની સંખ્યા 74 છે, જ્યારે ભોપાલના 52 પતિઓએ અહીં ફોન કરીને પોતાની સમસ્યા જણાવી છે.

   ચાર મહિનામાં મધ્યપ્રદેશમાં પત્નીને માર્યાની 22 હજાર ફરિયાદો


   આ કંટ્રોલ રૂમમાં આ ચાર મહિનામાં પત્નીને માર્યાની 22 હજાર ફરિયાદો નોંધાઈ છે. આ કેટેગરીમાં પણ ઈન્દોર 2115 ફરિયાદો સાથે સૌથી આગળ છે, જ્યારે 1546 ફરિયાદો ભોપાલની મહિલાઓએ નોંધાવી છે. ત્યાર બાદ જબલપુર, ગ્વાલિયર અને છિંદવાડાની મહિલાઓએ સૌથી વધુ ફરિયાદો નોંધાવી છે.

   ડાયલ 100... 28 હજારથી વધુ મહિલાઓ ફોન કરી લે છે પોલીસની મદદ


   મધ્યપ્રદેશમાં ડાયલ 100ની શરૂઆત એક નવેમ્બર 2015ના રોજ કરાઈ હતી. પ્રારંભિક મહિનામાં પોલીસ બોલાવનારી મહિલાઓનો આંકડો માત્ર ત્રણ હજાર સુધી જ મર્યાદિત હતો. જોકે, ધીમે-ધીમે કેસો વધતા ગયા અને હવે અહીં 28 હજારથી વધુ મહિલાઓ ફોન કરી પોલીસની મદદ લે છે. આ કંટ્રોલ રૂમમાં સમગ્ર રાજ્યમાંથી દૈનિક 25 હજારથી વધુ કોલ આવે છે. તેમાં માત્ર છ હજાર જ સ્પોટ પર પહોંચવા લાયક હોય છે. બાકીના ફેક અથવા બ્લેન્ક કોલ હોય છે.

   291 કેટેગરીમાં નોંધાય છે, સૌથી વધુ મારપીટની માહિતી

   ડાયલ 100 પર સૌથી વધુ મારપીટની માહિતી અપાય છે. આ સિવાય પારિવારિક વિવાદ, દહેજ માટે હેરાનગતિ, રસ્તે જતા છેડતી, દારૂ પીને ધમાલ, માર્ગ અકસ્માત, ગુંડાગર્દી, જાહેર સ્થળો પર ગાળા-ગાળી, જમીન-મકાન પર દબાણ, ચોરી, જુગાર-સટ્ટો અને ઝઘડાની સંભાવનાની માહિતી પણ અહીં સૌથી વધુ અપાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્નીઓના હાથે પતિની ધોલાઈમાં ઇન્દોર પ્રથમ | Indore First In The Husband Beaten By Wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top