ઈન્ડિગો અને જેટની ફ્લાઈટમાં મચ્છર, ફરિયાદ કરી તો સ્ટાફે કરી મારામારી

લખનઉ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સ અને જે એર વેઝની ફ્લાઈટમાં યાત્રીઓએ મચ્છરની ફરિયાદ કરી હતી

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:55 PM
ઈન્ડિગોની ફ્લાઈટમાં મચ્છર| Indigo Flight Full Of Mosquitoes Says Passenger Off Loaded

ઈન્ડિગો અને જેટની ફ્લાઈટમાં મચ્છર, ફરિયાદ કરી તો સ્ટાફે કરી મારા-મારી.ઈન્ડિગો ફ્લાઇટમાં મચ્છરોની ફરિયા કરતા ક્રૂએ પ્લેનમાં સવાર એક ડોક્ટરને નીચે ઉતારી દીધા. ઘટના મંગળવાર સવારે લખનઉ એરપોર્ટની છે. આ ફ્લાઇટ બેંગલુરુ માટે ઉડાણ ભરવાની હતી. પેસેન્જરે ક્રૂ પર મારપીટ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હીઃ ઈન્ડિગો ફ્લાઇટમાં મચ્છરોની ફરિયાદ કરતા ક્રૂએ પ્લેનમાં સવાર એક ડોક્ટરને નીચે ઉતારી દીધા હતા. આ ઘટના મંગળવાર સવારે લખનઉ એરપોર્ટની છે. આ ફ્લાઇટ બેંગલુરુ માટે ઉડાણ ભરવાની હતી. પેસેન્જરે ક્રૂ પર મારપીટ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઇન્ડિગોએ પોતાની સફાઈમાં કહ્યું કે ફરિયાદ કરનાર પેસેન્જરનો વ્યવહાર ખરાબ હતો. બીજી તરફ, જેટ ફ્લાઇટમાં પણ મચ્છરોની મુશ્કેલીથી જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. તેની પર જેટ એરવેઝે ક્રૂ સાથે વાત કરી સમીક્ષા કરવાની વાત કહી.

પેસેન્જરની શું ફરિયાદ છે?


- ન્યૂઝ એજન્સી મુજબ, ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા. તેઓએ ક્રૂ પર મારપીટનો આરોપ લગાવ્યો.
- રાયે કહ્યું કે, ઇન્ડિગો ફ્લાઇટ મચ્છરોથી ભરેલી હતી. જ્યારે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો મારી સાથે મારપીટ કરવામાં આવી. ત્યારબાદ તેઓએ મને પ્લેનમાંથી નીચે ઉતારી દીધો. સાથોસાથ સ્ટાફ તરફથી ધમકીઓ પણ આપવામાં આવી.

ઇન્ડિગોએ આરોપને લઈ શું કહ્યું?


- ઇન્ડિગો એરલાઇને આરોપ પર સફાઈ આપતા કહ્યું, "સૌરભ રાયે બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટમાં ક્રૂની સાથે અભદ્ર વર્તન કર્યું. ત્યારબાદ તેઓને ફ્લાઇટથી નીચે ઉતારી દીધા. તેઓએ પ્લેનમાં મચ્છરોની ફરિયાદ કરી હતી. જ્યાં સુધી ક્રૂ તેની પર કોઈ કાર્યવાહી કરે, તે ઉગ્ર થઈને ધમકીભર્યા સ્વરમાં વાત કરવા લાગ્યા."
- "ફ્લાઇટનો ગેટ બંધ થયા બાદ તેઓએ સાથી પેસેન્જર્સને પ્લેનને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં હાઈજેક જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો. બાકી પેસેન્જર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને ક્રૂએ પાયલટ સાથે વાત કરી અને તેઓએ સૌરભને ઉતારવાનો નિર્ણય લીધો."

જેટ ફ્લાઇટમાં પણ મચ્છરોની વીડિયો સામે આવ્યો


- મંગળવારે એક અન્ય પેસેન્જરે જેટ એરવેઝની ફ્લાઇટનો વીડિયો શેર કર્યો. જેમાં પેસેન્જર મચ્છર ભગાડતા જોવા મળી રહ્યા છે.
- ન્યૂઝ એજન્સી મુજબ, આ વીડિયોને એક પેસેન્જરે રવિવારે લખનઉ એરપોર્ટ પર રેકોર્ડ કર્યો.
- ઘટનાને ગંભીરતાથી લેતા જેટ એરવેઝે કહ્યું કે, અમે કેબિન ક્રૂ સાથે વાત કરી આ પરેશાનીને લઈને સમીક્ષા કરીશું. પેસેન્જર્સને ઊભી થયેલી સમસ્યા માટે અમને ખેદ છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

, ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા.
, ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા.
ફલાઈટમાં લોકો મચ્છર મારી રહ્યા હતા તે તસવીર
ફલાઈટમાં લોકો મચ્છર મારી રહ્યા હતા તે તસવીર
ઈન્ડિગોની ફ્લાઈટમાં મચ્છર| Indigo Flight Full Of Mosquitoes Says Passenger Off Loaded

ફરિયાદી પેસેન્જર ડો. સૌરભ રાયે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, ક્રૂએ મને કોલરથી પકડીને ઘસડ્યો. તેઓએ મને કહેતા હતા કે, જો તમને મચ્છરોથી તકલીફ છે તો ભારત છોડી કેમ નથી દેતા? 

X
ઈન્ડિગોની ફ્લાઈટમાં મચ્છર| Indigo Flight Full Of Mosquitoes Says Passenger Off Loaded
, ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા., ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા.
ફલાઈટમાં લોકો મચ્છર મારી રહ્યા હતા તે તસવીરફલાઈટમાં લોકો મચ્છર મારી રહ્યા હતા તે તસવીર
ઈન્ડિગોની ફ્લાઈટમાં મચ્છર| Indigo Flight Full Of Mosquitoes Says Passenger Off Loaded
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App