ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Indian Railway set to launch first self propelled semi high speed Train 18

  રેલવે શરૂ કરશે દેશની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન, કરશે શતાબ્દીને રિપ્લેસ

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 10:34 AM IST

  ભારતમાં એન્જિન વગરની ટ્રેનો અત્યાર સુધી માત્ર મેટ્રો નેટવર્ક અને સબઅર્બન ટ્રાવેલ સુધી જ સીમિત હતી
  • જૂન 2018માં ભારતીય રેલવે ઇન્ટરસિટી ટ્રાવેલ માટે પહેલી સ્વયં સંચાલિત સેમી હાઇ-સ્પીડ ટ્રેન શરૂ કરશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જૂન 2018માં ભારતીય રેલવે ઇન્ટરસિટી ટ્રાવેલ માટે પહેલી સ્વયં સંચાલિત સેમી હાઇ-સ્પીડ ટ્રેન શરૂ કરશે.

   નવી દિલ્હી: ભારતીય રેલવે એક મોટા ટેક્નોલોજી લીપ માટે તૈયાર છે! ભારતમાં એન્જિન વગરની ટ્રેનો અત્યાર સુધી માત્ર મેટ્રો નેટવર્ક અને સબઅર્બન ટ્રાવેલ સુધી જ સીમિત હતી, પરંતુ જૂન 2018માં ભારતીય રેલવે ઇન્ટરસિટી ટ્રાવેલ માટે પહેલી સ્વયં સંચાલિત સેમી હાઇ-સ્પીડ ટ્રેન શરૂ કરશે. આ જ વર્ષમાં મેન્યુફેક્ચર થતી હોવાથી આ ટ્રેનને 'ટ્રેન 18' એવું નામ આપવામાં આવ્યું છે. આ સ્વયં સંચાલિત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકશે અને તે શતાબ્દી એક્સપ્રેસને રિપ્લેસ કરશે. સ્ટાઇલિશ વર્લ્ડ ક્લાસ ટ્રેન 18 પેસેન્જર્સને અનેક સુવિધાઓ પૂરી પાડશે. જાણો ટ્રેન 18ના કેટલાંક અદ્ભુત ફીચર્સ વિશે.

   સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ

   - ટ્રેન 18 એ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ છે. આ ટ્રેનના કોચ ચેન્નાઈમાં આવેલી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં મેન્યુફેક્ચર થઇ રહ્યા છે. ICFનો દાવો છે કે આ જ પ્રકારની ટ્રેનના કોચને ઇમ્પોર્ટ કરવાનો જે ખર્ચ થાય છે, તેનાથી અડધા ખર્ચમાં આ કોચ અહીંયા મેન્યુફેક્ચર કરવામાં આવશે.

   - પહેલી જે ટ્રેન હશે તેમાં 16 ચેર-કાર ટાઇપના કોચ હશે, જેમાં એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ કોચ રહેશે. તેમાં 2 એક્ઝિક્યુટિવ ચેર કાર્સ અને 14 નોન-એક્ઝિક્યુટિવ ચેર કાર્સ કોચ રહેશે.
   - એક્ઝિક્યુટિવ ચેર કાર્સમાં વધુમાં વધુ 56 મુસાફરો બેસી શકશે, જ્યારે નોન-એક્ઝિક્યુટિવમાં 78 મુસાફરો બેસી શકશે.
   - ટ્રેન 18માં સ્ટેઇનસલેસ સ્ટીલ કાર બોડી નાખવામાં આવશે. ટ્રેનનું પરીક્ષણ 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર કરવામાં આવશે. પરંપરાગત ટ્રેનો કરતા અલગ આ ટ્રેનમાં એકધારી લાઇનસર બારીઓ નાખવામાં આવશે.
   - ટ્રેન સંપૂર્ણપણએ એર-કન્ડિશન્ડ હશે અને બેસવાની સીટ્સ પણ એકદમ આરામદાયક હશે. ટ્રેનમાં ડિફ્યુઝ્ડ લાઇટિંગ કરવામાં આવશે. ટ્રેન 18માં મુસાફરોને વાઇ-ફાઇ અને ઇન્ફોટેઇનમેન્ટની સુવિધા આપવામાં આવશે. ટ્રેનમાં જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવશે.
   - ટ્રેન 18માં ઓટોમેટિક દરવાજા અને ફૂટસ્ટેપ્સ હશે. ઓટોમેટિક દરવાજામાં સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સની સુવિધા હશે. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચશે ત્યારે દરવાજો જાતે જ ખૂલી જશે અને ફૂટસ્ટેપ્સ સ્લાઇડ થઇને બહાર આવશે.
   - ટ્રેન 18માં ઓટોમેટિક ઇન્ટરકનેક્ટિંગ દરવાજાઓ હશે અને જે કનેક્ટિંગ એરિયા એટલો સ્પેશિયસ હશે જેમાં મોકળાશથી ફરી શકાશે.

   ઓનબોર્ડ જગ્યાનો થઇ શકશે સારો ઉપયોગ

   - અન્ય પેસેન્જર-ફ્રેન્ડલી સુવિધાઓમાં ફ્રી રબર-ઓન-રબર ફ્લોરિંગ, ઇમ્પ્રુવ્ડ સૌંદર્યપ્રસાધનો માટે રોલર બ્લાઇન્ડ્સ, બારીઓમાંથી વધુ સારો નજારો અને સતત એનર્જી એફિશિયન્ટ એલઇડી લાઇટિંગનો સમાવેશ થાય છે.

   - ટ્રેન 18માં ઝીરો ડિસ્ચાર્જ બાયો-વેક્યુમ ટોઇલેટ્સ લગાવવામાં આવશે. મોડ્યુલર ટોઇલેટ્સમાં ટચ-ફ્રી બાથરૂમ ફિટિંગ્સ કરેલા હશે.
   - ટ્રેન 18માં સામાન મૂકવાના રેક્સ પણ વધુ સ્પેશિયસ હશે, જેથી મુસાફરો વધુ સામાન મૂકી શકશે.
   - ટ્રેન 18માં લેટેસ્ટ જનરેશનની બોગી ફિટ કરવામાં આવશે. તેમાં ટેક્નોલોજી અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ કેટલાંક મહત્વના ફીચર્સ છે.
   - આ ટ્રેનનો એક મોટો એડવાન્ટેજ એ છે કે તેમાં એન્જિન રિવર્સલની જરૂર નથી. ICFના જણાવ્યા પ્રમાણે, આ ટ્રેનમાં ઓનબોર્ડ જગ્યાનો ખૂબ સારો ઉપયોગ કરી શકાશે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રેન 18ની તસવીરો

  • આ જ વર્ષમાં મેન્યુફેક્ચર થતી હોવાથી આ ટ્રેનને 'ટ્રેન 18' એવું નામ આપવામાં આવ્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ જ વર્ષમાં મેન્યુફેક્ચર થતી હોવાથી આ ટ્રેનને 'ટ્રેન 18' એવું નામ આપવામાં આવ્યું છે.

  • આ સ્વયં સંચાલિત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સ્વયં સંચાલિત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Railway set to launch first self propelled semi high speed Train 18
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top