Home » National News » Latest News » National » Indian army test artillery gun vagra at pokhran firing range, Jodhpur

દેશમાં બનેલી હોવિત્ઝર તોપ વજ્રનું સફળ પરીક્ષણ, 50 કિમી સુધી કરી શકે છે ફાયર

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 01:36 PM

મેક ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત વજ્રને ખાનગી કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ બનાવી છે

  • Indian army test artillery gun vagra at pokhran firing range, Jodhpur
    દેશમાં બનેલી હોવિત્ઝર તોપ વજ્રનું સફળ પરિક્ષણ,

    જોધપુરઃ ભારતીય સેનાએ પોખરણ ફાયરિંગ રેન્જમાં ગુરુવાર સાંજે દેશમાં નિર્મિત હોવિત્ઝર તોપના 9-વજ્ર-ટીની લાંબા અંતર સુધી માર કરવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. અગાઉના પરીક્ષણ બાદ તેમાં 13 સુધાર કરવામાં આવ્યા છે. 40થી 50 કિમી રેન્જવાળી આ તોપથી 6 ગોળા છોડવામાં આવ્યા. તમામ ગોળા પોતાના લક્ષ્ય પર અચૂક પ્રહાર કરતા તેને ધ્યસ્ત કરી દીધા.

    સૈન્ય સૂત્રો મુજબ, મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વજ્રને ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ બનાવી છે. સેનાએ 155 MMની આ હોવિત્ઝર તોપના અગાઉના પરીક્ષણ દરમિયાન કેટલાક સુધારા કરવાનું કહ્યું હતું. સુધારા બાદ એડવાન્સ્ડ તોપનું પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી એકવાર પરીક્ષણ કર્યું. આ તોપ ખાસ રીતે રણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તોપને પશ્ચિમી સરહદે તહેનાત કરવામાં આવશે.

    દેશમાં નિર્મિત છે તોપના 50% સ્પેરપાર્ટ્સ


    લાર્સન એન્ડ ટૂબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળી આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હઝીરામાં તેનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. તોપમાં 50% સામગ્રી દેશમાં જ નિર્મિત કરવામાં આવી છે. સેનાએ સાડા ચાર હજાર કરોડમાં 100 તોપોનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જાહેર કરેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને પ્રાપ્ત કર્યો હતો. આ તોપો મળવાથી સેનાની પાસે હોવિત્ઝર તોપની ઘટ ઘણે અંશે દૂર થઈ જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ