ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિનસાંપ્રદાયિકતાનો ગઢ- જાવેદ અખ્તર

53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી: જાવેદ અખ્તર

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 11:32 PM
1965માં માસિક 50 રૂપિયાના પગારથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો હતો- જાવેદ અખ્તર
1965માં માસિક 50 રૂપિયાના પગારથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો હતો- જાવેદ અખ્તર

મુંબઇ: પીઢ લેખક-ગીતકાર જાવેદ અખ્તરનું કહેવું છે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિનસાંપ્રદાયિકતાનો ગઢ છે, જ્યાં કોમી ભેદભાવને કોઇ સ્થાન નથી. તેમણે એક ટિ્વટમાં જણાવ્યું કે હું 1965માં માસિક 50 રૂપિયાના પગારથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો હતો. આ 53 વર્ષમાં મેં અમારી ઇન્ડસ્ટ્રીમાં એક સેકન્ડ માટે પણ કોઇ પ્રકારનો કોમી ભેદભાવ અનુભવ્યો નથી કે તેવો કોઇ બનાવ જોયો પણ નથી. આ ઇન્ડસ્ટ્રી બિનસાંપ્રદાયિકતાનો ગઢ છે. ધર્માંધ લોકો તેને દૂષિત કરવાનો પ્રયાસ ન કરે.

53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી

મહાભારત પરની ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવવાના બૉલિવૂડ સ્ટાર આમિર ખાનના અધિકાર સામે સવાલ કરતી એક યુઝરની ટિ્વટના પગલે શરૂ થયેલી ડિબેટ વચ્ચે જાવેદ અખ્તરે આ ટિપ્પણી કરી છે. એક યુઝરે જાવેદ અખ્તરને 50 રૂપિયા અને બિનસાંપ્રદાયિકતા વચ્ચેના સંબંધ વિશે સવાલ કરતાં તેમણે ટિપ્પણી કરી કે હું એમ કહેવા માગું છું કે હું નાણાકીય રીતે સાવ સામાન્ય અને સામાજિક રીતે આસાન શિકાર બની શકું તેવી સ્થિતિમાં હતો ત્યારે પણ કમસે કમ ધર્મના આધાર પર મારી સાથે કોઇ ભેદભાવ થયો નથી.

53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી- ફાઈલ
53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી- ફાઈલ
X
1965માં માસિક 50 રૂપિયાના પગારથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો હતો- જાવેદ અખ્તર1965માં માસિક 50 રૂપિયાના પગારથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો હતો- જાવેદ અખ્તર
53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી- ફાઈલ53 વર્ષની કરિયરમાં મેં એક સેકન્ડ માટે પણ કોમી ભેદભાવ અનુભવ્યો નથી- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App