Home » National News » Latest News » National » Vijay Mallya loan amount recovers by Indian bank and UK authorities

SBIએ વિજય માલ્યાની પ્રોપર્ટીની હરાજી કરી વસૂલ્યાં રૂ. 963 કરોડ

Divyabhaskar.com | Updated - Jul 06, 2018, 03:59 PM

બેંકોએ વિજય માલ્યાની ભારતમાં આવેલી સંપત્તિઓ વેચીને 963 કરોડ રૂપિયા વસૂલ કરી લીધા છે- SBI MD

  • Vijay Mallya loan amount recovers by Indian bank and UK authorities
    બ્રિટિશ હાઈકોર્ટે બ્રિટનના એનફોર્સમેન્ટ ઓફિસરને લંડનની પાસે હર્ટફોર્ડશાયરમાં માલ્યાની પ્રોપર્ટીમાં તલાશી અને જપ્તીની મંજૂરી આપી (ફાઈલ)

    નવી દિલ્હીઃ બેંકોએ વિજય માલ્યાની ભારતમાં આવેલી સંપત્તિઓ વેચીને 963 કરોડ રૂપિયા વસૂલ કરી લીધા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એમડી અરિજિત બસુએ શુક્રવારે આ જાણકારી આપી. બસુએ જણાવ્યું કે લંડનમાં પણ રિકવરીના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈકોર્ટે બ્રિટનના એનફોર્સમેન્ટ ઓફિસરને લંડનની પાસે હર્ટફોર્ડશાયરમાં માલ્યાની પ્રોપર્ટીમાં તલાશી અને જપ્તીની મંજૂરી આપી દીધી છે. આ આદેશ ભારતીય બેંકોના પણ પક્ષમાં છે. ભારતીય બેંકો માટે હવે વિદેશમાં માલ્યાની સંપત્તિ ફ્રીઝ કરી વસૂલાત કરવી સરળ થઈ જશે.

    એસબીઆઈના એમડીએ કહ્યું કે માલ્યા પર બાકી રકમની સમગ્ર વસૂલાત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બ્રિટિશ કોર્ટના ચુકાદા બાદ આશા છે કે રકમનો મોટો હિસ્સો મળી જશે. એસબીઆઈના નેતૃત્વમાં 13 બેંકોના કંજોર્શિયમે માલ્યાની કિંગફિશર એરલાઇન્સને લોન આપી હતી. 31 જાન્યુઆરી 2014 સુધી માલ્યા પર બેંકોના રૂ. 6,963 કરોડ બાકી છે. પ્રોપર્ટી 2016 સુધી આ રકમ લગભગ 9,000 કરોડ થઈ ગઈ. લોન ચૂકવણીનું દબાણ વધ્યું તો માર્ચ 2016માં માલ્યા વિદેશ ભાગી ગયો.

    ભારતમાં માલ્યા પર મની લોન્ડ્રિંગનો પણ કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ તેણે પોતાની ઉપર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. તેણે ભારતમાં પોતાની પ્રોપર્ટીને ઈડીના કબજાથી રિલીઝ કરવાની અપીલ કરી જેથી તેને વેચી બેંકોનું દેવું ચૂકવી શકે. પરંતુ ઈડીએ તેની મંજૂરી આપવાની ના પાડી દીધી.

    પ્રોપર્ટીની જપ્તીને લઈને ઈડીને ગફલતઃ ગુરુવારે દિલ્હીની એક કોર્ટેમાં ઈડીના દિલ્હી અને મુંબઈ ઝોનમાં ગફલત સામે આવી. બેંગલુરુ પોલીસે કોર્ટને જણાવ્યું કે તેમણે માલ્યાની 159 પ્રોપર્ટીની ઓળખ કરી છે. પરંતુ તેની જપ્તી નથી થઈ શકી કારણ કે તેમાંથી કેટલીક પ્રોપર્ટીને મુંબઈ ઝોન પહેલા જ જપ્ત કરી ચૂક્યું છે. બાકી પર લિક્વિડેશનની કાર્યવાહી ચાલી રહી છે. ઈડી દિલ્હી ઝોનના વકીલ એન કે મટ્ટાએ કોર્ટને જણાવ્યું કે માલ્યાની બીજી પ્રોપર્ટીની ઓળખ માટે થોડો સમય જોઈશે. મામલાની આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે. દિલ્હીની કોર્ટે 8 મેના રોજ માલ્યાની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે 12 એપ્રિલે માલ્યાના નામે બિન જામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ