સર્જિકલ સ્ટ્રાઇકમાં સેનાએ દીપડાના મળ, પેશાબનો કર્યો'તો ઉપયોગ, જાણો કેમ?

જવાનોએ ગામને પાર કરવા માટે દીપડાના મળ અને પેશાબને ગામના રસ્તાઓમાં છાંટી દીધા

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:42 PM
ઉરી હુમલા પછી ભારતીય સેનાએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક. (ફાઇલ)
ઉરી હુમલા પછી ભારતીય સેનાએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક. (ફાઇલ)

નવી દિલ્હી: વર્ષ 2016માં ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો થયા પછી દેશના બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદીઓને મોટું નુકસાન થયું હતું. પૂર્વ નાગરોતા કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરને સર્જિકલ સ્ટ્રાઈક સફળ બનાવવામાં તેમના યોગદાન માટે વરિષ્ઠ બાજીરાવ પેશ્વા શૌર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ રાજેન્દ્ર નિંબોરકરને સન્માનિત કર્યા. લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન આર્મીના જવાનોએ દીપડાના મળ અને પેશાબનો પણ ઉપયોગ કર્યો હતો. નિંબોરકર નૌશેરા સેક્ટરમાં કમાન્ડર હતા. આ દરમિયાન તેમણે વિસ્તારની જૈવ વિવિધતાઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના અભ્યાસમાં તેમણે જાણ્યું કે આ વિસ્તારમાં દીપડાઓ ઘણીવાર કૂતરાઓ પર હુમલો કરે છે. દીપડાના હુમલાથી બચવા માટે કૂતરાઓ ઘણીવાર રાતના સમયે આ વિસ્તારમાં છુપાઈને રહે છે.

જવાનોએ દીપડાનો મળ અને પેશાબ ગામના રસ્તાઓમાં છાંટી દીધો

સર્જિકલ સ્ટ્રાઇક માટે યોજના બનાવતી વખતે એ વાત પર ચર્ચા થઈ કે વિસ્તારના ગામોને પાર કરતી વખતે એ શક્ય છે કે કૂતરાઓ કોઇ માણસની ગંધ પારખીને ભોંકવા લાગે. કૂતરાઓને આડે રસ્તે દોરવા માટે સેનાના જવાનોએ દીપડાના પેશાબ અને તેમને ખૂબ બધો મળ પણ પોતાની સાથે લઈ લીધો. જવાનોએ મળ અને પેશાબને ગામના રસ્તાઓમાં છાંટી દીધા. આ તરકીબ કામ કરી ગઈ. દીપડાની ગંધ પારખીને વિસ્તારના કૂતરાપ ચૂપચાપ દબાયેલા રહ્યા અને બહાદુર જવાનોએ અંધારામાં સરળતાથી ગામને પાર કરી લીધું.

સર્જિકલ સ્ટ્રાઇક માટેનું સ્થળ જવાનોને હુમલાના આગલા દિવસે જ જણાવ્યું હતું

નિંબોરકરે જણાવ્યું કે આર્મી ઘણી ગોપનીયતાઓ રાખી હતી. જેના પછી તત્કાલીન સંરક્ષણમંત્રી મનોહર પાર્રિકરે આ મિશનને એક અઠવાડિયામાં પૂરું કરવાના નિર્દેશ આપ્યા. નિંબોરકરે પોતાના યુનિટના જવાનો સાથે સર્જિકલ સ્ટ્રાઇક અંગે ચર્ચા કરી હતી પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક માટેનું સ્થળ તેમને હુમલાના એક દિવસ પહેલા જ જણાવવામાં આવ્યું હતું. નિંબોરકરે જણાવ્યું કે ઓપરેશનને અંજામ આપવા માટે સવારનો સમય પસંદ કર્યો. અમે આતંકીઓના લોન્ચપેડને શોધી કાઢ્યા, તેમના સમય વિશે જાણકારી મેળવી અને પછી એવું નક્કી કર્યું કે સવારે 3.30 મિનિટનો સમય તેમના પર હુમલો કરવા માટે એકદમ યોગ્ય રહેશે. જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન આતંકીઓના ત્રણ લોન્ચિંગ પેડ નષ્ટ કરી દીધા અને 29 આતંકીઓને ઠાર માર્યા.

X
ઉરી હુમલા પછી ભારતીય સેનાએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક. (ફાઇલ)ઉરી હુમલા પછી ભારતીય સેનાએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App