Home » National News » Desh » Mudhol Breed dogs introduced in Indian Army

પહેલી વખત સેનામાં દેસી ડોગ્સ, બોમ્બ શોધવામાં છે માહિર- દોડે છે ચિત્તાની ઝડપે

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 01:09 PM

આર્મીની રિમાઉન્ટ વેટનરી કોરના 58 વર્ષના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે દેસી નસ્લના ખોજી ડોગ પર ભરોસો મુકાયો છે.

 • Mudhol Breed dogs introduced in Indian Army
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મુઘોલ હાઉન્ડ એટલે કે શિકારી ડોગને જર્મન શેફર્ડ તેમજ લેબ્રાડોર જેવી વિદેશી નસ્લના ડોગની જેમ જ ટ્રેઈન કરવામાં આવી રહ્યાં છે

  મેરઠઃ કાશ્મીરના અવંતિપુર, રાજૌરી અને અખનૂરમાં આજકાલ સેનાનું હેલિકોપ્ટર તેમની મંજૂરી વગર ઉડ્ડયન નથી ભરતું. રોડ ઓપનિંગ પાર્ટી જ્યારે મિશન પર નીકળે છે તો આગળ આગળ 10 કિમી સુધી માર્ચ કરતાં આ જાય છે અને જવાનોને ક્લીયરન્સ આપે છે.

  પહેલી વખત સેનામાં સામેલ

  અહીં વાત થઈ રહી છે પહેલી વખત સેનામાં સામેલ થયેલાં મુઘોલ નસ્લના દેશી ડોગ્સની. આ એટલાં જબરજસ્ત હોય છે કે હેલિપેડ સર્ચ કરે છે અને માઈલો સુધી વિસ્ફોટક શોધતાં શોધતાં ચાલ્યાં જાય છે. જે ઈમારતોમાં આતંકી છુપાઈ જાય છે, ત્યાં પણ સૌથી પહેલાં આગળ જઈને વિસ્ફોટક શોધે છે.

  58 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત

  મેરઠ સ્થિત આર્મીની રિમાઉન્ટ વેટનરી કોરના 58 વર્ષના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે જ્યારે દેશી નસ્લના ખોજી ડોગ પર ભરોસો રાખવામાં આવ્યો છે. ભાસ્કર અહીં સેનાની વિશેષ મંજૂરી લઈને પહોંચ્યું હતું. કર્ણાટકના મુઘોલ ગામથી આ મુઘોલ હાઉન્ડ એટલે કે શિકારી ડોગને જર્મન શેફર્ડ તેમજ લેબ્રાડોર જેવી વિદેશી નસ્લના ડોગની જેમ જ ટ્રેઈન કરવામાં આવી રહ્યાં છે.

  વિદેશી ડોગ્સથી છે અલગ


  રિમાઉન્ટ વેટનરી કોર ડોગ ટ્રેઈનિંગના સીનિયર ઈન્સ્ટ્રકટર કર્નલ જયવિંદ્રસિંહ જણાવે છે કે તેમની શારીરિક બનાવટ જ તેઓને વિદેશ ડોગ્સથી અલગ કરે છે. આ થાક્યા કે હાંફ્યા વગર 10 કિલોમીટર સુધી સર્ચ ઓપરેશન કરવામાં સક્ષમ છે.

  ચિત્તાની જેમ દોડે છે


  વિદેશી નસ્લના ડોગ્સમાં આવી ક્ષમતા નથી હોતી. બીજું તેમને એકવખત વિસ્ફોટક સર્ચ કરવા માટે લોન્ચ કરી દો તો તેને શોધીને જ નિરાંત લેશે. સૌથી મોટી ખાસિયત એ છે વિસ્ફોટક મળ્યાં પછી આ ડોગ્સ ભસતાં નથી, પરંતુ તેની પાસે બેસીને હેન્ડલરને ઈશારો કરશે. આ ઉપરાંત તેમનામાં દોડવાની ક્ષમતા શિકારી જેવી હોય છે.

  યુદ્ધમાં કરવામાં આવતો હતો ઉપયોગ


  કર્ણાટકના બાગલકોટ જિલ્લાના મુઘોલમાં વર્ષો પહેલાં મળતાં આ ડોગની પહેલી એવી નસ્લ છે જે મરાઠાઓના સમયમાં શિકાર અને યુદ્ધ દરમિયાન યૌદ્ધાની જેમ ઉપયોગ કરાતો હતો. હવે કર્ણાટકના કેનાઈન રિસર્ચ ઈન્ફોર્મેશન સેન્ટર આ નસ્લને ઉમદા પ્રજનનની સાથે ટ્રેન્ડ કરવાની દિશામાં મહેનત કરી રહ્યું છે.


  આગળની સ્લાઈડમાં વાંચો બીજા કયા કામમાં થાય છે ઉપયોગ

 • થાક્યા કે હાંફ્યા વગર 10 કિલોમીટર સુધી સર્ચ ઓપરેશન કરવામાં સક્ષમ છે

  પાકનું રક્ષણ પણ કરે છે

   

  આ ક્ષેત્રમાં ખેડૂતો પોતાના પાકની સુરક્ષા માટે આ નસ્લના શ્વાનનો ઉપયોગ કરે છે. તેમની ક્ષમતા જોઈને સેના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ક કેનલ ક્લબ ઓફ ઈન્ડિયામાં રજીસ્ટર્ડ મુઘોલ હાઉન્ડને પહેલી વખત માર્ચ, 2016માં કર્ણાટકથી મેરઠ લાવ્યાં હતા. આ નસ્લના 8 ડોગ્સ આરવીસી મેરઠમાં ટ્રેનિંગ માટે લાવવામાં આવ્યાં હતા.

   

  ટી સીરિઝ ડોગ્સ

   

  નવ માસના આ ડોગ્સને અહીં લાવતાં જ નામકરણ કરાયું. જેમાં ટનૂ, ટાર્ઝન, ટાઈગર, તાંસી, ટીના, તરૂણ, તરક અને ટેગ નામ આપવામાં આવ્યાં. તમામના નામ ટીથી શરૂ થતાં હોવાને કારણે આરવીસીમાં તેને ટી સીરિઝ ડોગ્સના નામથી બોલાવવામાં આવે છે. ભસ્યાં વગર કોઈ શિકાર પર તરાપ મારે તેમ વિસ્ફોટક શોધી કાઢનાર મુઘોલ સાયલન્ટ કિલર હોય છે. આ ડોગ્સ છેલ્લાં 3 માસથી એલઓસી પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યાં છે.

   

  આગળની સ્લાઈડમાં વાંચો મુઘોલ હાઉન્ડની ઝડપ અંગે

 • Mudhol Breed dogs introduced in Indian Army
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ નસ્લના 8 ડોગ્સ આરવીસી મેરઠમાં ટ્રેનિંગ માટે લાવવામાં આવ્યાં હતા

  60થી 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ હોય છે


  આ નસ્લને આગળ વિદેશી નસ્લના ડોગની જેમ ઘાતક અને ટ્રેકર પણ બનાવવામાં આવશે. મેરઠમાં ઓગસ્ટ, 2016માં તેમની 36 સપ્તાહની ટ્રેનિંગ શરૂ થઈ હતી. તેમની દોડવાની સ્પીડ લગભગ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમને સૌથી પહેલાં એક્સપ્લોઝિવ ડિટેકશન એટલે કે વિસ્ફોટક શોધવાની ટ્રેનિંગ આપવામાં આવી. આ જર્મન શેફર્ડ અને લેબ્રાડોરથી પણ સૂંઘવામાં ઉમદા સાબિત થયાં છે.

   

  કાશ્મીરમાં તૈનાત


  લગભગ નવ માસ સુધી વિસ્ફોટક શોધવા તથા કાશ્મીરમાં રોડ ઓપનિંગ પાર્ટી માટે ટ્રેઈન કરાયા. ટ્રેનિંગ પૂર્ણ થયાં પછી 4 મુઘોલ ડોગને કાશ્મીરના અવંતિપુર, રાજૌરી તથા અખનૂરમાં તૈનાત કરવામાં આવ્યાં છે. અહીં પર તેઓને માઈનસ તાપમાનમાં તેમની સુટેબિલિટી તેમજ ઉંચા વિસ્તારમાં કેટલાં કારગત છે તે અંગેના ટેસ્ટ થઈ રહ્યાં છે. 

   

  આગળ વાંચો કેમ કહેવાય છે બોર્ન ટૂ વિન

 • Mudhol Breed dogs introduced in Indian Army
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  લગભગ નવ માસ સુધી વિસ્ફોટક શોધવા તથા કાશ્મીરમાં રોડ ઓપનિંગ પાર્ટી માટે ટ્રેઈન કરાયા

  LoC પર મોકલવામાં આવ્યાં

   

  સીનિયર ઈન્સ્ટ્રકટર કર્નલ જયવિંદ્રસિંહ જણાવે છે કે, "LoC પર મોકલવામાં આવેલાં ચાર ડોગ્સની ક્ષમતા તપાસવામાં આવી રહી છે. તેમના અહીં તાપમાન અને ભૌગોલિક સ્થિતિઓના હિસાબે ટેસ્ટ થઈ રહ્યાં છે. સુટેબિલિટી ટેસ્ટમાં તેઓની સફળતા પછી તેમને મલ્ટી સ્પેશિયાલિટી ડોગ બનાવવાની તૈયારીઓ થશે. આરવીસીમાં જર્મન શેફર્ડ અને લેબ્રા ડોગની જેમ મુઘલ હાઉન્ડનું બ્રીડિંગ શરૂ કરી તેમનો ઉપયોગ હુમલો કરવા તેમજ ટ્રેકિંગમાં તૈયાર કરવામાં આવશે."

   

  બોર્ન ટૂ વિન

   

  કર્નલ જયવિંદ્રસિંહ જણાવે છે કે, "બોર્ન ટૂ વિન એટલે કે માત્ર જીતવા માટે જ જન્મેલા આ દેશી નસ્લના ડોગ્સ ભસ્યા વગર જ પોતાના શિકાર તરફ તરાપ મારે છે. આ ડોગ્સને કંટ્રોલ કરવા માટે ચેઈન બાંધવાની જરૂર નથી હોતી. આ પોતાના હેન્ડલર તેમજ ટ્રેનરના ઈલેકટ્રોનિકર કોલર અને ક્લિકરના ઈશારો મળતાં જ ચિત્તાની જેમ દોડી પડે છે."

   

  આગળ વાંચો મુઘલ હાઉન્ડનું વજન

 • Mudhol Breed dogs introduced in Indian Army
  બોર્ન ટૂ વિન એટલે કે માત્ર જીતવા માટે જ જન્મેલા આ દેસી નસ્લના ડોગ્સ ભસ્યા વગર જ પોતાના શિકાર તરફ તરાપ મારે છે

  વજનમાં 20થી 22 કિલો


  આમનું વજન 20થી 22 કિલોનું હોય છે, જ્યારે કે જર્મન શેફર્ડ અને લેબ્રાનું વજન 30થી 35 કિલો સુધી હોય છે. ઓછું વજન, પહોળી છાતી અને પાતળા પગને કારણે તેઓ દોડતાં હોય ત્યારે જાણે ઉડતાં હોય તેવું પ્રતીત થાય છે. અન્ય ડોગની તુલનાએ મુઘલ હાઉન્ડમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધુ હોય છે. ઓછા વાળ હોવાને કારણે સ્કિલ પ્રોબ્લેમ પણ નથી થતી તેમજ અન્ય ડોગની તુલનાએ તેઓ ખાય પણ ઓછું છે. જેનાથી તેમના શરીરમાં ફેટ અને દોડવાની ક્ષમતા ચિત્તા જેવી હોય છે.

   

  બીજા તબક્કાની ટ્રેનિંગ તાત્કાલિક શરૂ થશે


  મુઘલ હાઉન્ડની બીજા તબક્કાની ટ્રેનિંગ જલદીથી શરૂ થવાની છે. જેમાં તેઓ કોઈપણ ગંધને ઓળખીને ઝડપથી તેનો પીછો કરશે. હાલ આ સેન્ટરમાં વર્ષે 240 ડોગના બ્રીંડિગ થાય છે તથા તેમાં 200 ટ્રેન્ડ ડોગને સેનાના વિભિન્ન યૂનિટ્સ ઉપરાંત નેવી, એરફોર્સ સહિત NSGમાં મોકલવામાં આવી રહ્યાં છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ