ત્રણ M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર અને 10 K.9 વજ્ર તોપ સેનામાં થઈ સામેલ, દુશ્મનોને કરશે બરબાદ

એમ 777 હોવિત્ઝર (ફાઈલ ફોટો)
એમ 777 હોવિત્ઝર (ફાઈલ ફોટો)

સેનાને આજે અમુક એવા હથિયાર મળવાના છે જેનાથી દુશ્મનોની મુશ્કેલીઓ વધી શકે છે. શુક્રવારે સેનામાં કે. 9 વજ્ર (કોરિયન) અને એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ થવાની છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી

divyabhaskar.com

Nov 09, 2018, 12:39 PM IST

નવી દિલ્હી: સીમા પર વધતા પડકારોની વચ્ચે ભારતીય સેના હવે તેમની મજબૂતાઈ વધારી રહી છે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે જેનાથી દુશ્મનોની મુશ્કેલીઓ વધી શકે છે. શુક્રવારે સેનામાં કે. 9 વજ્ર (કોરિયન) અને એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.

આ તોપને સામેલ કરવામાટે નાસિકના દેવતાલી તોપખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી ચીફ જનરલ બીપીન રાવત પણ સામેલ થયા હતા.

રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 'કે.9 વજ્ર'ને 4,366 કરોડના ખર્ચે સામેલ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય નવેમ્બર 2020 સુધીમાં પુરૂ થશે. કુલ 100 તોપમાં 10 તોપ પ્રથમ આ મહિનામાં જ સામેલ કરવામાં આવશે. વધુ 40 તોપ નવેમ્બર 2019 અને ત્યારપછીની 50 તોપ નવેમ્બર 2020 સુધીમાં સામેલ કરવામાં આવશે. કે. 9 વજ્રની પ્રથમ રેજીંમેન્ટ જુલાઈ 2019 સુધી પૂરી થવાની અપેક્ષા છે.

આ પહેલી એવી તોપ છે જે ભારતીય અંગત વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ તોપની મહત્તમ રેન્જ 28-38 કિમી છે. તે 30 સેકન્ડમાં ત્રણ ગોળ બારૂદ ફેંકવાની ક્ષમતામાં છે અને તે ત્રણ મીનિટમાં 15 ગોળા બારૂદ ફેંકી શકે છે. આર્મી 145 એમ 777 હોવિત્ઝરની સાત રેજીંમેન્ટ બનાવવાની છે.

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, સેનાને આ બધી તોપ 2019 સુધીમાં મળી રહેશે અને તે પ્રક્રિયા 24 મહિનામાં પૂરી કરવામાં આવશે. પ્રથમ રેજીંમેન્ટ આવતા વર્ષે ઓક્ટોબર સુધીમાં પુરૂ થશે. આ તોપની રેન્જ 30 કિમી સુધીની છે. તેને હેલિકોપ્ટર અથવા વિમાન દ્વારા પણ ઈચ્છીત જગ્યા સુધી લઈ જઈ શકાય છે.

નોંઘનીય છે કે, અંદાજે 3 દશકા પહેલાં ભારતીય સેનાને બોફોર્સ જેવી તોપ મળી હતી. તેના કારણે સેનાની તાકાત વધી હતી. જોકે બોફોર્સ હંમેશા રાજકીય ક્ષેત્રે પણ ચર્ચામાં રહી છે.

કે.0 વજ્ર સિવાય એમ 777 એલ્ટ્રાલાઈ હોવિત્ઝર તોપ પણ સેનામાં સામેલ થવાની છે. આ પ્રોજેક્ટ 5,000 કરોડનો છે. ભારતીય સેનાની આર્ટીલરી રેંજીમેન્ટમાં વર્ષ 2021 સુધી કુલ 145 M-777 અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર સામેલ થશે. તેનું વજન માત્ર 4.2 ટન છે.

X
એમ 777 હોવિત્ઝર (ફાઈલ ફોટો)એમ 777 હોવિત્ઝર (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી