તાલિબાનની સાથે પહેલી વખત એક મંચ પર હાજર રહેશે ભારત, મોસ્કોમાં મળશે બેઠક

બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 10:32 AM
પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. મોસ્કો ફોરમેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. ભારત પણ તેમાં સામેલ થશે. રશિયાના વિદેશી મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

નેશનલ ડેસ્કઃ રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. મોસ્કો ફોરમેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. ભારત પણ તેમાં સામેલ થશે. રશિયાના વિદેશી મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એક સાથે જોવા મળશે.

અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોનું સમર્થન કરે છે ભારત


- ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે થનારી બેઠકમાં ભારત ગેર અધિકારિક રીતે ભાગ લેશે. જેમાં અફઘાનિસ્તાનમાં રાજદૂત રહેલાં અમર સિન્હા અને પાકિસ્તાનમાં ઉચ્ચાયુક્ત રહેલાં ટીસીએ રાઘવન સામેલ થશે.
- રવીશ કુમારે આપેલી માહિતી મુજબ ભારતની હંમેશાથી એવી નીતિ રહી છે કે આ પ્રકારનાં પ્રયાસોથી અફઘાનિસ્તાનની આગેવાની, અફઘાનિસ્તાનના હક અને અફઘાન સરાકરના સહયોગથી થવા જોઈએ.
- રશિયાની સમાચાર એજન્સી તાસના જણાવ્યા મુજબ આ બીજો પ્રસંગ છે કે જ્યારે રશિયા યુદ્ધથી પ્રભાવિત અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ક્ષેત્રીય તાકાતોને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
- પહેલાં આ બેઠક 4 સપ્ટેમ્બરે યોજાવવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ અફઘાન સરકારની પીછેહટથી તે બેઠકને રદ કરવામાં આવી હતી.

- રશિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ રશિયાએ વાર્તામાં ભાગ લેવા માટે અફઘાનિસ્તાન, ભારત, ઈરાન, ચીન, પાકિસ્તાન, અમેરિકા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનને બોલાવ્યાં હતા. ભારતે આ બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન થયેલી દ્વિપક્ષીય વાર્તા બાદ લીધો હતો.
- અફઘાનિસ્તાનમાં આર્થિક સ્થિતિ સુધારવા અને શાંતિ-સુરક્ષા કાયમ કરવા માટે ભારત અને રશિયાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જોડાવવાની અપીલ કરી હતી. બંને દેશ અફઘાનિસ્તાનમાં સંયુક્ત વિકાસ પ્રોજેક્ટસ પણ ચલાવી રહ્યાં છે.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App