તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોખરણમાં એન્ટી ટેંક હેલિના મિસાઈલનું પરીક્ષણ સફળ, વર્ષના અંત સુધીમાં સેનામાં થશે સામેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોધપુરઃ જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જમાં રવિવારે એન્ટી ટેંક સ્વદેશી મિસાઈલ હેલિનાના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. નાગ શ્રેણીની આ મિસાઈલને યુદ્ધવાહક હેલીકોપ્ટરથી છોડવામાં આવી હતી.પાંચથી આઠ કિલોમીટર રેન્જની આ મિસાઈલ પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક ધ્વસ્ત કરી શકે છે. આવાં અચૂક નિશાનોને લઈને જ ફાયર એન્ડ ફોરગેટનો દરજ્જો પ્રાપ્ત છે. આ વર્ષના અંત સુધીમાં આ મિસાઈલને સેનામાં સામેલ કરવામાં આવશે.

 

હેલિનાનું ત્રણ વર્ષ પહેલાં પણ પરીક્ષણ કરાયું હતું, પરંતુ ત્યારે તે ત્રણમાંથી બે જ લક્ષ્યને ભેદી શકી હતી. જે બાદ તેમાં થોડાં વધારે સુધારાઓ કરવામાં આવ્યા હતા. આ વખત આ મિસાઈલે પોતાના બંને લક્ષ્યોને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધાં. હવે તેને વિકસિત કરવા અને પરીક્ષણનું કામ પૂરું થઈ ગયું છે. હવે આ સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.

 

ચાર પ્રકારની છે નાગ મિસાઈલ 


- નાગ મિસાઈલ ચાર પ્રકારની છે. જેમાં નેમિકા મોટાં જહાજમાંથી છોડવામાં આવે છે. હેલિના હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવે છે. બે વધુ કેટેગરી છે જેમાં એરક્રાફ્ટ અને ખભ્ભા પર રાખીને છોડવવાળી મિસાઈલ છે.

 

ટેન્કની પાછળ પડીને ધ્વસ્ત કરે છે


- આ મિસાઈલને ઈમેજની મદદથી સંકત મળતાં લક્ષ્યને ઓળખી કાઢે છે. દુશ્મનની ટેંકનો પીછો કરતાં તેને ધ્વસ્ત કરી દે છે. આ ફક્ત 42 કિલોની જ છે. વજનમાં હલકી હોવાને કારણે તેને પહાડી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેકેનાઇઝ્ડ ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલથી લઈ જઈ શકાય છે. રાતના સમયે પણ લક્ષ્ય પર ચોક્કસ નિશાન લગાવે છે. આ મિસાઈલને 10 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. આ મિસાઈલ પોતાની સાથે આઠ કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે. 230 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે આ પોતાના ટાર્ગેટ પર પ્રહાર કરે છે. આ મિસાઈલને વિકસિત કરવામાં અત્યારસુધી 350 કરોડથી વધુનો ખર્ચો થયો છે. 

અન્ય સમાચારો પણ છે...