કરાર/ ઈરાનને ક્રુડ ઓઈલને બદલે ડોલરની જગ્યાએ રૂપિયામાં ચુકવણી કરશે ભારત, UAE સાથે પણ ડીલ

India signs MoU with Iran to pay for crude oil in rupees

Divyabhaskar.com

Dec 07, 2018, 04:31 PM IST

  • ભારતે ઈરાન સાથે નવી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યાં
  • નવી સમજૂતી અંતર્ગત રૂપિયામાં ચુકવણી કરવાની હોવાથી ભારતમાં ઓઈલ પ્રોડ્કટના ભાવ ઘટી શકે છે
  • અમેરિકાએ ઈરાન પર 5 નવેમ્બરે વધુ નવા પ્રતિબંધ લગાવ્યાં
  • ભારતને કેટલીક શર્તો સાથે ક્રુડ ઓઈલ આયાત કરવાની છૂટ


નેશનલ ડેસ્કઃ ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ વચ્ચે ભારત અને ઈરાન વચ્ચે ડોલરની જગ્યાએ રૂપિયા અને રિયાલમાં દ્વિપક્ષીય વેપાર પર સમજૂતી થઈ છે. આ સમજૂતી અંતર્ગત ભારતને ઈરાનથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે ડોલર પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. ભારત રૂપિયાના માધ્યમથી ઈરાનને પેમેન્ટ કરી ક્રુડ ઓઈલ ખરીદી શકશે.

આ ઉપરાંત આ સમજૂતી અંતર્ગત ઈરાનથી ખરીદવામાં આવતાં કુલ ક્રુડ ઓઈલની કિંમતના અડધા પૈસા જ ભારતને આપવા પડશે. જ્યારે બાકીની રકમના બદલે ભારત ઈરાનમાં પોતાના પ્રોડક્ટની એક્સપોર્ટ કરશે. ક્રુડ ઓઈલ પર મોટા ભાગે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા છે, પરંતુ ખરીદનાર દેશોની મોનોપોલી વધી રહી છે. વિશ્વના સૌથી મોટા તેલ આયાતકારો દેશમાં ભારત કોની પાસેથી ઓઈલ ખરીદશે તે અંગેના વિકલ્પો વધારી રહ્યાં છે. પરંતુ ભારત માટે હાલ પણ સૌથી મોટી ચિંતા મોંઘા ડોલરમાં ક્રુડ ઓઈલ ખરીદવાની છે, જેને તેઓ બદલવા માગે છે. આ અંગે આંશિક સફળતા મળતા ભારત ઈરાન અને UAE સાથે રૂપિયામાં વિનિમય કરશે.

રૂપિયામાં વિનિમયથી ભારતને સસ્તું પડી શકે છે ક્રુડ ઓઈલ


- જાણકારોના મતે ભારતના ક્રુડ ઓઈલના આયાત ખર્ચમાં 2018-19માં 26 અબજ ડોલર (લગભગ 1.82 લાખ કરોડ રૂપિયા) વધુ થઈ શકે છે કેમકે રૂપિયામાં રેકોર્ડ સ્તરે ઘટાડાને કારણે વિદેશથી ઓઈલ ખરીદવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડી રહ્યાં છે.
- ડોલરની તુલનાએ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. પરિણામે પેટ્રોલ, ડીઝલ અને LPGના કિંમતમાં વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર ભારતના તમામ લોકોના ખીસ્સાં પર પડી રહી છે.
- જો કે હવે કરાર મુજબ ઈરાનને રૂપિયામાં ચુકવણી કરવામાં આવતા ડોલર પર નિર્ભર નહીં રહેવું પડે. તેમજ રૂપિયામાં ચુકવણી થતી હોવાથી ક્રુડ ઓઈલ પ્રમાણમાં સસ્તું પણ પડશે.
- એક ભારતીય રૂપિયો બરાબર 597 ઈરાની રિયાલ થાય છે. એટલે કે ક્રુડ બેરેલની કિંમત 30 લાખ જેટલી હોય તો ભારતને 5165 રૂપિયા જ ચુકવવા પડે. વળી કરાર મુજબ ભારતને ક્રુડ ઓઈલની અવેજીમાં અડધા રૂપિયા જ રોકડા ચુકવવાના છે. જ્યારે બાકીની રકમ ઈરાનમાં પોતાની પ્રોડક્ટને એક્સપોર્ટ કરીને કરશે.

આયાત ઘટાડવાની શર્તે છૂટ


- અમેરિકાએ ઈરાન પર અનેક પ્રતિબંધ લગાવ્યાં છે. ત્યારે આયાત ઘટાડવાની શર્તે ભારતને અમેરિકી પ્રતિબંધોમાંથી છૂટ મળી છે.

- આ ઉપરાંત ભારત ઈરાનને અનાજ, દવાઓ, ચિકિત્સકીય ઉપકરણ નિકાસ કરી શકે છે.
- 180 દિવસની છૂટ દરમિયાન ભારત દરરોજ ઈરાન પાસેથી વધુમાં વધુ 3 લાખ બેરેલ ક્રુડ ઓઈલ આયાત કરી શકે છે. આ પહેલાં ભારત દરરોજ 5.6 લાખ બેરલ ક્રુડ ઓઈલ ઈરાનથી આયાત કરતું હતું.

ઈરાન સાથે પહેલાં પણ રૂપિયામાં વેપાર થતો હતો


- ઈરાન ઓઈલ માટે પહેલાં પણ રૂપિયા લેતું રહ્યું છે તેઓ રૂપિયાનો ઉપયોગ ઔષધિ અને અન્ય વસ્તુઓની આયાતમાં કરે છે.
- ભારત ઈરાન પાસેથી લગભગ 2.5 કરોડ ટન ક્રુડ ઓઈલની આયાતની યોજના છે. 2017-18માં આયાતનો આંકડો 2.26 કરોડ ટનથી વધુ છે.
- ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ આયાત કરનારા દેશોમાં ભારત બીજો સૌથી મોટો દેશ છે, પહેલો નંબર ચીનનો છે.
- ભારત યુકો બેંકના ઈરાનની રાષ્ટ્રીય તેલ કંપની NIOCના બેંક એકાઉન્ટમાં રૂપિયાથી ચુકવણી કરશે.

UAE સાથે પણ રૂપિયામાં લેવડદેવડ થશે


- ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના વેપારમાં લેવડદેવડ ડોલરની બદલે રૂપિયામાં વ્યવહાર થશે.
- બંને દેશો વચ્ચે પરસ્પર મુદ્રા અદલાબદલીની વ્યવસ્થા સહિત 2 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
- બંને દેશ મોટા વેપારી ભાગીદાર છે અને બંને વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 50 અબજ ડોલર છે. ભારતમાં ક્રુડ ઓઈલની આયાતનો UAE છઠ્ઠો મોટો સ્ત્રોત છે.

X
India signs MoU with Iran to pay for crude oil in rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી