કરાર / ભારતે રશિયા સાથે 7.47 લાખ AK રાઈફલ્સનો કરાર કર્યો, અમેઠીમાં પ્લાન્ટ નંખાશે

India signed 7.47 lakh AK rifles with Russia
X
India signed 7.47 lakh AK rifles with Russia

Divyabhaskar

Feb 14, 2019, 06:37 PM IST
નવી દિલ્હીઃ ભારતે રશિયા સાથે મળીને AK-203 એસોલ્ટ રાઈફલો બનાવવા માટેનાં કરારને મંજૂરી આપી દીધી છે. જેના માટેનો પ્લાન્ટ  ઉત્તરપ્રદેશનાં અમેઠીમાં સ્થાપવામાં આવશે. આ કરારમાં આશરે 7 લાખ 47 હજાર કલાશ્રિકોવ રાઈફલો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
1. રાઈફલ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવાશે
બન્ને દેશો મળીને ત્રીજી પેઢીની રાઈફલો AK-203 તૈયાર કરશે. આ કરાર અંગેનાં કરાર પર હસ્તાક્ષર આ સપ્તાહનાં અંતમાં થવાની સંભાવનાઓ છે. ત્યારબાદ જ કરાર સંબંધિત કિંમત, સમય જેવી મહત્વની જાણકારી સામે આવશે. 
 
આ રાઈફલો મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં જ બનાવાશે. આ કરારમાં ભારત સરકારની પોલીસી હેઠળ ઓર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડ પાસે મેજોરીટી શેયર 50.5 ટકા રહેશે, જ્યારે રશિયા પાસે 49.5 ટકા શેયર રહેશે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી