Home » National News » Latest News » National » India says no third country interference in talks with Pakistan

પાકિસ્તાન સાથે વાતચીતમાં ત્રીજા પક્ષની દખલ મંજૂર નથી: ભારત

Divyabhaskar.com | Updated - Jun 19, 2018, 09:50 AM

ભારતે ચીનના રાજદૂતના તે પ્રસ્તાવને નકારી કાઢ્યો જેમાં પાકિસ્તાન સાથે વાતચીત માટે ત્રીજા પક્ષને સામેલ કરવાની વાત હતી

 • India says no third country interference in talks with Pakistan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન ગત દિવસોમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સામેલ થયા હતા. (ફાઇલ)

  નવી દિલ્હી: ભારતે ચીનના રાજદૂત લુ ઝાઓહુઈના તે પ્રસ્તાવને નકારી કાઢ્યો છે જેમાં તેમણે પાકિસ્તાન સાથે વાતચીત માટે ત્રીજા પક્ષને સામેલ કરવાની સલાહ આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સોમવારે મોડી રાતે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને તેમાં કોઇપણ પ્રકારની ત્રીજા દેશની દખલ મંજૂર નથી. લુઓએ કહ્યું- શાંઘાઈ સહયોગ સંગઠનથી અલગ ભારત-પાકિસ્તાન અને ચીને ત્રિપક્ષીય વાતચીત કરવી જોઇએ.

  - રવીશ કુમારે કહ્યું- "અમે પાકિસ્તાન સાથે વાતચીત પર ત્રીજા પક્ષને સામેલ કરવા વિશે ચીનના રાજદૂતનું નિવેદન સાંભળ્યું છે, પરંતુ અમને ચીન સરકાર તરફથી આ પ્રકારની કોઇ સલાહ મળી નથી. અમને લાગે છે કે આ રાજદૂતનો વ્યક્તિગત વિચાર છે."

  ભારત-પાકિસ્તાન અને ચીને વાતચીત કરવી જોઇએ: ચીનના રાજદૂત લુ ઝાઓહુઈએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ સલાહ આપી. તેમણે કહ્યું કે કેટલાક ભારતીય દોસ્તોએ મને આ પ્રકારની વાતચીતનો આઇડિયા આપ્યો છે. ચીન, રશિયા અને મંગોલિયાના નેતા પણ આવું કરી ચૂક્યા છે. એટલે ભારત અને પાકિસ્તાનને પણ પોતાના મુદ્દાઓના ઉકેલ માટે આવું કરવું જોઇએ. ભલે હમણા નહીં પરંતુ ભવિષ્યમાં તે યોગ્ય દિશામાં ભરેલું પગલું સાબિત થઈ શકે છે.

  આ વર્ષે બે વધુ વખત મળી શકે છે મોદી-જિનપિંગ: મોદી અને જિનપિંગની વચ્ચે છેલ્લા બે મહિનામાં બે વાર મુલાકાત થઈ. આ વર્ષના અંત સુધીમાં બ્રિક્સ અને જી-20 સમિટ દરમિયાન બંનેની મુલાકાત થવાની અપેક્ષા છે. મોદીએ 27-28 એપ્રિલના રોજ વુહાનમાં જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી. ત્યારબાદ તે 9 જૂનના રોજ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિને મળ્યા હતા.

 • India says no third country interference in talks with Pakistan
  જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અને સીમા પર ફાયરિંગના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા નથી. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ