Home » National News » Latest News » National » India rejects UN Report on Kashmir said false and based on prejudice

કાશ્મીર પરના UN રિપોર્ટને ભારતનો રદિયો, ખોટો અને પૂર્વગ્રહયુક્ત કહ્યો

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 03:52 PM

યુએનએ કાશ્મીરમાં કથિત રીતે માનવાધિકારના હનનનો આરોપ લગાવ્યો છે

 • India rejects UN Report on Kashmir said false and based on prejudice
  પોતાની કડક ટિપ્પણીમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ અતિશય પૂર્વગ્રહોથી ગ્રસિત છે. (ફાઇલ)

  નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એ રિપોર્ટને રદિયો આપી દીધો છે, જેમાં તેણે કાશ્મીરમાં કથિત રીતે માનવાધિકારના હનનનો આરોપ લગાવ્યો છે. ભારતે યુએનના આ રિપોર્ટ પર આકરી પ્રતિક્રિયા આપી છે.

  રિપોર્ટ ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે

  - પોતાની કડક ટિપ્પણીમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ અતિશય પૂર્વગ્રહોથી ગ્રસિત છે અને ખોટા નેરેટિવ્સ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જણાય છે.

  - વિદેશ મંત્રાલયે કહ્યું કે આ રિપોર્ટ ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. ગુરૂવારે રીલીઝ થયેલા રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર બંનેમાં કથિત રીતે માનવઅધિકારોના ઉલ્લંઘનની વાત કરી છે.
  - યુએનએ આ માનવાધિકારોના આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે.
  - વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને રદિયો આપતા આવા રિપોર્ટને સામે લાવવાની વૃત્તિ પર સવાલ ઊભો કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ રિપોર્ટ મોટાભાગે ખોટી જાણકારીઓના આધારે બનાવવામાં આવ્યો છે.
  - મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્ર સહિત આખી દુનિયાને એકવાર ફરી યાદ કરાવ્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને ભારતના એક હિસ્સા પર જબરદસ્તી પોતાનો કબ્જો કરીને રાખ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ