રિપોર્ટ / અભિનંદનને બંદી બનાવ્યા પછી પાક. પર મિસાઈલથી હુમલો કરવાની તૈયારીમાં હતુ ભારત

divyabhaskar.com

Mar 17, 2019, 04:59 PM IST
india prepared to attack pakistan after abhinandan was captured, US Stopped India
X
india prepared to attack pakistan after abhinandan was captured, US Stopped India

  • ભારતે પાકિસ્તાનને છ મિસાઈલથી હુમલો કરવાની ચેતવણી આપી હતી
  • જોકે ટ્રમ્પ પ્રશાસને મધ્યસ્થા કરી ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યા 

નવી દિલ્હી: વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા પછી ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી. જોકે અમેરિકાના હસ્તક્ષેપ પછી ભારતે હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને અમેરિકન સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે બંને દેશો વચ્ચે વધતા તણાવ દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ છોડવાની ચેતવણી આપી હતી.

ડોભાલે ISI પ્રમુખ સાથે વાત કરી હતી
1.રિપોર્ટ્સ પ્રમાણે ભારતની એર સ્ટ્રાઈકના પછીના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ પાક સેના દ્વારા જ્યારે સીમા ઓળગંવામાં આવી ત્યારે ભારતે પાકિસ્તાનને સીધા હુમલાની ધમકી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈના પ્રમુખ અસીમ મુનીર સાથે વાત કરી હતી. ત્યારે ડોભાલે કડક શબ્દોમાં કહ્યું હતું કે, પાયલટ અભિનંદન ભલે તેમના કબજામાં હોય પરંતુ આતંકી સંગઠનો વિરુદ્ધ ભારતના વલણમાં કોઈ ફેરફાર નહીં આવે. જો પાકિસ્તાન નહીં સુધરે તો તેમના પર મિસાઈલથી હુમલો કરવામાં આવશે.
ટ્રમ્પ-કિમની મીટિંગ દરમિયાન ભારતને સમજાવવામાં લાગ્યુ અમેરિકા
2.ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ-જોંગ-ઉન સાથે હનોઈમાં મીટિંગ કરી રહ્યા હતા. જોકે તેમ છતાં આ કેસની ગંભીરતા સમજીને અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારત સાથે સંપર્કમાં હતા.
3.ભારતમાં તહેનાત એક વિદેશ રાજનાયિકના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો પહેલો પ્રયત્ન પાયલટ અભિનંદનને છોડાવવાનો હતો. ત્યારે તેમણે ભારતને આશ્વાસન આપ્યું કે તેઓ પાકિસ્તાન પર હુમલા માટે મિસાઈલનો ઉપયોગ ન કરે. 
4.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે માટે પોમ્પિયોએ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી અને તેમના ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે ફોન પર વાત કરી હતી. ભારત-પ્રશાંત વિસ્તારના કમાન્ડર એડમિરલ ફિલ ડેવિડસને પણ સિંગાપુરમાં કબુલ્યું કે તેઓ ભારતીય નૌસેનાના પ્રમુખ સુનીલ લાંબા સાથે સંપર્કમા છે.
અન્ય દેશે પણ તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો
5.માત્ર અમેરિકા જ નહીં ચીન, યુએઈ અને અન્ય દેશોએ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે માન્યું કે, પાકિસ્તાન સાથે તણાવ દરમિયાન અન્ય ઘણાં મોટા દેશો સાથે સતત વાતચીત થતી રહેતી હતી.
ઈમરાને સાંસદમાં જણાવી હતી ભારતના હુમલાની આશંકા
6.28 ફેબ્રુઆરીએ ટ્રમ્પે વિયતનામના હનોઈમાંથી કહ્યું હતું કે, તેમને લાગે છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ત્યારપછી સંસદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં કહ્યું હતું કે, ભારતીય પાયલટને છોડી દેવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારત અમારી પર મિસાઈલથી હુમલો કરી શકે છે. પરંતુ હાલ ભારતને રોકવામાં આવ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી