ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Two Indian jawans and two civilians were also injured due to heavy fire

  સીઝફાયર વાયોલેશન પર ભારતની કાર્યવાહી, 48 કલાકમાં 4 પાક. સૈનિક ઠાર

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 11:49 AM IST

  પાક. સેના સતત LoC પર મોર્ટારનો મારો કરી રહી છે, રાજૌરી અને પુંછમાં લોકોને પોતાના ઘરોમાં છૂપાઈને રહેવું પડે છે.
  • સીઝફાયર વાયોલેશન પર ભારતની કાર્યવાહી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીઝફાયર વાયોલેશન પર ભારતની કાર્યવાહી

   જમ્મુઃ પાકિસ્તાનના સીઝફાયર વાયોલેશનનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) પર ભારતીય સેના જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી ચૂકી છે. જોકે, ભારે ફાયરિંગમાં બે ભારતીય જવાન અને બે સામાન્ય નાગરીક પણ ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેના છેલ્લા અનેક દિવસોથી સીમા પર સ્થિત પુંછ અને રાજૌરી જિલ્લામાં 120 અને 82 મિમિ મોર્ટારથી સેનાના ઠેકાણાઓ પર હુમલો કરી રહી હતી. જેના કારણે અહીં રહેનારા લોકોને પોતાના ઘર છોડીને જવા મજબૂર થવું પડ્યું હતું.

   સીમાની પાસે સ્કૂલ બંધ

   - પાકિસ્તાન તરફથી ફાયરિંગ અને શેલિંગથી સીમાની પાસે સ્થિત ઘરોમાં નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓ મુજબ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લોકોને ઘરોની અંદર રહેવા કહેવામાં આવ્યું છે.
   - આ ઉપરાંત LoCની આસપાસ તમામ સ્કૂલોને 5 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

   પાકિસ્તાનનો ભારત પર આરોપ

   - સીમા પર સતત સીઝફાયર તોડવા છતાંય પાકિસ્તાન ઉલટું ભારતને જ દોષ આપી રહ્યું છે. ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતના હાઈ કમિશ્નર જેપી સિંહને સમન્સ પાઠવીને વિરોધ દર્શાવ્યો હતો.
   - પાક વિદેશ મંત્રાલયે ભારત પર આરોપ લગાવતા કહ્યું છે કે આ વર્ષે ભારતીય સેનાએ LoC પર 415 વાર સીઝફાયર તોડ્યું છે. જેમાં અત્યાર સુધી લગભગ 20 નાગરીક માર્યા ગયા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સીમા વિસ્તારની સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીમા વિસ્તારની સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two Indian jawans and two civilians were also injured due to heavy fire
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `