Home » National News » Latest News » National » મોદી 4 વર્ષથી નેપાળના ખાય છે ધક્કા, તોય સંબંધો જેસૈ થે| India-Nepal relation as it is

મોદીના 4 વર્ષમાં નેપાળના 3 ધક્કા, પરંતુ સંબંધો કેમ ઠેરના ઠેર?

Divyabhaskar.com | Updated - May 12, 2018, 12:34 PM

ભારત અને નેપાળ વચ્ચે સંબંધો સારા છે તે દરમિયાન ચીનના વન બેલ્ડ વન રોજ પ્રોજેક્ટમાં સામેલ થયું નેપાળ

 • મોદી 4 વર્ષથી નેપાળના ખાય છે ધક્કા, તોય સંબંધો જેસૈ થે| India-Nepal relation as it is
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ગયા મહિને નેપાળના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી હતી

  નેશનલ ડેસ્ક: મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં ભારત અને નેપાળના સંબંધો હજુ પણ ઠેરના ઠેર છે. હવે ફરી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નેપાળ પ્રવાસે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ યાત્રાનો હેતુ દેશોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને એક નવી દિશા આપવાનો છે.

  - આ પહેલાં એપ્રિલમાં નેપાળના વડાપ્રધાન કેપી ઓલી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. 15 ફેબ્રુઆરી 2015માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી કેપી ઓલીની આ બીજી ભારત યાત્રા હતી.
  - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા વિશે પ્રતીક્રિયા આપતા નેપાળના વિદેશમંત્રીનું કહેવું છે કે, બંને દેશો વચ્ચે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસીક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે. બંને દેશોએ આ હેતુ અંતર્ગત રામાયણ સર્કિટ અને અયોધ્યા-જનકપુર બસ સેવાની શરૂઆત કરી રહ્યા છે.
  - આ મુલાકાતમાં એ પણ વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે કે, નેપાળ અને ઓલી પ્રશાસન કોઈ પણ દેશના હસ્તક્ષેપને રોકવા માટે સક્ષમ છે.
  - છેલ્લા ઘણાં સમયથી નેપાળ ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યું છે પરંતુ હવે સમય આવી ગયો છે કે, બંને દેશઓ સ્વસ્થ સંબંઘોના નિર્માણ ઉપર ભાર આપે.
  - નેપાળમાં નવી સરકાર બન્યા પછી તેઓ ભારત સાથેના સંબંધોને લઈને ખૂબ સજાગ છે, પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઘણાં રંગો જોવા મળ્યા છે.

  નેપાળના રાષ્ટ્રપતિની મુલાકાત બંને દેશો માટે સફળ રહી


  - નેપાળના રાષ્ટ્રપતિની મુલાકાત બંને દેશોના સંબંધો માટે ખૂબ સફળ માનવામાં આવી છે. આ પહેલાં 2015માં મધેસી આંદોલનના કારણે બંને દેશના સંબંધોમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
  - સંસદમાં વધારે પ્રતિનિધિત્વ અને પ્રાંતીય સીમાની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે ભારતીય મૂળના મધેશી લોકોએ ભારત-નેપાળ સીમાને બ્લોક કરી દીધી હતી. નેપાળી રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પહેલાં નાણાપ્રધાન અરુણ જેટલીએ નેપાળ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, પોતાના પડોશી દેશના વિકાસ માટે ભારત હંમેશા તૈયાર હોય છે.
  - ભારતે નેપાળમાં ટેક્નિકલ સંસ્થાના નિર્માણ માટે 4.4 કરોડ રૂપિયાની મદદ કરી છે.

  ભારત-નેપાળના સંબંધો થોડી સ્થિરતા આવી અને વચ્ચે આવ્યું ચીન

  - ભારત અને નેપાળના સંબંધોમાં થોડી સ્થિરતા આવી હતી ત્યારે જ નેપાળની સરકાર બદલાઈ ગઈ અને 70 વર્ષના નેપાળી કોંગ્રેસના પ્રેસિડન્ટ શેર બહાદુર દેઉબાની વડાપ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી. દેઉબાએ પ્રચંડની જગ્યાએ પદ સંભાળ્યું. દેઉબાને પહેલેથી જ ભારતના નજીક માનવામાં આવે છે. તેમણે પદ સંભાળ્યા પછી દિલ્હીની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન મોદી સહિત ઘણાં નેતાઓની મુલાકાત લીધી હતી.
  - ત્યારપછી કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુએ નેપાળની મુલાકાત લીધી હતી. પરંતુ તે દરમિયાન 'વન બેલ્ટ વન રીજન' વિશે નેપાળના સંબંધો ચીન સાથે વધારે મજબૂત થવા લાગ્યા જેને ભારત શંકાની દ્રષ્ટીએ જોઈ રહ્યું છે.

  નેપાળ-ચીનના સંબંધો થયા વધારે મજબૂત


  - નેપાળના તે સમયના વડાપ્રધાન પ્રચંડે ચીનની મુલાકાત કરી હતી અને માર્ચ મહિનામાં બાઓ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે શી જિનપિંગ અને ઘણાં અન્ય સીનિયર નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. 2017માં જ બંને દેશોએ જોઈન્ટ સૈન્ય અભ્યાસ કર્યો અને શ્રીલંકા, પાકિસ્તાન સાથે નેપાળ ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો ભાગ બની ગયો.
  - તે પછીથી ભારત અને નેપાળના સંબંધોમાં ખેંચતાણ ચાલી રહી છે. નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, સાર્ક સમિટ રાજ્યના 1.7 બિલિયન લોકોના વિકાસ માટે એક મહત્વનું પ્લેટફર્મ છે. જોકે અમે આમાં આવેલા ગતિરોધમાં કોઈ એક દેશને જવાબદાર ન માની શકીએ. પરંતુ સાર્ક સમિટ હોવી જોઈએ.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • મોદી 4 વર્ષથી નેપાળના ખાય છે ધક્કા, તોય સંબંધો જેસૈ થે| India-Nepal relation as it is
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળના સંબંધો જૈસે છે
 • મોદી 4 વર્ષથી નેપાળના ખાય છે ધક્કા, તોય સંબંધો જેસૈ થે| India-Nepal relation as it is
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ચાર વર્ષમાં મોદીએ 3 વખત લીધી નેપાળની યાત્રા
 • મોદી 4 વર્ષથી નેપાળના ખાય છે ધક્કા, તોય સંબંધો જેસૈ થે| India-Nepal relation as it is
  સુષ્મા સ્વરાજ અને કેપી ઓલી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ