Home » National News » Latest News » National » India is top most nation who import many arms from the world during 2013-17

રક્ષા ઉપકરણ બનાવવામાં ભારત અસફળ, 4 વર્ષમાં સૌથી વધુ આર્મ્સની ખરીદી

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 11:23 AM

રિપોર્ટ મુજબ વર્ષ 2013-17 દરમિયાન વિશ્વભરમાં આયાત કરવામાં આવેલાં હથિયારોમાં એકલા ભારતની જ ભાગીદારી 12 ટકા જેટલી છે.

  • India is top most nation who import many arms from the world during 2013-17
    2008થી 2013ની તુલનામાં ભારતમાં 2013થી 2017 સુધી 24 ટકા વધુ હથિયારો ખરીદ્યાં છે

    નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની વાતો કરતી મોદી સરકારે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની ભારે ગુલબાંગો પોકારી હતી. પરંતુ ભારત હજુ સુધી ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિકસિત નથી કરી શક્યું. જેના કારણે જ હથિયારો માટે ભારતની નિર્ભરતા બીજા દેશો પર છે. આવું એટલા માટે પણ કહેવાય છે કે કેમકે ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ બની ગયો છે. આ વાત આંતરરાષ્ટ્રીય શાંતિ અનસુંધાન સંસ્થાન દ્વારા જાહેર કરવામાં એક રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2013-17 દરમિયાન વિશ્વભરમાં આયાત કરવામાં આવેલાં હથિયારોમાં એકલા ભારતની જ ભાગીદારી 12 ટકા જેટલી છે. તે વાત સ્પષ્ટ છે કે દેશમાં રક્ષા ઉપકરણોના નિર્માણ ન હોવાને કારણે ભારતીય સેનાને સૈન્ય ઉપકરણો માટે અન્ય દેશ પર નિર્ભર રહેવું પડે છે.

    રશિયા-ઇઝરાયેલ પાસેથી સૌથી મોટા પ્રમાણમાં હથિયાર ખરીદ્યાં


    - ઈન્ટરનેશનલ આર્મ્સ ટ્રાંસફર્સને હાલમાં ડેટા રજૂ કર્યાં છે. આ ડેટા મુજબ ભારત દ્વારા હથિયારો ખરીદવાની પ્રવૃતિમાં 24 ટકાનો વધારો થયો છે.
    - 2008થી 2013ની તુલનામાં ભારતમાં 2013થી 2017 સુધી 24 ટકા વધુ હથિયારો ખરીદ્યાં છે.
    - ભારતે રશિયા અને ઇઝરાયેલ પાસેથી સૌથી વધુ હથિયારો ખરીદ્યાં છે.
    - ભારતે વર્ષ 2013-17 સુધીમાં સૌથી વધુ હથિયારો રશિયા પાસેથી ખરીદ્યાં છે.

    ચીનના પ્રભાવને રોકવા અમેરિકાનો સાથ


    - તો ભારતે એશિયામાં ચીનના વધતાં પ્રભાવને રોકવા અમેરિકાની સાથે પોતાની કૂટનીતિક સંબંધો વધુ સારા બનાવવાના પ્રયાસો કર્યાં છે.
    - આ સંદર્ભમાં ભારતે અમેરિકા પાસેથી વર્ષ 2013-17ની વચ્ચે 15 બિલિયન ડોલર એટલે કે લગભગ 97,000 કરોડથી વધુના હથિયારો ખરીદ્યા છે. જે વર્ષ 2008થી 12ની તુલનાએ 557 ટકા વધુ છે.
    - છેલ્લાં એક દશકામાં અમેરિકા અને ભારત વચ્ચે 15 બિલિયન ડોલરના હથિયારોની ડીલ થઈ છે.
    - કુલ ખરીદવામાં આવેલાં હથિયારોમાં રશિયા પાસેથી 62 ટકા, અમેરિકા પાસેથી 15 ટકા જ્યારે ઇઝરાયેલ પાસેથી 11 ટકા હથિયારો ખરીદ્યાં છે.

    ભારત પછી આ દેશોનાં નામ


    - હથિયાર અને રક્ષા ઉપકરણોને આયાત કરનારા દેશોના લિસ્ટમાં ભારત પછી સાઉદી અરબ, ઈજિપ્ત, UAE, ચીન, ઓસ્ટ્રેલિયા,અલ્જીરીયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવાં દેશે છે, જેઓએ મોટા પ્રમાણમાં હથિયારો બહારથી ખરીદ્યાં છે.

    વિશ્વના 5 સૌથી મોટા હથિયાર વિક્રેતા છે ચીન


    - ચીન વિશ્વમાં પાંચમો સૌથી મોટો હથિયાર વિક્રેતા છે. જો કે આ મામલે પહેલાં નંબરે અમેરિકા છે.
    - ચીન છેલ્લાં કેટલાંક દશકાઓમાં ઘણી જ વ્યવસ્થિત રીતે પોતાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ બેઝને મજબૂત બનાવી છે.
    - ચીન પાસેથી સૌથી મોટા પ્રમાણમાં હથિયારો પાકિસ્તાન ખરીદે છે. ચીન પોતાના કુલ હથિયારોની નિકાસમાં 35 ટકા પાકિસ્તાનને વેંચે છે. જ્યારે બીજા નંબરે બાંગ્લાદેશને હથિયારો પૂરાં પાડે છે. બાંગ્લાદેશ ચીન પાસેથી હથિયારો ખરીદવાનો હિસ્સો 19 ટકા છે.
    - અમેરિકા બાદ રશિયા, ફ્રાંસ અને જર્મની છે. પરંતુ ભારતનું નામ આમાં સામેલ નથી. કેમકે ભારત હાલ પણ પોતાની રક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે 65 ટકા રક્ષા સામાન બહારથી ખરીદવો પડી રહ્યો છે.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ