Home » National News » Latest News » National » India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister

2+2 મંત્રણાઃ આધુનિક US ટેકનિક, હથિયારોનો ઉપયોગ કરી શકશે ભારત, સૈન્ય સંચાર પર સમજૂતી

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 03:55 PM

ભારત અને અમેરિકા વચ્ચે આજે 2+2 ફોર્મૂલા અંતર્ગત સામરિક વાતચીત શરૂ.

 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારત-અમેરિકાના રક્ષા અને વિદેશ મંત્રી વચ્ચે 2 પ્લસ 2 વાર્તા શરૂ

  નવી દિલ્હીઃ ભારત-અમેરિકાની વચ્ચે પહેલી 2+2 મંત્રણા ગુરુવારે થઈ. વાતચીતમાં ભારત તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામન સામેલ થયા. અમેરિકા તરફથી માઇક પોમ્પિયો અને જેમ્સ મેટિસે ભાગ લીધો. આ દરમિયાન કોમસીએએસએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે હેઠળ અમેરિકાના આધુનિક હથિયારો અને ટેકનીકનો ઉપયોગ ભારત કરી શકશે. આ ઉપરાંત આતંકવાદના મુદ્દે બંને દેશોએ સાથે લડવાનો નિર્ણય કર્યો. સુષ્મા સ્વરાજે કહ્યું કે આ વાતચીતથી બંને દેશોના સંબંધ વધુ મજબૂત થશે.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશોના ભવિષ્યના સંબંધોને દિશા-નિર્દેશ નક્કી કરી ચુક્યાં છે.

  અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, અમે સમુદ્ર, આકાશમાં આવવા-જવાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરી લેવી જોઈએ. સાથે જ સામુદ્રિક વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવો જોઈએ. બંને દેશ એક બીજાના બજાર આધારિત અર્થવ્યવસ્થા અને ગુડ ગર્વનન્સને આગળ વધારશે. અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડનારી બાહરની તાકાતોથી રક્ષા કરાશે. બંને દેશ લોકતંત્ર, વ્યક્તિગત અધિકારોનું સન્માન અને આઝાદી આપવામાં વિશ્વાસ રાખે છે. ભારત પહોંચતા પહેલાં પોમ્પિયોએ કહ્યું હતું કે. "રશિયા પાસેથી હથિયારો ખરીદવાની ભારતની યોજના કે ઈરાન સાથે સંબંધ અંગે 2 પ્લસ 2 સામરિક વાર્તામાં પ્રમુખ મુદ્દાઓ નહીં હોય." પોમ્પિયોની સાથે અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મેટિસ પણ ભારત આવ્યાં છે. તેઓએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી.

  અમેરિકા-ભારતની બેઠક વર્ષમાં બે વખત નક્કી થશે


  - જૂન 2017માં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ હતી. ત્યારે નક્કી કરાયું હતું કે દ્વિપક્ષીય સહયોગ અંતર્ગત રક્ષા ટેકનિક અને વ્યાપારિક પહલના મુદ્દે વાત કરવા માટે બંને દેશ દર વર્ષે બે વખત બેઠક કરશે. આ અંતર્ગત પહેલી 2+2 વાર્તા 6 સપ્ટેમ્બરે શરૂ થઈ છે. આ પહેલાં એપ્રિલ અને જુલાઈમાં આ વાર્તા ટાળવામાં આવી હતી.

  ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાં પછી બે મોટી રક્ષા સમજૂતી


  જૂન 2018: અમેરિકાએ ભારતને છ અપાચે અટેક હેલીકોપ્ટર (AH-64E) વેચવાની મંજૂરી આપી. જેની કિંમત લગભગ 6,340 કરોડ રૂપિયા છે. આ હેલીકોપ્ટર પોતાની આગળ લાગેલા સેન્સરની મદદથી રાત્રે પણ ઉડાણ ભરી શકે છે.

  માર્ચ 2018: ભારતે અમેરિકા સાથે 20 વર્ષ સુધી LNG ખરીદવાની સમજૂતી કરી છે. પહેલા તબક્કામાં 90 લાખ ટન LNG ખરીદવામાં આવશે. આ દેશની અર્થવ્યવસ્થાને ગેસ આધારિત બનાવવામાં મદદ મળશે.

  મોદી-ટ્રમ્પના આગ્રહ બાદ શરૂ થઈ 2+2


  - 2 પ્લસ 2 સામરિક વાર્તા અમેરિકાના આગ્રહ પર બે વખત સ્થગિત થઈ હતી. પહેલી વખત એપ્રિલમાં વિદેશ વિભાગના નેતૃત્વ રેક્સ ટિલરસન સાથે પોમ્પિયોને સોંપવાને કારણ સ્થગિત થઈ હતી. તેઓએ કહ્યું, "જુલાઈમાં બીજી વખત મારાથી થયેલી ભૂલ પર મને ખેદ છે."
  - તેઓએ કહ્યું કે ટ્રમ્પે અચાનક ઉતર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉનની સાથે એક શિખર સંમેલન નક્કી કરી દીધું અને મને ઉત્તર કોરિયાની યાત્રા કરવી પડી.
  - વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે 2017 માં વોશિંગ્ટનમાં પોતાની મુલાકાત દરમિયાન સામરિક વાર્તાનો નિર્ણય લીધો હતો.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારત-અમેરિકાના રક્ષા અને વિદેશ મંત્રી વચ્ચે 2 પ્લસ 2 વાર્તા શરૂ
 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે મુલાકાત
 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મેટિસે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી
 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારત અને અમેરિકા વચ્ચે આજે 2+2 ફોર્મૂલા અંતર્ગત સામરિક વાતચીત શરૂ
 • India and USA 2 plus 2 talks start with external affairs minister and defence minister
  વાતચીતમાં આતંકવાદ, ઈરાન સાથે ક્રુડ ઓઈલ આયાત પર અમેરિકાના પ્રતિબંધ, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં રક્ષા સહયોગ અને પ્રવાસન જેવા મુદ્દાઓ ફોકસ હશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ