Divya Bhaskar

Home » National News » Desh » Man arrested in UP Hapur when he withdraw crore rupees from PNB

પ્લાસ્ટિકની બોરી લઈને 1.50 અબજ રૂપિયા વીડ્રો કરવા બેંક પહોંચ્યો શખ્સ, કેશિયરના ઉડ્યાં હોશ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:35 AM

રૂપિયા કાઢવા માટેનું ફોર્મ ભર્યું અને કેશિયરને આપ્યું. ફોર્મ પર 1.50 અબજ રૂપિયાની એમાઉન્ટ જોઈને કેશિયરના મોતિયા મરી ગયાં

  • Man arrested in UP Hapur when he withdraw crore rupees from PNB
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસ પૂછપરછ બાદ મંગલસિંહ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણમાં આવ્યું

    હાપુડ (યુપી): સિટી કોતવાલી વિસ્તારમાં સ્થિત પંજાબ નેશનલ બેંકમાં તે સમયે અફડાતફડી જોવા મળી જ્યારે એક શખ્સ દોઢ અબજ રૂપિયા વીડ્રો કરવા પહોંચ્યો. કેશિયરના ઈન્કાર પર તે ગાળો આપવા લાગ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા ગાર્ડને પણ તેને માર્યો અને કપડાં ફાડી નાંખ્યા. સુચના મળ્યાં બાદ પોલીસ પંકજ લવાનિયા પોતાની ટીમ સાથે બેંક પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી.

    શું સમગ્ર મામલો?


    - કોતવાલી ક્ષેત્રમાં રહેતાં મંગલ સિંહ શનિવારે સવારે પ્લાસ્ટિકની એક બોરી લઈને પંજાબ નેશનલ બેંકની મેઈન બ્રાંચ પહોંચ્યો હતો.
    - ત્યાં તેઓએ રૂપિયા કાઢવા માટેનું ફોર્મ ભર્યું અને કેશિયરને આપ્યું. ફોર્મ પર 1.50 અબજ રૂપિયાની એમાઉન્ટ જોઈને કેશિયરના મોતિયા મરી ગયાં
    - કેશિયરના હાથ-પગ ફુલી ગયા તેને કહ્યું- અમે આટલાં રૂપિયા ન આપી શકીએ. આ વાત મંગલને મંજૂર ન રહી અને તે ભરીભરીને ગાળો આપવા લાગ્યો અને હોબાળો શરૂ કરી દીધો હતો.
    - હંગામો થતાં જ સુરક્ષા ગાર્ડ નરેશ ત્યાં પહોંચ્યો હતો અને મધ્યસ્થીનો પ્રયાસ કરતા આરોપીએ ગાર્ડને ખૂબ માર્યો અને તેનાં કપડાં પણ ફાડી નાંખ્યા હતા.
    - મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અધિકારી પંકજ લવાનિયાં પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
    - પોલીસે પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે- તે એક ફિલ્મ ડાયરેકટર છે. તેના ખાતા 5 અબજ રૂપિયા આવ્યાં છે. જેમાંથી તે 1.50 અબજ વીડ્રો કરવા આવ્યો હતો.
    - પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યુવકની માનસિક હાલત ઠીક નથી. તેમ છતાં અમે તેની પૂછપરછ કરી રહ્યાં છીએ.
    - બેંક મેનેજરે કહ્યું કે બેંકમાં યુવકનું ખાતું તો છે પરંતુ તેના એકાઉન્ટમાં કોઈ જ પૈસા નથી.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • Man arrested in UP Hapur when he withdraw crore rupees from PNB
    મંગલસિંહ હોબાળો કરતાં બેંકના ગાર્ડને પણ માર માર્યો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending