ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બોર્ડની પરીક્ષામાં 91% મેળવનાર રાખીએ અભ્યાસ છોડ્યો | Madhya Pradesh 12th Standard topper leave her studies

  ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી

  Divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 03:35 PM IST

  ઘરે વીજળી કનેક્શન ન હોવાના કારણે 12મા ધોરણની પરીક્ષાની તૈયારી રાખીએ ચિમનીના પ્રકાશમાં કરી હતી.
  • ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી
   ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી

   મુંગાવલી (અશોકનગર/એમપી): હાયર સેકન્ડરી બોર્ડ પરીક્ષામાં અશોકનગર જિલ્લાના મુંગાવલીની એક દીકરીએ ફાનસના પ્રકાશમાં અભ્યાસ કરી 91% માર્ક્સ મેળવ્યા પરંતુ હવે તેની પ્રતિભા વધુ નહીં નિખરી શકે. તેનું કારણ તેના પરિવારની આર્થિક તંગી છે. તેને વચવામાં તેનો અભ્યાસ છોડવો પડી રહ્યો છે.

   હયાત નથી પિતા અને માતા કરે છે મજૂરી


   - તાલુકા હેડક્વાર્ટરથી ત્રણ કિમી દૂર ઢુડેર ગામમાં રહેતી રાખીએ હાલમાં જ જાહેર થયેલા હાયર સેકન્ડરી પરિક્ષામાં 500માંથી 455 માર્ક્સ મેળવ્યા છે.
   - ઘરે વીજળી કનેક્શન ન હોવાના કારણે પરીક્ષાની તૈયારી તેને ફાનસના પ્રકાશમાં કરી.
   - રાખીના પિતા મુન્નીલાલનું અવસાન પાંચ વર્ષ પહેલા થયું હતું, ત્યારબાદ તેની માતા સુનીતાએ ત્રણ બાળકોને મહેનત મજૂરી કરીને ઉછેર્યા.
   - રાખીની માતાએ આર્થિક તંગીને કારણે પોતાના દીકરા રવિ (15)ને તેના મામાના ઘરે મોકલી આપ્યો. બે વર્ષ સુધી રાખીએ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો.
   - રાખીનું કહેવું છે કે તેનું સપનું પોલીસ અધિકારી બનવાનું હતું. 9 જૂને મુખ્યમંત્રી તેને મેધાવી સ્ટુડન્ટ હોવાથી લેપટોપ આપશે.
   - તેનું કહેવું છે કે માતા મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે પરંતુ હવે આગળ અભ્યાસ માટે સક્ષમ નથી.
   - તાલુકા અધિકારી નીના ગૌરનું કહેવું છે કે મકાન સહાયતા રકમનો મામલો પહેલા આવ્યો હતો. તેને કાર્યવાહી કરીને સહાય અપાવીશું. કોઈ પણ પ્રતિભાને દબાવા નહીં દઈએ.

   આગળની સ્લાઈડ પર જવા અહિં ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બોર્ડની પરીક્ષામાં 91% મેળવનાર રાખીએ અભ્યાસ છોડ્યો | Madhya Pradesh 12th Standard topper leave her studies
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `