વચગાળાનું બજેટ / આવકવેરામાં વધુ છૂટ મળી શકે છે, સરકાર બદલાશે તો પણ અસર નહીં થાય

In Interim Budget Modi government may be hike tax limit for salaries and pensioner
X
In Interim Budget Modi government may be hike tax limit for salaries and pensioner

  • લોકસભા ચૂંટણીના કારણે આ વખતે મધ્યવર્તી બજેટ રજૂ થશે
  • ચૂંટણી પછી નવી સરકાર વધેલા નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરશે

  • છેલ્લાં 3 અંતરિમ બજેટમાં આવકવેરાની છૂટ વધારાઈ ન હતી

  • હાલ 2.5 લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સ ફ્રી

  • ઉદ્યોગોની માગ 5 લાખ સુધી મર્યાદા વધારવાની

Divyabhaskar.com

Jan 13, 2019, 09:42 AM IST

નવી દિલ્હીઃ નાણા મંત્રી અરૂણ જેટલી 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. ચર્ચા છે કે મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર ટેક્સ સાથે જોડાયેલી કેટલીક છૂટ આપી શકે છે. સેલેરાઈઝ્ડ અને પેન્શનર્સની ટેક્સમાં છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. સાથે જ ટેક્સમાં છૂટ મેળવવા માટે રોકાણનો વિસ્તાર પણ કરી શકાય છે. 

1લી ફેબ્રુઆરીએ મોદી સરકારનું છેલ્લું બજેટ

1. 8 લાખ સુધીની આવક પર ટેક્સ માફ થાયઃ કોંગ્રેસ

સવર્ણોને આર્થિક આધારે 10% અનામત આપવા માટે બંધારણ સંશોધનનું બિલ આ સપ્તાહે જ સંસદમાં પાસ થયું. જેમાં 8 લાખ સુધી વાર્ષિક આવકવાળાઓને ગરીબ માનીને આર્થિક આધારવાળા અનામતને લાયક માનવામાં આવ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે જો 8 લાખ સુધીની આવકવાળા ગરીબ છે તો તેમની પાસેથી આવકવેરો કેમ લેવામાં આવી રહ્યો છે.

2. ચૂંટણી વર્ષમાં કરદાતાઓને રાહત સંભવ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક જૈનનું કહેવું છે કે સરકાર ભલે જ વચગાળાનું બજેટ રજૂ કરે, પરંતુ ચૂંટણી નજીક હોવાથી ટેક્સમાં છૂટની સીમા વધારવાની જાહેરાત થઈ શકે છે. જો સરકાર બદલાશે તો પણ ટેક્સ છૂટની મર્યાદા પર કોઈ જ અસર નહીં પડે. કેમકે કોઈ પણ સરકાર ટેક્સ છૂટની મર્યાદા ઘટાડવાનો નિર્ણય નહીં કરે. પહેલાં પણ ડ્યૂટીઝ ઘટાડવાનો નિર્ણય વચગાળાના બજેટમાં લેવાયો છે. બેંકિંગ સેકટરના એક્સપર્ટ આરકે ગૌતમ જણાવે છે કે સરકાર વચગાળાના બજેટમાં આવકવેરા સંબંધી કેટલીક જાહેરાતો કરી શકે છે. 
3. હાલનો ટેક્સ સ્લેબ
વાર્ષિક આવક ટેક્સ દર
2.5 લાખ રૂપિયા 0%
2.5થી 5 લાખ રૂપિયા 5%
5થી 10 લાખ રૂપિયા 20%
10 લાખ રૂપિયાથી વધુ 30%

 

4. ઉદ્યોગકારોની માગ- 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થાય
ઉદ્યોગ સંગઠન CIIએ પણ આવકવેરા છૂટની મર્યાદા હાલ 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરાવવાની માગ કરી છે. સાથે જ બચતને પ્રોત્સાહન આપવા માટે કલમ 80સી અંતર્ગત ડિડક્શનની સીમા વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની અપીલ કરી છે. હાલ આ સીમા 1.5 લાખ રૂપિયા છે. CIIએ નાણા મંત્રાલયને સોંપેલા બજેટ પૂર્વેની રજૂઆતમાં આવી ભલામણ કરી છે.
5. ટેક્સ સ્લેબ પર CIIની ભલામણ
વાર્ષિક આવક ટેક્સ દર
5 લાખ રૂપિયા 0%
5થી 10 લાખ રૂપિયા 10%
10થી 20 લાખ રૂપિયા 20%
20 લાખ રૂપિયાથી વધુ 25%
6. લોકસભા ચૂંટણીને કારણે મધ્યમવર્તી બજેટ

જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણા મંત્રી મધ્યમવર્તી બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાંક મહિનાઓના સરકારી કામ કાજ ચલાવવા માટે જ હોય છે. નવી સરકાર બન્યાં પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે જે બાકીના નાણાંકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષમાં નાણા મંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે. 

7. છેલ્લે 2014માં રજૂ થયું હતું વચગાળાનું બજેટ
ચૂંટણી  વર્ષ કોણે રજૂ કર્યું?  મહત્વની જાહેરાત
2014 પી. ચિદમ્બરમ    કેપિટલ ગુડ્સ પર એક્સાઈઝ ડયૂટી 12%થી ઘટાડીને 10% કરવામાં આવી
2009 પ્રણવ મુખર્જી ગ્રામીણ રોજગાર યોજના માટે 30,100 કરોડ રૂપિયાની ફાળવણી
2004 જસવંત સિંહ ખેડૂત ક્રેડિટ કાર્ડ, ચા અને ખાંડ ઉદ્યોગ માટે વિશેષ પેકેજ

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી