ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બિહારમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો | Nitish Kumar is the face of NDA in Bihar said JDU

  બિહારમાં નેતા તો નીતિશ કુમાર જ છે, દિલ મળ્યાં છે તો સીટ શું છે- સુશીલ મોદી

  Divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 01:57 PM IST

  JDUની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે JDU NDAની સાથે જ છે અને રહેશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   પટનાઃ NDAની સાતમી જૂને બેઠક થવાની છે તે પહેલાં જ JDUએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની બિહારમાં ચહેરો નીતિશ કુમાર જ રહેશે. આ ફેંસલો પાર્ટીની કોર કમિટીની બેઠકમાં લેવાયો છે. આ બેઠકમાં નીતિશ કુમાર, પ્રશાંત કિશોર, કે.સી.ત્યાગી અને પવન વર્મા સામેલ થયા હતા. આ તમામ વચ્ચે લગભગ ચાર કલાક ચર્ચા થઈ હતી. મીટિંગ પછી કહેવાયું કે JDU NDAની સાથે જ છે અને રહેશે. તો બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ કહ્યું કે, બિહારમાં NDAના નેતા નીતિશ કુમાર છે. તેઓએ વધુમાં કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પરંતુ બિહારના નેતા તો નીતિશ કુમાર જ છે.

   મોદીના નામ પર, નીતિશ કુમારના કામ પર વોટ માંગીશુ

   - સુશીલ મોદીએ કહ્યું કે, "દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, પરંતુ બિહારના નેતા નીતિશ કુમાર છે. અને તેથી જ બિહારમાં જે મત મળશે તે નરેન્દ્ર મોદીના નામ પર અને નીતિશ કુમારના કામના નામ પર મળશે."
   - જ્યારે બિહારના ઉપમુખ્યમંત્રી સીટની વ્હેંચણીને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, "કોઈ વિવાદ નથી, જ્યારે દિલ મળી ગયા તો સીટ શું મોટી વસ્તુ છે. ચૂંટણીમાં કોણ લડશે, કોણ નહીં. કોણ કેટલી બેઠક પર લડશે આ તમામ વાત જે દિવસે મળીશું તે દિવસે તમામ વાત નક્કી કરી જાહેર કરવામાં આવશે."

   પાર્ટીનું સ્ટેન્ડઃ બિહારમાં NDAમાં JDU, LJP અને RLSP સામેલ પરંતુ નેતા નીતિશ કુમાર જ

   - બેઠક પછી પવન વર્માએ કહ્યું કે, "બિહારમાં NDAના ગઠન JDU, BJP, LJP અને RLSPને મળીને થયું છે. પરંતુ બિહારમાં નેતા માત્ર નીતિશ કુમાર જ છે. તેઓ આ કારણથી જ હજુ સીએમ પણ છે. બિહારમાં નીતિશ જ દરેકની પ્રાથમિકતા છે." બેઠકમાં JDUને મજબૂત કરવા અને બીજા રાજ્યોમાં તેના પ્રસાર અંગે પણ વિચાર કરાયો.
   - રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા દ્વારા ભાજપને લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ ટિકિટ વ્હેંચણીની ભલામણ પર પવન વર્માએ કહ્યું કે, વાત પહેલાં કે પછીની નથી. કોઈપણ સંગઠનમાં સામેલ સાથી પક્ષો માટે સન્માન સૌથી મહત્વપૂર્ણ હોય છે.

   બિહારમાં નીતિશ સિવાય કોઈ મોટો ચહેરો નથી- પવન કુમાર

   - સાંસદ પવન વર્માએ કહ્યું કે, "પાર્ટીની બેઠક સમયાનુસાર થતી હોય છે. તેનો કોઈ ખાસ હેતુ ન નીકળવો જોઈએ."
   - શું JDU બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગને ફગાવેશ? આ પ્રશ્ન પૂછવા અંગે વર્માએ કહ્યું કે અમે કયારેય આ માગને લઈને પાછળ નથી હટ્યા. બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગને સતત કરતા રહીશુ. તો ગઠબંધનનો ચહેરો કોણ રહેશે, તે સવાલના જવાબમાં વર્માએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર જ ગઠબંધનનો ચહેરો હશે. હાલ બિહારમાં તેનાથી મોટો કોઈ ચહેરો નથી.
   - 7મી જૂને પટનાના જ્ઞાન ભવનમાં NDAનું મહાસંમેલન છે.

   જોકિહાટમાં બગડ્યું ગઠબંધનનું ગણિત

   - એક પછી એક પેટાચૂંટણીમાં મળેલી હારથી NDAના સાથી પક્ષો ચિંતિત છે. હાલમાં બિહારના જોકિહાટમાં થયેલી હારે NDAની આ ચિંતા વધારી દીધી છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બિહારમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો | Nitish Kumar is the face of NDA in Bihar said JDU
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `