ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» In a family dispute uncle did 3 rounds firing on nephew in Patna Bihar

  પારિવારિક વિવાદમાં માસાએ કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, માંડ બચ્યો ભાણિયો

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 01:28 PM IST

  નાના સાઢુ સુજીત મિશ્રાએ મોટા સાઢુના દીકરા સત્યમની હત્યા કરવા માટે તેના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું
  • સીસીટીવી ફૂટેજનો શોટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીસીટીવી ફૂટેજનો શોટ

   પટના: પારિવારિક વિવાદ એટલો બધો વધી ગયો કે નાના સાઢુ સુજીત મિશ્રાએ મોટા સાઢુના દીકરા સત્યમની હત્યા કરવા માટે તેના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. સત્યમને ગોળી ન વાગી અને તે માંડ માંડ બચી ગયો. ઘટના કદમકુઆં પોલીસ સ્ટેશનના કોંગ્રેસ મેદાન પાસે બુધવારે બની. ગોળી ચાલ્યા પછી વિસ્તારમાં અફડા-તફડી મચી ગઇ. સ્થાનિક લોકોએ પટના સિટીના કઠૌતિયા ગલીમાં રહેતા સુજીતને પકડવા માટે પીછો કર્યો પરંતુ તે બાઇક પર બેસી ફરાર થઇ ગયો.

   ગોળી ચલાવ્યા બાદ સુજીત ફરાર

   - સૂચના મળ્યા પછી ટાઉન ડીએસપી એસએ હાશમી, કદમકુઆં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અજય કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી ગઇ. પોલીસે સ્થળ પરથી એક ખોખું જપ્ત કર્યું છે.

   - ગણેશ લોહાનીપુરમાં પરિવારની સાથે રહે છે. ડીએસપીએ જણાવ્યું કે ગોળી ચલાવ્યા બાદ સુજીત ફરાર છે. આ બાબતે તેના પર હત્યાના પ્રયાસનો કેસ કદમકુઆં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
   - પોલીસ એ વાતનો પતો લગાવી રહી છે કે સુજીતનો કોઇ આપરાધિક રેકોર્ડ તો નથી ને? તેની પાસે એક પિસ્તોલ છે જેનાથી તેણે ગોળી ચલાવી. એક પિસ્તોલ અને પાંચ ગોળીઓ તેના ઘરમાંથી મળી આવી છે.

   સીસીટીવી કેમેરામાં ફૂટેજ કેદ

   - પોલીસે ઘટનાસ્થળ અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી. ઘટનાસ્થળથી થોડેક દૂર એક મકાન અને દુકાનમાં લાગેલા સીસીટીવીમાં સુજીતની તસવીર કેદ થઇ ગઇ. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે બાઇક પર આવ્યો છે. હેલમેટ પહેરી છે.

   - ગોળી ચલાવ્યા પછી તે ભાગી રહ્યો છે. તેના હાથમાં પિસ્તોલ છે. ત્યારબાદ પોલીસે આ ફૂટેજને સત્યમ અને તેના ઘરવાળાઓને બતાવી જેને તેમણે ઓળખી બતાવ્યો.

   દોસ્તને મળવા ગયો હતો સત્યમ, વિવાદ થયા પછી ચલાવી ગોળી

   - સત્યમના ઘરની પાસે જ કોંગ્રેસ મેદાન છે. બુધવારે તે કોઇ દોસ્તને મળવા ગયો હતો. આ દરમિયાન બાઇક પર તેના માસા સુજીત પહોંચ્યા. થોડીવાર સુધી બંને વચ્ચે ઝઘડો ચાલ્યો.

   - ત્યારબાદ અચાનક તેણે પિસ્તોલ કાઢી અને બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. એક ગોળી તેમના ખભા અને બગલ પાસેથી પસાર થઇ ગઇ તો બીજી તેના માથા પરથી નીકળી ગઇ.
   - ગોળી ચાલ્યા બાદ સત્યમ ત્યાંથી બચાઓ-બચાઓની બૂમો પાડતો ભાગી ગયો. તેની ચંપલ પણ ત્યાં છૂટી ગઇ. આ દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા.

   લોહાનીપુરમાં મચ્યો હોબાળો

   - સત્યમ પર ગોળીબાર થવાની સૂચના તેના લોહાનીપુરમાં આવેલા ઘરે પહોંચતા જ ત્યાં હોબાળો મચી ગયો. ઘર અને પાડોશના લોકો થોડીવારમાં જ કોંગ્રેસ મેદાન પહોંચ્યા.

   - ગણેશ અને તેની પત્નીએ જ્યારે સત્યમને સહીસલામત જોયો ત્યારે રાહતનો શ્વાસ લીધો. આ ઘટના પછી વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In a family dispute uncle did 3 rounds firing on nephew in Patna Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `