ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉત્તર, વાયવ્યના રાજ્યોમાં 3 દિવસ સુધી વરસાદ-વાવાઝોડાની ચેતવણી | IMD issues a thunderstorm alert of 3 days for north and north-west states

  દેશના 20થી વધુ રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી

  Bhaskar News | Last Modified - May 17, 2018, 08:31 PM IST

  હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વાવાઝોડા અને વરસાદની સંભાવના વ્યકત કરી છે.
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ફરી ધૂળભરી આંધી આવી શકે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ફરી ધૂળભરી આંધી આવી શકે છે.

   નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશભરના 20થી વધારે રાજ્યોમાં ફરી એકવાર તોફાની વાવાઝોડાનો ખતરો પેદા થયો છે. હવામાન વિભાગે એડવાઇઝરી જાહેર કરીને આગામી 3 દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વાવાઝોડા અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં ફરી ધૂળભરી આંધી આવી શકે છે. ગુરુવારે પણ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ખરાબ મોસમની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

   ક્યા રાજ્યો માટે આપી ચેતવણી?

   - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, તટીય આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, લક્ષદીપના કેટલાક વિસ્તારોમાં ઝડપી હવા સાથે આંધીની એલર્ટ આપી છે.

   ઉત્તર ભારતમાં 15 દિવસમાં મોસમમાં વારંવાર ફેરફાર

   - ઉત્તર ભારતમાં છેલ્લા 15 દિવસમાં મોસમના મિજાજમાં ઝડપી બદલાવ જોવા મળ્યો છે. મેના પ્રથમ સપ્તાહમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તોફાની વાવાઝાડાના કારણે 120થી વધારે લોકોનું મોત થઇ ચૂક્યું છે.
   - વળી, આ સપ્તાહમાં પણ રવિવાર અને સોમવારે ઝડપી વાવાઝોડાના કારણે 86 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન 136 લોકો ઘાયલ પણ થયા. 50થી વધારે મોત ઉત્તરપ્રદેશમાં થયા. બિહારમાં પણ અનેક લોકોના મોત નીપજ્યા. ગૃહ મંત્રાલયે વાવાઝોડા અને વીજળી પડવાથી ભારે નુકસાન થયાનું જણાવ્યું હતું.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉત્તર, વાયવ્યના રાજ્યોમાં 3 દિવસ સુધી વરસાદ-વાવાઝોડાની ચેતવણી | IMD issues a thunderstorm alert of 3 days for north and north-west states
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top