Divya Bhaskar

Home » National News » Latest News » National » હવામાન વિભાગે આગામી દિવસોમાં આંધી-તોફાનની શક્યતા વ્યક્ત કરી | Dust storms Rain and severe thunderstorms

યુપી-રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં 3 દિવસ આંધી-તોફાનની આશંકાઃ IMD

Divyabhaskar.com | Updated - May 04, 2018, 06:48 PM

હવામાન વિભાગે શનિવારે 5થી 7 મે વચ્ચે દેશના 10 રાજ્યોમાં તેજ આંધી-તોફાનની આશંકા વ્યક્ત કરી છે.

  • હવામાન વિભાગે આગામી દિવસોમાં આંધી-તોફાનની શક્યતા વ્યક્ત કરી | Dust storms Rain and severe thunderstorms
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વરસાદ અને આંધીના કારણે યુપીમાં 73 અને રાજસ્થાનમાં 36 લોકોના મોત થયા હતા

    નવી દિલ્હીઃ ધૂળભરી આંધી અને વાવાઝોડાંનો ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે શનિવારે 5થી 7 મે વચ્ચે દેશના 10 રાજ્યોમાં તેજ આંધી-તોફાનની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર-પૂર્વ અને દક્ષિણના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની પણ ચેતવણી આપી છે. બુધવારે રાત્રે દેશના ઉત્તરી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી જેની અસરથી ગુરૂવારે દક્ષિણી રાજ્યોમાં જોરદાર વરસાદ થયો હતો. વાતાવરણમાં થયેલાં ફેરફારની 12 રાજ્યોમાં અસર પડી હતી. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાં તેજ હવા ચાલી હતી. તો તેલંગાણઆ, બંગાળ અને આંધ્રપ્રદેશમાં આંધીની સાથે વરસાદ પડ્યો હતો. જેમાં 133થી વધુ લોકોના મોત થયા હતા, તો 300થી વધુ ઘાયલ થયા હતા.

    આ રાજ્યોમાં તોફાન અને વરસાદનો ખતરો


    - હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5થી 7 મે સુધી ઉત્તરાખંડ, રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થાનો પર આંધી તોફાનની આશંકા છે. આ દરમિયાન તામિલનાડુ, કેરળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાના કેટલાંક સ્થેલ ભારે વરસાદ પણ પડી શકે છે.
    - હવામાન વિભાગે જણાવ્યું કે વાતાવરણમાં તોફાન અને આંધી આવે તે સામાન્ય ઘટના છે. વાતાવરણમાં કેટલીક એવી સ્થિતિઓ બનેલી છે જેનાથી તોફાન આવી શકે છે. દેશના ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વી અને દક્ષિણી વિસ્તારોમાં તોફાનની આશંકા છે. તે માટે એલર્ટ પણ જાહેર કરાયું છે.

    તારીખોમાં જાણો, ક્યાં શું થઈ શકે છે?


    05 મેઃ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં તેજ હવા અને આંધી આવી શકે છે.
    06 મેઃ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં તેજ હવાની સાથે આંધી આવી શકે છે.
    07 મેઃ હિમાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં તેજ હવાઓની સાથે કરા પડી શકે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં આંધી અને તેજ હવા ચાલી શકે છે. પશ્ચિમી રાજસ્થાનના કેટલાંક ભાગોમાં વંટોળિયો ફુંકાય શકે છે.

    3 દુર્લભ વેધર સિસ્ટમનું કોમ્બિનેશન લાવ્યું તોફાન, મોનસૂન પર નહીં પડે અસર


    - ત્રણ દુર્લભ વેધર સિસ્ટમના કોમ્બિનેશને આવી સ્થિતિ બનાવી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની ઉપર સાઈક્લોનિક સર્કયૂલેશન બનાવ્યું છે. જેનાથી ગાજવીજવાળા વાદળા બને. આ પેટર્ન યુપી થઈને બિહાર પહોંચી જ્યાં બંગાળની ખાડીમાંથી આવતું ઉષ્ણ તાપમાન મળ્યું પરિણામે તોફાન જેવું વાતાવરણ બન્યું હતું.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • હવામાન વિભાગે આગામી દિવસોમાં આંધી-તોફાનની શક્યતા વ્યક્ત કરી | Dust storms Rain and severe thunderstorms
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજસ્થાનમાં આંધી અને તોફાનના કારણે વિજળી વિભાગને એક દિવસમાં (2 મેનાં રોજ) 40થી 50 કરોડનું નુકસાન થયું
  • હવામાન વિભાગે આગામી દિવસોમાં આંધી-તોફાનની શક્યતા વ્યક્ત કરી | Dust storms Rain and severe thunderstorms
    ગુરૂવારે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાં તેજ હવા ચાલી હતી. તો તેલંગાણા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં તોફાનની સાથે વરસાદ થયો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending