તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IL&FS ટાઈટેનિક જહાજ છે, જો તે ડૂબશે તો તોફાન આવી જશે: સરકાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રએ કહ્યું- કંપની પર 91000 કરોડનું  દેવું છે, તેનો બે તૃતીયાંશ હિસ્સો સરકારી બેન્કોના ખાતામાં છે, જો આ લોન ડૂબશે તો દેશની અર્થવ્યવસ્થા ડૂબી જશે...

 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિસ (IL&FS)ના રૂપમાં કોઈ કંપનીને નહીં, પણ આર્થિક સમુદ્રના ટાઈટેનિક જહાજને બચાવી રહી છે. જેના ડૂબવાથી મોટું નુકસાન થઈ શકે છે. સરકારે ટ્રિબ્યુનલમાં જણાવ્યું કે તેને ડર છે કે જો IL&FS ડૂબી જશે તો ફાઈનાન્સિયલ માર્કેટને મોટો ફટકો પડશે. એ જ કારણ છે કે તે તેના રક્ષણ માટે પગલું લેવા મજબૂર થઈ છે. કંપની મામલાના મંત્રાલય તરફથી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં દાખલ કરેલી 36 પાનાની અરજીમાં IL&FSને ‘ટાઈટેનિક જહાજ’ ગણાવતાં કંપનીના બોર્ડ ઓફ‌ ડિરેક્ટર્સ પર ખરાબ મેનેજમેન્ટનો આરોપ મૂક્યો છે.

 

 દેશની આર્થિક સ્થિરતા પર માઠી અસર પડી શકે છે

 

સરકારે પોતાની અરજીમાં કહ્યું કે IL&FSને બચાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે કંપની પર 91 હજાર કરોડનું એકત્રિત દેવું છે જેનો આશરે બે તૃતીયાંશ હિસ્સો સરકારી બેન્કોના ખાતામાં છે. જ્યારે દેશની બેન્કિંંગ અને નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NVFC) આ દેવાના 16% IL&FS પાસે છે. સરકારે વધુમાં કહ્યું કે- ‘ભવિષ્યમાં ગ્રૂપ કંપનીઓ દ્વારા લોનની ભરપાઈ નહીં થાય તો દેશની આર્થિક સ્થિરતા પર માઠી અસર પડી શકે છે.’ સરકારે કહ્યું કે ‘તેની (IL&FS)ની મૂડી એકત્રિત કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આગળ ધપાવવાની ક્ષમતા ઘટવાથી સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, ફાઈનાન્સિયલ માર્કેટ અને ઇકોનોમી માટે બહુ નુકસાનકારક સાબિત થશે.

 

2009ના સત્યમ કૌભાંડ સાથે IL&FS સંકટની તુલના 

 

IL&FS 30 વર્ષ જૂની કંપની છે. અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે લોન આપે છે. સપ્ટેમ્બરના અંત સુધી તે પોતાની 38 હજાર કરોડ રૂપિયાની જવાબદારી ચૂક્તે કરી શકી નથી. આ મામલાની તુલના હવે 2009ના સત્યમ કૌભાંડ સાથે થઈ રહી છે.  IL&FSએ દેશના મોટા પ્રોજેક્ટમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે જેમાં દિલ્હી-નોઈડા ટોલબ્રિજ, IL&FS તમિલનાડુ પાવર કંપની, જમ્મુ અને શ્રીનગર વચ્ચે દરેક મોસમમાં ખૂલનારી પટણીટોપ સુરંગ મુખ્ય છે. 

અન્ય સમાચારો પણ છે...