ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ડિજિટલ પેમેન્ટ કરશો તો MRP પર 100 રૂ. સુધી ડિસ્કાઉન્ટ મળશે | If you make a digital payment, then Rs 100 for an MRP Get discounts until

  ડિજિટલ પેમેન્ટ કરશો તો MRP પર 100 રૂ. સુધી ડિસ્કાઉન્ટ મળશે

  New Delhi | Last Modified - Apr 30, 2018, 02:54 AM IST

  4 મેએ GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે
  • ડિજિટલ પેમેન્ટ કરશો તો MRP પર 100 રૂ. સુધી ડિસ્કાઉન્ટ મળશે
   ડિજિટલ પેમેન્ટ કરશો તો MRP પર 100 રૂ. સુધી ડિસ્કાઉન્ટ મળશે

   પ્રતિકાત્મક તસવીર

   નવી દિલ્હી: ખરીદી બાદ ડિજિટલ રીતે ચુકવણી કરવા પર ગ્રાહકને એમઆરપી પર ડિસ્કાઉન્ટ મળશે. જે કંપનીઓ ડિજિટલ લેવડ-દેવડ કરશે તેમના માટે કેશબેકની ઓફર અપાશે. ગ્રાહકને વધારેમાં વધારે 100 રૂ.નું ડિસ્કાઉન્ટ અપાશે. કંપનીઓનું કેશબેક તેમના ડિજિટલ ટર્નઓવર પર આધારિત હશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રાલયનો રાજસ્વ વિભાગ આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે.

   જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા થઇ શકે છે. નાણામંત્રી અરુણ જેટલીના વડપણ હેઠળ કાઉન્સિલની આગામી બેઠક 4 મેના રોજ યોજાશે. સુત્રો મુજબ આ મુદ્દે પીએમઓમાં બેઠક યોજાઈ હતી. જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે અનેક રીત પર વિચારણાં કરાઈ હતી. ત્રીજી રીત કંપનીઓ માટે ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાની છે. એ પણ ડિજિટલ રીતે કરેલા કારોબાર પર નિર્ભર રહેશે. આ પણ એવી જ રીતે કામ કરશે જેમ હાલ કંપની કાચા માલ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરે છે. વધુ એક ઉપાય હેઠળ કંપનીઓ જીએસટીની દેણદારીમાંથી કેશબેક કે ક્રેડિટ બરાબર રકમ કરી શકે છે.

   કંપનીઓને કેશબેકનો વિકલ્પ સૌથી યોગ્ય, દુરુપયોગ મુશ્કેલ

   રાજસ્વ વિભાગે કેશબેકનો વિકલ્પ સૌથી યોગ્ય ગણાવ્યો છે. એક તો તેને લાગુ કરવું સરળ હશે અને બીજું કે તેનો દુરુપયોગ નહીં થઈ શકે. કંપની જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો દાવો કરશે, અધિકારી તેની ચકાસણી સરળતાથી કરી શકશે. તેના બાદ કેશબેકની રકમ તેમના બેન્કખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે.

   ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર અપાશે

   દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે નવી ટેલીકોમ પોલિસીમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવા પર ફોકસ કરાશે. પોલિસીનો ડ્રાફ્ટ 1 મેના રોજ જારી થશે. સુત્રો મુજબ તેમાં બ્રોડબેન્ડની ટેક્નોલોજી દેશમાં જ તૈયાર કરવા માટે પ્રોત્સાહન અપાશે. તેનાથી ટેલીકોમ સેક્ટરમાં 40 લાખ નવો રોજગાર પેદા થશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડિજિટલ પેમેન્ટ કરશો તો MRP પર 100 રૂ. સુધી ડિસ્કાઉન્ટ મળશે | If you make a digital payment, then Rs 100 for an MRP Get discounts until
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top