Divya Bhaskar

Home » National News » Latest News » National » વૃદ્ધ મા-બાપને તરછોડ્યાં તો 6 મહિનાની જેલ | If you have forsaken old parents, then 6 months in jail

વૃદ્ધ મા-બાપને તરછોડ્યાં તો 6 મહિનાની જેલ

Divyabhaskar.com | Updated - May 13, 2018, 02:39 AM

વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ કાયદો, 2018નું નવું નામ આપવામાં આવ્યું છે

  • વૃદ્ધ મા-બાપને તરછોડ્યાં તો 6 મહિનાની જેલ | If you have forsaken old parents, then 6 months in jail

    નવી દિલ્હી: વૃદ્ધ મા-બાપને નિરાધાર છોડવા કે હેરાન કરનારાં સંતાનોને 6 મહિનાની જેલ થઇ શકે છે. હાલમાં તેના માટે ત્રણ મહિનાની જેલની જોગવાઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ સાથે સંકળાયેલા વર્ષ 2007ના કાયદાને વધુ કડક બનાવવા જઇ રહી છે. તેને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ કાયદો, 2018નું નવું નામ આપવામાં આવ્યું છે. મંજૂરી મળ્યા પછી આ 2007ના જૂના કાયદાનું સ્થાન લેશે. ડ્રાફ્ટમાં માસિક ભરણપોષણ ભથ્થાંની 10,000ની મહત્તમ મર્યાદા પણ દૂર કરી દેવાઇ છે. સંતાનો વધુ કમાતાં હશે તો તેમની પાસેથી વધુ ભથ્થું પણ લઇ શકાશે. જો બાળકો માતા-પિતાની દેખરેખ નહીં રાખે તો તેઓ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલમાં જઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending