ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» If the PM was throwing a note-blanket file in a trash

    ‘ હું PM હોત તો નોટબંધીની ફાઇલ કચરાપેટીમાં ફેંકી દેત’: રાહુલ ગાંધી

    Bhaskar news, Singapore | Last Modified - Mar 11, 2018, 03:15 AM IST

    મલેશિયામાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું- નોટબંધીની ફાઇલ લાવનારાને બહારનો રસ્તો દેખાડ્યો હોત
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      સિંગાપોર: નોટબંધીની ભારે ટીકા કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે નોટબંધીનું પગલું સારું ન હતું. જો હું વડાપ્રધાન હોત તો નોટબંધીની ફાઇલને કચરાપેટીમાં ફેંકી દીધી હોત અને આ દરખાસ્ત લાવનારાને બહારનો રસ્તો દેખાડી દીધો હોત.

      રાહુલ ગાંધી દક્ષિણ-પશ્ચિમ દેશોની પાંચ દિવસની મુલાકાતે છે. શનિવારે તેઓ મલેશિયામાં હતા. કુઆલાલુમ્પુરમાં ભારતીય નાગરિકો સાથેની વાતચીત દરમિયાન એક વ્યક્તિએ તેમને પૂછ્યું હતું કે તમે વડાપ્રધાન હોત તો નોટબંધીને કઇ રીતે લાગુ કરી હોતω. તેના જવાબમાં રાહુલે ઉક્ત જવાબ આપ્યો હતો. સાથે ઉમેર્યું હતું કે મને લાગે છે કે તમામ માટે ખરાબ કહેવાય તેવી નોટબંધી સાથે આવું કરવાની જ જરૂર હતી.

      આ વાત કોંગ્રેસે તેના ટિ્વટર હેન્ડલ પર રાહુલના વીડિયો સાથે શેર કરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર, 2016માં એકાએક 500 અને 1000ની નોટો પાછી ખેંચી દેશભરમાં નોટબંધી લાગુ કરી હતી. ત્યારથી રાહુલ તેનો વિરોધ કરતા આવ્યા છે. અગાઉ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પણ તેમણે કહ્યું હતું કે મોદીએ નોટબંધી અને ઉતાવળમાં જીએસટી લાગુ કરવા જેવા અવિચારી પગલાંથી દેશના અર્થતંત્રને ભયંકર જોખમમાં મૂકી દીધું છે.

      વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: If the PM was throwing a note-blanket file in a trash
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `