તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ એકલા હાથે બહુમતથી દૂર, કોંગ્રેસને મળશે 80 બેઠકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવો અને રાફેલ ડીલ પર રાજકીય ધમાસાણને જનતા એકીટસે જોઈ રહી છે. આ બે મુદ્દાના બળે વિપક્ષે કેન્દ્રની મોદી સરકારની પ્રતિષ્ઠા પર જોરદાર પ્રહાર કર્યો છે. તો, બીજી બાજુ વિપક્ષના મહાગઠબંધન બનાવવાની કવાયતને પણ આંચકા લાગ્યા છે. એટલે કે વિપક્ષ હજુ પણ મહાગઠબંધનની રાહ જોઇ રહ્યો છે. જ્યારે મોદી સરકાર રાફેલ વિવાદમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. ગુજરાતમાં ભાજપને 24 જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળવાનું અનુમાન છે. 2014માં ભાજપને તમામ 26 બેઠક મળી હતી. આગામી વર્ષ 2019માં કેન્દ્ર અને અનેક રાજ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી થવાનું છે. 

 

અત્યારે ચૂંટણી થાય તો NDAને 276, UPAને 112 બેઠક

 

શાસક અને વિપક્ષ બંનેએ રણનીતિ ઘડવા માંડી છે. લોકસભાની ચૂંટણી યોજાવામાં હવે 6 મહિનાનો સમય રહ્યો છે ત્યારે એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળી મતદારોનો મૂડ પારખવાનો પ્રયત્ન કર્યો છે. સરવે મુજબ જો અત્યારે લોકસભા ચૂંટણી યોજાય તો હાલના ગઠબંધનના હિસાબે એનડીએને 276, યુપીએને 112 અને અન્યોને 155 બેઠકો મળી શકે છે. એટલે કે ફરી એક વખત એનડીએ સરકાર પૂર્ણ બહુમતિથી બની શકે, પરંતુ 2014ની તુલનાએ તેની બેઠકો ઘટતી દેખાય છે. મહત્વની વાત અે છે કે એનડીએમાં ભાજપને 248 અને સાથી પક્ષોને 28 બેઠકો મળી શકે. જ્યારે યુપીએમાં કોંગ્રેસને 80 અને સાથી પક્ષોને 32 બેઠકો મળી શકે છે.

 

ગુજરાતમાં ભાજપને 24, કોંગ્રેસને 2 બેઠકનું અનુમાન

 

 

હાલના જોડાણના હિસાબે
 
એનડીએ276
યુપીએ112
અન્ય155

 

 

પીએમ તરીકે કોણ પસંદ ?

 

સમયમોદીરાહુલ
201769%26%
જાન્યુ.‘1866%28%
અત્યારે60%34%

 

ભાજપને 248, સહયોગીને 28, કોંગ્રેસને 80, સહયોગીને 32 બેઠક મળે