Home » National News » Latest News » National » ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ સવાલ ગૂગલ પર પૂછતાં જવાબ સાચો, ફોટો ખોટો | India first PM on Google is Nehru with image of Modi

ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? ગૂગલ પર મળી રહ્યો છે આ જવાબ

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 12:30 PM

ગૂગલ પર કોઈપણ સમસ્યાનું સમાધાન ગણતરીની સેકન્ડમાં જ શક્ય બને છે. જો કે આ ઉત્તર દરેક વખતે સાચો જ હોય તેવું પણ નથી.

 • ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ સવાલ ગૂગલ પર પૂછતાં જવાબ સાચો, ફોટો ખોટો | India first PM on Google is Nehru with image of Modi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૂગલ પર દેશના પ્રથમ વડાપ્રધાન અંગે પૂછતાં જવાહરલાલ નેહરૂના નામના સાથે મોદીનો ફોટો જોવા મળે છે

  નેશનલ ડેસ્કઃ ઈન્ટરનેટનો વ્યાપ વધતાં દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ટરનેટ પર કંઈપણ સર્ચ કરવું ઘણું જ આસાન બની ગયું છે. જો કોઈ સવાલ પર કંઈ જ ખ્યાલ ન પડે તો લોકો ઝટથી ગૂગલ પર તેનો જવાબ શોધવાના પ્રયાસો કરે છે. ગૂગલ પર કોઈપણ સમસ્યાનું સમાધાન ગણતરીની સેકન્ડમાં જ શક્ય બને છે. જો કે આ ઉત્તર દરેક વખતે સાચો જ હોય તેવું પણ નથી. હાલમાં જ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

  નામ નેહરૂનું, ફોટો મોદીનો


  - ગૂગલને અનેક પ્રકારનાં સવાલોના જવાબ પૂછવામાં આવે છે. જો કે ગૂગલ આજકાલ એક નાના સવાલનો જવાબ ખોટો આપી રહ્યું છે. ગૂગલની આ ભૂલ ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ રહી છે.
  - ગૂગલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? તે સવાલ કરતાં નામ જવાહરલાલ નેહરૂનું જ આવે છે. પરંતુ ફોટો નરેન્દ્ર મોદીનો આવે છે.
  - India First PM ટાઈપ કરવાથી નરેન્દ્ર મોદીનો ફોટો સામે આવે છે.
  - ગૂગલ આ પરિણામ વિકીપિડિયાના અહેવાલથી દેખાડે છે. ત્યાં પણ સર્ચ કરનારને પીએમ મોદીનો જ ફોટો સૌથી પહેલાં જોવા મળે છે.
  - આ સાથે નીચે ભારતના વડાપ્રધાનોની સૂચી જોવા મળી હતી. બુધવારે સૌથી પહેલાં લોકોએ આ જોયું હતું. ધીમે ધીમે ટ્વિટર પર આ વાયરલ થઈ ગયું. અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. તો કેટલાંક સ્ક્રીનશોટ્સની સાથે પોસ્ટ કર્યું હતું.

  લોકોએ Googleને ટેગ કરીને પૂછ્યાં સવાલ


  - આ વિવાદ પછી કેટલાંક લોકોએ ગૂગલને ટેગ કરીને 'વર્લ્ડ વાઇબ વેબ'ને સવાલ પૂછવાનું શરૂ કરી દીધું જેમાં કહેવામાં આવ્યું કે PM મોદી વિરૂદ્ધ આ એક ષડયંત્ર છે.
  - એક વ્યક્તિએ ટ્વીટ કરીને કહ્યું કે, "ગૂગલ પર એક અલગ જ પ્રકારનું સર્ચ જોવા મળી રહ્યું છે, જ્યાં ભારતના પ્રથમ પીએમ અંગે સર્ચ કરતાં રિઝલ્ટમાં જવાહરલાલ નેહરૂની જગ્યાએ પીએમ મોદીની તસ્વીર જોવા મળી રહી છે, જે ઘણી જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આ પ્રકારની ભૂલ ગૂગલ દ્વારા કઈ રીતે કરવામાં આવી શકે છે. અને શું આ ગૂગલ દ્વારા કરવામાં આવ્યું છે?"


  ગૂગલની આ પહેલી ભૂલ નથી


  - ગૂગલથી આ પ્રકારની ભૂલ પહેલી વખત નથી થઈ. પહેલાં પણ આ પ્રકારના મામલાઓ સામે આવ્યાં છે.
  - 2015માં પણ આ પ્રકારની ભૂલ સામે આવી હતી.
  - આ પહેલાં ગૂગલ પર વિશ્વના 10 મોટાં ગુનેગારોની યાદી સર્ચ કરવા પર પણ ભારતના પીએમ નરેન્દ્ર મોદી તસ્વીર આવતી હતી. જેના પર કંપનીએ માફી માંગી હતી.
  - આટલું જ નહીં ગૂગલ સર્ચ ત્યારે પણ ચર્ચામાં રહ્યું જ્યારે વિશ્વના સૌથી સ્ટુપિડ વડાપ્રધાનોની યાદીમાં પણ ભારતના પીએમ મોદી જોવા મળ્યાં હતા.

  ગૂગલની ચોખવટ પણ આવી ભૂલ માત્ર ભારતના નેતાઓની જ કેમ?


  - ગૂગલે આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારા અલ્ગોરિધમ પોતાની જાતે જ કેટલાંક સવાલો પૂછવામાં આવતાં વેબ પેજ પર લાગેલી આ તસ્વીરોને ઉઠાવી લે છે.
  - ગૂગલ દ્વારા આપવામાં આવેલી આ સ્પષ્ટતા યોગ્ય પણ છે. જો કે ફેક ન્યૂઝ સહિત પર એકશન લેવાનો દાવો કરનાર આ ઈન્ટરનેટ જોઈન્ટે આવી ભૂલ પર ધ્યાન આપવું જોઈએ. કેમકે અમેરિકાના પહેલાં રાષ્ટ્રપતિ અંગે સર્ચ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો સૌથી પહેલાં સામે નથી આવતો.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ સવાલ ગૂગલ પર પૂછતાં જવાબ સાચો, ફોટો ખોટો | India first PM on Google is Nehru with image of Modi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૂગલ દ્વારા આ પ્રકારની ભૂલ અનેક વખત સામે આવી છે
 • ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ સવાલ ગૂગલ પર પૂછતાં જવાબ સાચો, ફોટો ખોટો | India first PM on Google is Nehru with image of Modi
  ગૂગલની ભૂલ બાદ કેટલાંક લોકોએ સ્ક્રિન શોટ લઈ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કર્યો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ