ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Idea of IIT Student saved life of passeger in Flight of Geneva to Delhi

  IIT વિદ્યાર્થીના જુગાડે બચાવ્યો મુસાફરનો જીવ, ઇન્સ્યુલિન પેનમાં નાખી બોલપેન સ્પ્રિંગ

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 02:55 PM IST

  કાર્તિકેયે ફ્લાઇટમાં હાજર એક ડોક્ટરની ઇન્સ્યુલિન પેન લીધી, તેમાં પેનની સ્પ્રિંગ નાખી અને તેને ઉપયોગને લાયક બનાવી દીધી
  • કાર્તિકેય મંગલમ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્તિકેય મંગલમ

   કાનપુર: આઇઆઇટી-કાનપુરના એન્જિનિયરિંગના વિદ્યાર્થી કાર્તિકેય મંગલમની જુગાડુ ટેક્નોલોજીએ ફ્લાઇટમાં એક મુસાફરનો જીવ બચાવી લીધો. બે દિવસ પહેલા કાર્તિકેય જે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યો હતો, તેમાં એક મુસાફરનું શુગર લેવલ ખરાબ થઇ ગયું. પેસેન્જર પોતાની ઇન્સ્યુલિન પેન ઘરે ભૂલી ગયો હતો. આ સંજોગોમાં કાર્તિકેયે ફ્લાઇટમાં હાજર એક ડોક્ટરની ઇન્સ્યુલિન પેન લીધી, તેમાં પેનની સ્પ્રિંગ નાખી અને તેને ઉપયોગને લાયક બનાવી દીધી. કાર્તિકેયના આ પરાક્રમ પર તેમની ઇન્સ્ટિટ્યૂટને પણ ગર્વ છે.

   આ રીતે કર્યું પરાક્રમ

   - ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર IIT-કાનપુરે પોતાના આટલા હોંશિયાર વિદ્યાર્થીની સૂઝબૂઝનો આખો કિસ્સો શેર કર્યો છે.

   - મામલે જીનીવાથી નવી દિલ્હી આવી રહેલી એક ફ્લાઇટનો છે. કાર્તિકેય જીનીવાથી આ ફ્લાઇટમાં બેઠો હતો. મોસ્કો એરપોર્ટ પર એક પેસેન્જર થોમસ પણ આ ફ્લાઇટમાં સવાર થયો.
   - ફ્લાઇટને મોસ્કોથી ઉડ્યાને 5 કલાક વીત્યા અને થોમસની તબિયત બગડવા લાગી. શુગર લેવલમાં ગરબડ થવાને કારણે તેને ઘણી બેચેની થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા.
   - ખબર પડી કે થોમસ પોતાની ઇન્સ્યુલિન પેન સાથે લાવવાનું જ ભૂલી ગયો છે. ફ્લાઇટમાં હાજર ડોક્ટરોએ પ્રાથમિક ઇલાજ કર્યો પણ કામ ન આવ્યો.
   - ડોક્ટરો પાસે ઇન્સ્યુલિન પેન તો હતી, પરંતુ તેમાં થોમસની કાર્ટ્રિજ (નીડલ) ફિટ નહોતી થઇ રહી. ઇમરજન્સી લેન્ડિંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો.
   - સૌથી નજીકના એરપોર્ટ પર લેન્ડિંગમાં પણ એક કલાકનો સમય લાગે એમ હતો. આ દરમિયાન થોમસ બેભાન પણ થઇ ગયો. ત્યારે કાર્તિકેયે તેની સૂઝબૂઝ બતાવી.
   - તેણે ડોક્ટર પાસેથી તેમની ઇન્સ્યુલિન પેન લીધી. ફ્લાઇટના વાઇફાઇનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર જોયું કે ઇન્સ્યુલિન પેનની બનાવટ કેવી હોય છે અને તે કેવી રીતે કામ કરે છે.
   - કાર્તિકેયને ખ્યાલ આવ્યો કે પેનમાં એક સ્પ્રિંગની ઉણપ છે. તે મળી જાય તો ઇન્સ્યુલિન પેનને થોમસ માટે ઉપયોગી બનાવી શકાય છે. તેમણે તાત્કાલિક ફ્લાઇટમાં હાજર લોકો પાસે તેમની પેન માંગી.
   - પેનની રિફિલની સાથે આવતી સ્પ્રિંગ કાઢી અને તેને ઇન્સ્યુલિન પેનમાં ફિટ કરી દીધી. હવે ઇન્સ્યુલિન પેનમાં થોમસની કાર્ટ્રિજ ફિટ થઇ ગઇ અને ડોક્ટરોએ તેનાથી થોમસને ડોઝ આપીને તેનો જીવ બચાવી લીધો.

   કાર્તિકેય બોલ્યો- 'પહેલા વર્ષમાં શીખ્યા હતા બેઝિક્સ'

   - કાર્તિકેય બોલ્યો- 'મેં ઇન્સ્યુલિન પેનને થોમસ માટે ઉપયોગી બનાવવા જે પદ્ધતિનો ઉપયોગ કર્યો, તે એન્જિનિયરિંગ બેઝિક્સ છે. અમને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં જ આ બેઝિક્સ શીખવાડવામાં આવ્યા હતા. તેમાં કોઇ મોટી વાત નથી. એનાથી મોટી કોઇ વાત ન હોઇ શકે કે તમે તમારા ભણતરનો ઉપયોગ કોઇનો જીવ બચાવવા માટે કરી શકો.'

   - દિલ્હીમાં ફ્લાઇટ લેન્ડ થયા પછી થોમસને કાર્તિકેયે જ ત્યાંની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થોમસ મૂળે એમ્સટર્ડેમનો રહેવાસી છે. ત્યાં તે રેસ્ટોરન્ટ અને બેકરી ચલાવે છે. તેણે જીવ બચાવનાર કાર્તિકેયનો ખૂબ આભાર માન્યો. સાથે જ એમ્સટર્ડેમ ફરવા આવવાનું અને તેમના રેસ્ટોરન્ટમાં જમવાનું આમંત્રણ પણ આપ્યું છે.

  • ઓફિશિયલી ટ્વિટર અકાઉન્ટ પર આઇઆઇટી-કાનપુરે પોતાના આ હોંશિયાર વિદ્યાર્થીની સૂઝબૂઝનો આખો કિસ્સો શેર કર્યો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓફિશિયલી ટ્વિટર અકાઉન્ટ પર આઇઆઇટી-કાનપુરે પોતાના આ હોંશિયાર વિદ્યાર્થીની સૂઝબૂઝનો આખો કિસ્સો શેર કર્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Idea of IIT Student saved life of passeger in Flight of Geneva to Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top