ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Videocon Loan ICICI Bank Chairman defend to Bank CEO Chanda Kochar

  ચંદા કોચર લોન મંજૂરીના ચેરપર્સન ન હતા- બચાવમાં ICICI ચેરમેન

  Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 09:44 AM IST

  વીડિયોકોન લોન કેસમાં ICICI બેંકના ચેરમેન એમ.કે.શર્માએ બેંકના CEO ચંદા કોચરનો બચાવ કર્યો છે.
  • ચંદા કોચર પર વીડિયોકોનના માલિક વેણુગોપલા ધૂતની મદદથી પોતાના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને લાભ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદા કોચર પર વીડિયોકોનના માલિક વેણુગોપલા ધૂતની મદદથી પોતાના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને લાભ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ વીડિયોકોન લોન કેસમાં ICICI બેંકના ચેરમેન એમ.કે.શર્માએ બેંકના CEO ચંદા કોચરનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે કોચર લોનને મંજૂરી આપનારી ક્રેડિટ કમિટીમાં સામેલ હતા, પરંતુ તે તેની ચેરપર્સન ન હતી. સાથે જ ચંદા કોચરે રિઝર્વ બેંક અને બેન્કિંગ સેકટરના વાયદાઓ મુજબ તમામ ડિસ્ક્લોઝર પણ આપ્યાં હતા. તેઓએ એમ પણ કહ્યું કે કોઈપણ એક શખ્સ એકલો કોઈ કર્જદારને ફાયદો ન પહોંચાડી શકે

   શું છે મામલો?

   - ઈન્ડિયન એક્સ્પ્રેસમાં છપાયેલાં સમાચાર મુજબ દાવો કરાયો છે કે વીડિયોકોન ગ્રુપને ICICI બેંકે 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી. જેનો 86% હિસ્સો જ ચુકવવામાં આવ્યો છે. બાદમાં વીડિયોકોનની મદદથી બનેલી એક કંપની ICICI બેંકના MD અને CEO ચંદા કોચરના પતિ દીપક કોચરના ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ચંદા કોચર પર વીડિયોકોનના માલિક વેણુગોપલા ધૂતની મદદથી પોતાના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને લાભ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

   રેગ્યુલેટર્સના તમામ સવાલોના સંતોષજનક જવાબ આપ્યાં હતા

   - ટીવી ચેનલ્સ પર ગુરૂવારે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ICICIના ચેરમેને સંકેત આપ્યાં કે રેગ્યુલેટર (RBI)એ મામલા દખલ કર્યું હતું, પરંતુ બેંકે તમામ સવાલોના સંતોષજનક જવાબ આપ્યાં હતા.
   - જો કે, તેઓએ કહ્યું કે આ વિશેષાધિકાર અંતર્ગત થયેલું કોમ્યુનિકેશન હતું એવામાં તે અંગેની ડિટેઈલ્સ ન આપી શકાય.

   આવી રીતે કર્યો કોચરનો બચાવ

   - શર્માએ કહ્યું કે, "બોર્ડ તે વાત સાથે સહમત નથી કે આ ટકરાવનો મામલો છે, કેમકે વીડિયોકોના ગ્રુપ નૂપાવરમાં રોકાણકાર નથી. એવામાં ચંદા કોચરની કમિટી તરફથી સ્પષ્ટતા કરવાની કોઈ જ જરૂર નથી."
   - શર્માએ વધુમાં કહ્યું કે, "લોનની મંજૂરી આપનારી કમિટીના અધ્યક્ષ તે સમયે બેંકના ચેરમેન હતા. જેમાં બેંકના અનેક સ્વતંત્ર અને કાર્યકારી ડાયરેક્ટર્સ પણ સામેલ હ તા. કોચર કમિટીની ચેરપર્સન ન હતી."
   - તેઓએ કહ્યું કે, "કોઈ એક શખ્સ, તે પછી કોઈપણ પદ પર હોય ખાસ લેણદારોને ફાયદો ન પહોંચાડી શકે. ત્યારે ICICI ગ્રુપ દ્વારા વીડિયોકોનને લાભ પહોંચાડવાનો સવાલ જ નથી ઉઠતો."

   ICICI બેંક બોર્ડે પણ ચંદા કોચરને ક્લીન ચીટ આપી

   - ICICI બેંકના બોર્ડે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, તેઓ બેંકના MD ચંદા કોચર પર પૂર્ણ વિશ્વાસ છે. મીડિયા આ આવેલાં સમાચાર માત્ર એક અફવા છે.
   - બોર્ડે કહ્યું કે અમે લોન મંજૂર કરવા માટે બેંકની આંતરિક પ્રક્રિયાને ફરી તપાસ કરી છે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે મજબૂત છે. ચંદા કોચરના મામલે હિતોને લઈને કોઈ જ ટકરાવ નથી થયો.

   ICICI બેંકે જ માત્ર વીડિયોકોનને લોન નથી આપીઃ બોર્ડ

   - બેંકના બોર્ડે કહ્યું કે એપ્રિલ 2012માં બેંકના એક કન્જોર્શિયમે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. આ કન્જોર્શિયમની આગેવાની ICICIની ન હતી. બેંકના 3250 કરોડ રૂપિયાની લોન કુલ કન્જોર્શિયમના લોનની સામે માત્ર 10 ટકા જ છે.

   આગળની સ્લાઈડ માટે ક્લીક કરો

  • ICICI બેંકના ચેરમેન એમ.કે.શર્માએ બેંકના CEO ચંદા કોચરનો બચાવ કર્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ICICI બેંકના ચેરમેન એમ.કે.શર્માએ બેંકના CEO ચંદા કોચરનો બચાવ કર્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Videocon Loan ICICI Bank Chairman defend to Bank CEO Chanda Kochar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top