ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ચહેરો છુપાવી આ IAS મહિલાએ કર્યું સરન્ડર| IAS Officer Nirmala Meena Surrender at ACB

  ચહેરો છુપાવી આ IAS મહિલાએ કર્યું સરન્ડર, સ્વીકાર્યુ- 'કર્યું છે મોટુ કૌભાંડ'

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 11:25 AM IST

  સીનિયર આઈએએસ નિર્મલા મીણાએ 8 કરોડના ઘઉં કૌભાંડમાં એસીબી સામે સરન્ડર કર્યું
  • ચહેરો છુપાવી આ IAS મહિલાએ કર્યું સરન્ડર, સ્વીકાર્યુ- 'કર્યું છે મોટુ કૌભાંડ'
   ચહેરો છુપાવી આ IAS મહિલાએ કર્યું સરન્ડર, સ્વીકાર્યુ- 'કર્યું છે મોટુ કૌભાંડ'

   જોધપુર: 6 વાર જોધપુરના ડીએસઓ રહેલા સીનિયર આઈએએસ નિર્મલા મીણાએ અંતે 8 કરોડના ઘઉં કૌભાંડમાં એસીબી સામે 16મેના રોજ સરન્ડર કરી દીધું છે. મીણાએ પોતાની જાતને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેને સફળતા ન મળી. તેમણે સુપ્રીમ કોર્ટની પણ મદદ લીધી પરંતુ જ્યારે તેમના ઘરે એસીબીના દરોડા પડ્યા અને તે દરમિયાન તેમના ઘરમાંથી 10 કરોડની 19 પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા ત્યારે તેમને સમજાઈ ગયુ કે તે હવે ખરાબ રીતે ફસાઈ ગયા છે. તે સમયે તે માનસિક રીતે એટલી નબળી થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેણે સુસાઈડ નોટ પણ લખી લીધી હતી. તેની સુસાઈડ નોટ તેના પતિએ જોઈ લીધી અને ત્યારપછી તેને સારવાર માટે અજમેર લઈ જવામાં આવી હતી. ત્યારપછી જે બે બાળકો રાજસ્થાન બહાર અભ્યાસ કરે છે તેમને પણ બોલાવી લીધા હતા.

   - પરિવારની હિંમત મળ્યા પછી તેણે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ. જ્યારે હાઈકોર્ટનો નિર્ણય પણ તેના વિરુદ્ધ આવ્યો ત્યારે તેણે સુપ્રીમ કોર્ટની પણ મદદ લીધી હતી.
   - સુપ્રીમ કોર્ટમાં પણ એ જ થયું જે નીચલી કોર્ટમાં થયું હતું. પરિણામે નિર્મલાએ સરન્ડર કરવું પડ્યું હતું. હવે તે તેના પતિને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.
   - સરન્ડર કરવા તે તેના વકીલ સાથે આવી હતી, પતિ તેની સાથે નહતો. એસીબીના અન્ય કેસમાં તેનો પતિ પણ આરોપી છે. જ્યારે નિર્મલાને તેના પતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે ક્યાં છે તે તેને નથી ખબર.
   - ત્યારપછી તેણે રડતાં રડતાં ઘઉં કૌભાંડમાં તેનો ગુનો કબુલી લીધો અને તેણે તેના પતિને છોડી દેવા માટે પણ આજીજી કરી હતી.
   - એસીબીના એસપી અજયપાલ લાંબાએ જણાવ્યું કે, સરન્ડર કર્યા પછી સાંજ થઈ તે પહેલાં મીણાને પાવટા સેટેલાઈટ હોસ્પિટલ લઈ જઈને મેડિકલ કરાવ્યો અને પછી ઉદયમંદિર પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવી હતી.

   ચહેરો છુપાવીને આવી IAS ઓફિસર


   - નિર્મલા મીણાએ બપોરે સરન્ડર કર્યું ત્યારે તે મોઢુ છુપાવીને આવી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે તેને દુપટ્ટો હટાવવા કહ્યું ત્યારે પણ તેણે ના પાડી દીધી હતી.
   - તેણે કોઈ પણ સવાલના યોગ્ય જવાબ આપ્યા નથી. ત્યારપછી એસપી અજયપાલ પણ પૂછપરછમાં આવ્યા ત્યારે પણ તેણે કોઈ જવાબ આપ્યા નહીં. બહુ કડક રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે મીણાએ દુપટ્ટો પણ હટાવ્યો અને ઘઉં કૌભાંડ પણ સ્વીકારી લીધું.
   - એસપી લાંબાએ જણાવ્યું કે, રિમાન્ડમાં ઘણાં ખુલાસા સામે આવ્યા છે. હવે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.

   કચોરી ખાધી, મિઠાઈનું પૂછ્યું તો કહ્યું- મારી ધરપકડની મિઠાઈ?


   - જોધપુરમાં દરેક વીવીઆઈપી વિઝિટ દરમિયાન જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરનાસ ડીએસઓ મીણાની મહેમાનગતીમાં એસીબીએ પણ કોઈ કમી રાખી નહતી.
   - પૂછપરછ લાંબી ચાલી હોવાથી તેમણે બપોરે નિર્મલા માટે નાસ્તો મંગાવ્યો હતો. જ્યારે તેમને પહેલાં નાસ્તા વિશે પૂછ્યું ત્યારે તેણે ના પાડી દીધી.
   - જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, હવે તો તમારે ઘરે જવાનું નથી, ત્યારે તેણે કહ્યું પ્યાઝ કચોરી ખઈશ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, સ્વીટમાં કઈ લેશો? ત્યારે મીણાએ જવાબ આપ્યો કે, મારી ધરપકડની મિઠાઈ ખઉં?

   પહેલી મહિલા આઈએએસ બનશે જેલની મહેમાન?


   - જોધપુર સેન્ટ્રલ જેલમાં ભંવરી અપહરણ અને હત્યા મામમલે આરોપમાં પૂર્વ મંત્રી મદેરણા, પૂર્વ ધારાસભ્ય મલખાનસિંહ વિશ્નોઈ બંધ રહ્યા હતા. મલખાનસિંહને અજમેર શિફ્ટ કર્યા છે જ્યારે મદેરણા અને ઈન્દ્રા વિશ્નોઈમાં જ છે. આ જ જેલમાં સલમાન ખાને પણ અમુક દિવસ પસાર કર્યા છે અને આસારામ પણ છેલ્લા સાડાચાર વર્ષથી અહીં જ છે. આમ, તો ભ્રષ્ટાચારના મામલે આરએએસ, આરએમએસ અને ઘણાં એન્જિનિયર આ જેલમાં રહી ચૂક્યા છે. પરંતુ નિર્મલા મીમા પહેલી મહિલા આઈએએસ છે જે આ જેલની મહેમાન બનશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચહેરો છુપાવી આ IAS મહિલાએ કર્યું સરન્ડર| IAS Officer Nirmala Meena Surrender at ACB
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top