રાફેલ સુંદર વિમાન, તેનાથી ભારતને યુદ્ધ લડવા અજોડ તાકાત મળશેઃ IAF વાઈસ ચીફ

ફ્રાંસના પાઇલટે હાલમાં જ ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાના પાઇલટને આ વિમાન ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી.

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:45 PM
સપ્ટેમ્બર 2019માં પહેલું રાફેલ ભારત પહોંચ્શે
સપ્ટેમ્બર 2019માં પહેલું રાફેલ ભારત પહોંચ્શે

રાફેલ ડીલ પર ચાલી રહેલાં વિવાદો વચ્ચે વાયુસેનાના ઉપ પ્રમુખ એસબી દેવે રાફેલને સુંદર વિમાન ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે આ વિમાનથી ભારતને યુદ્ધ લડવાની જોરદાર તાકાત મળશે. તેઓએ વધુમાં કહ્યું કે રાફેલ ડીલની નિંદા કરનારાઓએ નક્કી કરેલાં માપદંડો અને ખરીદીની પ્રક્રિયાને સમજવી જોઈએ.

નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર ચાલી રહેલાં વિવાદો વચ્ચે વાયુસેનાના ઉપ પ્રમુખ એસબી દેવે રાફેલને સુંદર વિમાન ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે આ વિમાનથી ભારતને યુદ્ધ લડવાની જોરદાર તાકાત મળશે. તેઓએ વધુમાં કહ્યું કે રાફેલ ડીલની નિંદા કરનારાઓએ નક્કી કરેલાં માપદંડો અને ખરીદીની પ્રક્રિયાને સમજવી જોઈએ.

વાયુસેનાના ઉપપ્રમુખે કહ્યું કે આ વિમાન ક્ષમતાઓથી ભરેલું છે, અમે તેને ઉડાડવાની રાહ જોઈ રહ્યાં છીએ. તો રાફેલ વિવાદ પર સવાલ પૂછવામાં આવતા તેઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. એર માર્શલે કહ્યું કે રાફેલ જેટથી ભારતને પોતાના પ્રતિદ્વંદ્વિઓ સામે અભૂતપૂર્વ લાભ મળશે.

2019માં આવશે પહેલું રાફેલ


- રાફેલ ફાઈટર જેટ ડીલ ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. જે અંતર્ગત વાયુસેનાને 36 અત્યાધુનિક ફાઈટર પ્લેન મળશે. મીડિયા રિપોટ્સ મુજબ આ કરાર 7.8 કરોડ યુરો (લગભગ 58 હજાર કરોડ રૂપિયા)નો છે. સપ્ટેમ્બર 2019માં પહેલું રાફેલ ભારત પહોંચ્શે. જો કે થોડાં કેટલાંક સમયથી રાફેલને લઈને કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર 2007માં UPA સરકારના સમયે થયેલાં કરારથી વધુ કિંમતે રાફેલ ખરીદી રહ્યાં છે.

X
સપ્ટેમ્બર 2019માં પહેલું રાફેલ ભારત પહોંચ્શેસપ્ટેમ્બર 2019માં પહેલું રાફેલ ભારત પહોંચ્શે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App