1

Divya Bhaskar

Home » National News » Latest News » National » NIA court likely to pronounce verdict today on Mecca Masjid blast in Hyderabad

મક્કા મસ્જિદ વિસ્ફોટ: અસીમાનંદ સહિત તમામ 5 આરોપી દોષમુક્ત

Divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 12:21 PM IST

હૈદરાબાદની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક મક્કા મસ્જિદમાં 18 મે, 2007નાં રોજ જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

 • NIA court likely to pronounce verdict today on Mecca Masjid blast in Hyderabad
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં નબાકુમાર સરકાર ઉર્ફે અસીમાનંદનું નામ પણ સામેલ છે

  હૈદરાબાદઃ NIAની વિશેષ કોર્ટે 11 વર્ષ બાદ મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ફેંસલો સંભળાવ્યો છે. આ મામલે કોર્ટે અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. વર્ષ 2007માં હૈદરાબાદમાં થયેલાં વિસ્ફોટમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં નબાકુમાર સરકાર ઉર્ફે અસીમાનંદનું નામ પણ સામેલ હતું. જે 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ બનાવવામાં આવી હતી જ તેમાં સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ જામીન પર છે જ્યારે ત્રણ લોકો જેલમાં બંધ છે.

  હૈદરાબાદની નામપલ્લીએ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યાં


  - NIA મામલાની ચતુર્થ અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહ વિશેષ અદાલતે સુનાવણી પૂર્ણ કરી લીધી છે.
  - ગત સપ્તાહે ફેંસલાની સુનાવણી સોમવાર સુધી ચાળી દીધી હતી. ત્યારે આજે આ મામલે કોર્ટ ચૂકાદો આપ્યો હતો.

  કોણ કોણ હતા આરોપી?


  - બ્લાસ્ટ મામલે CBIએ સૌથી પહેલાં વર્ષ 2010માં અસીમાનંદની ધરપકડ કરી હતી. પરંતુ 2017માં તેઓને શરતી જામીન મળી ગયા હતા.
  - અસીમાનંદને વર્ષ 2014ના સમજૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસમાં પણ જામીન મળી ગયા છે.
  - આ ઉપરાંત એક આરોપી સુનીલ જોશીની તપાસ દરમિયાન હત્યા થઈ ગઈ છે. તો બે અન્ય આરોપી સંદીપ ડાંગે અને રામચંદ્ર કલસંગ્રા અંગે દાવો કરાઈ રહ્યો છે કે તેમની પણ હત્યા કરવામાં આવી છે.
  - તપાસ દરમિયાન અસીમાનંદ અનેક વખતે પોતાના નિવેદનો બદલ્યાં હતા. તેઓએ પહેલાં સ્વીકાર કર્યો હતો જે બાદ ષડયંત્ર રચવાની ભૂમિકામાં સામેલ હોવાનો ઈન્કાર કરી દીધો હતો.

  મક્કા મસ્જિદ બ્લાસ્ટ 2007: 11 વર્ષ પછી આજે જજમેન્ટ ડે


  - હૈદરાબાદની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક મક્કા મસ્જિદમાં 18 મે, 2007નાં રોજ બપોરે 1 વાગ્યે અને 27 મિનિટે જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા જેઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

  - બોમ્બ વઝુખાનામાં સંગેમરમરની બેંચની નીચે લગાવવામાં આવ્યો હતો.

  - આ વિસ્ફોટમાં કુલ 9 લોકો માર્યા ગયા હતા જ્યારે 58 લોકો ઘાયલ થયાં હતા. તો પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં કેટલાંક વધુ લોકો માર્યાં ગયા હતા.

  - વિસ્ફોટ સમયે 10 હજાર લોકો મસ્જિદમાં હાજર હતા. તો બે જીવતા બોમ્બ પણ મળી આવ્યાં હતા જેને હૈદરાબાદ પોલીસે નિષ્ક્રિય કરી દીધાં હતા.
  - સ્થાનિક પોલીસે શરૂઆતી તપાસ કર્યાં બાદ મામલો CBIને સોંપી દીધો હતો.
  - CBIએ આરોપપત્ર દાખલ કર્યાં બાદ વર્ષ 2011માં આ મામલો NIA પાસે ગયો હતો.

  - 13 માર્ચ, 2018નાં રોજ ડોક્યુમેન્ટ તપાસ દરમિયાન અસીમાનંદના ડિસ્ક્લોઝર રિપોર્ટ ગાયબ થયાં હોવાની સુચના મળી હતી.

  - એક દિવસ બાદ આ ક્લોઝર રિપોર્ટ મળી ગયો અને આજે લગભગ 11 વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી શકે છે.

  કોણ છે અસીમાનંદ?


  - અસીમાનંદનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો. તેમના પિતા દેશના સ્વતંત્રતા સેનાની રહી ચુક્યાં છે. અસીમાનંદર પોતાના 6 ભાઈ-બહેનોમાંથી એક છે. છાત્ર જીવનમાં જ તેઓ RSS સાથે જોડાયાં. અસીમાનંદ વર્ષ 1977માં RSSના ફુલ ટાઈમ પ્રચારક પણ બન્યાં હતા.
  - 2007માં રાજસ્થાનના અજમેર શરીફમાં થયેલાં બ્લાસ્ટ કેસમાં ATSએ દેવેન્દ્ર ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી હતી તો તેને અસીમાનંદ અને સુનિલ જોશી પર આરોપ લગાવ્યો હતો કે અજમેર શરીફ અને હૈદરાબાદની મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ કરવા માટે તેના પર આ લોકોએ દબાણ કર્યું હતું. જો કે જયપુર હાઈકોર્ટે અજમેર શરીફ બ્લાસ્ટમાં અસીમાનંદને નિર્દોષ જાહેર કર્યાં છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • NIA court likely to pronounce verdict today on Mecca Masjid blast in Hyderabad
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હૈદરાબાદમાં થયેલાં વિસ્ફોટમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયા હતા (ફાઈલ)
 • NIA court likely to pronounce verdict today on Mecca Masjid blast in Hyderabad
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ કેસના આરોપી અસીમાનંદને કોર્ટ રૂમમાં લવાયો હતો
 • NIA court likely to pronounce verdict today on Mecca Masjid blast in Hyderabad
  NIAની વિશેષ અદાલત વર્ષ 2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ચૂકાદો આપ્યો

More From National News

Trending