Home » National News » Desh » Husband wife committed suicide in Burhanpur of MP left 3 daughters behind

દીકરીઓને રમતી મૂકીને સુસાઇડ કરવા નીકળ્યા પતિ-પત્ની, પૂછતી રહી- મમ્મી-પપ્પા ક્યારે આવશે

Divyabhaskar.com | Updated - May 12, 2018, 01:09 PM

બપોરથી સાંજ થઇ ગઇ પરંતુ દિલીપ અને જ્યોતિ પાછા ન આવ્યા તો દીકરીઓએ પોતાના મામા ગોલુને કહ્યું- મમ્મી-પપ્પા ક્યાં ગયા છે?

  • Husband wife committed suicide in Burhanpur of MP left 3 daughters behind
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દિલીપ અને જ્યોતિ પોતાની ત્રણ દીકરીઓ સાથે.

    બુરહાનપુર (એમપી): જિલ્લાના શિકારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 મેના રોજ પતિ-પત્નીના શબ મળી આવ્યા. રૂમમાંથી ઝેરની બોટલ પણ પોલીસને મળી આવી છે. મામલો આત્મહત્યાનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે રૂમ સીલ કરી દીધો છે. ગુરુવારે બપોરે દિલીપ અને જ્યોતિએ પોતાની ત્રણ દીકરીઓને નાનાના ઘરે છોડી અને કહ્યું કે અમે પેલા ઘરે જઇ રહ્યા છીએ, તમે અહીંયા જ રહો. ત્યારબાદ ત્રણેય દીકરીઓ રમતમાં પડી ગઇ.

    બધાએ કહ્યું- પતિ-પત્નીને કોઇ ટેન્શન ન હતું, આનંદથી રહેતા હતા

    - બપોરથી સાંજ થઇ ગઇ પરંતુ દિલીપ અને જ્યોતિ પાછા ન આવ્યા તો દીકરીઓએ પોતાના મામા ગોલુને કહ્યું- મમ્મી-પપ્પા ક્યાં ગયા છે? હજુ સુધી આવ્યા નહીં.

    - બે છોકરાઓ દિલીપ અને જ્યોતિને તેમના ઘરે જોવા ગયા, તો બંને મૃત હાલતમાં મળી આવ્યા. બંનેના મોઢામાં ફીણ વળી ગયા હતા. લોકો બંનેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા.
    - સીએસપી સુનીલ પાટીદારે કહ્યું, આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. બધાં લોકોએ એવું કહ્યું કે તે બંનેને કોઇ વાતનું ટેન્શન ન હતું. ત્રણેય દીકરીઓની સાથે પતિ-પત્ની આનંદથી રહેતા હતા.

    લગ્નને 12 વર્ષ થઇ ગયા, ક્યારેય ઝઘડો નથી થયો

    - દિલીપ અને તેની પત્ની જ્યોતિ ત્રણ દીકરીઓ ખુશી, તનુ અને ઋષિકાની સાથે રહેતા હતા. પત્ની ઘરે જ કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ કરતી હતી. દિલીપ એક દુકાન પર લિખા-પઢીનું કામ કરતો હતો. બંને સાસરીની પાસે જ એક મકાનમાં રહેતા હતા. તેમના લગ્નને 12 વર્ષ થઇ ગયા હતા પરંતુ ક્યારેય વિવાદ નથી થયો.

    - ફેસબુક પર મોટાભાગનો સમય ઓનલાઇન રહેતા દિલીપને ફરવાનો શોખ હતો. તે પરિવાર અને દોસ્તોની સાથે શુક્રવારે ગોવા જવાનો હતો.

    મમ્મી-પપ્પા ન દેખાયા તો બેચેન થઇ ગઇ દીકરીઓ

    - ખુશી, તનુ તેમજ ઋષિકા ત્રણેય દીકરીઓ મમ્મી-પપ્પા વગર એક પળ પણ નથી રહેતી. બપોરે અચાનક જ બંને જણા બાળકોને એવું કહીને ગયા કે બીજા ઘરે જઇને આવીએ છીએ.
    - દીકરીઓએ સાંજે પોતાના નાના અને મામાને કહ્યું કે મમ્મી-પપ્પા પેલા ઘરનું કહીને ગયા છે પરંતુ હજુ સુધી આવ્યા નથી.
    - આ ઘટના બન્યા પછી પણ નાનાએ દીકરીઓને નથી જણાવ્યું કે હવે તેમના મમ્મી-પપ્પા ક્યારેય નહીં આવે. મોહલ્લાવાળાઓએ કહ્યું- દીકરીઓ થયા પછી પણ ક્યારેય ચહેરા પર કોઇ રંજ ન હતો.
    - દિલીપને પોતાની દીકરીઓ પર ગર્વ થતો હતો. તે પોતે સ્કૂલબસ સુધી મૂકવા જતો હતો.

  • Husband wife committed suicide in Burhanpur of MP left 3 daughters behind
    પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending