ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband was under work pressure said wife he wants to commit suicide at Panipat Haryana

  કામથી પાછો ફર્યો પતિ, પત્નીને કહ્યું- મરવા જઇ રહ્યો છું, સાથે આવતી હોય તો ચાલ

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 12:40 PM IST

  શહેરમાં ગારમેન્ટ્સની દુકાન ચલાવનારા બે ભાઈ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા
  • પત્નીને કામમાં તણાવ ચાલતો હોવાની વાત કરીને મરવા માટે નીકળી ગયો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીને કામમાં તણાવ ચાલતો હોવાની વાત કરીને મરવા માટે નીકળી ગયો.

   પાણીપત (હરિયાણા): શહેરમાં ગારમેન્ટ્સની દુકાન ચલાવનારા બે ભાઈ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા. નાના ભાઈનો 7 દિવસથી કોઇ અતોપતો નથી. જ્યારે, મોટો ભાઈ પત્નીને કામમાં તણાવ ચાલતો હોવાની વાત કરીને મરવા માટે નીકળી ગયો. ત્યારબાદ તેના પણ કોઇ સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, તેણે નહેરમાં છલાંગ લગાવીને જીવ આપી દીધો છે. જોકે, મરજીવાઓની મદદથી પોલીસે દિવસભર યુવકની શોધ કરી, પરંતુ તે ન મળ્યો.

   પત્ની પણ સાથે નીકળી હતી મરવા માટે, પરંતુ...

   - ઇન્સાસ માર્કેટમાં રહેતા પ્રેમ મક્કડ અને મનોજ મક્કડની ઇન્સાસ માર્કેટમાં જ 'પ્રથમ ટ્રેન્ડિંગ રેડીમેડ ગારમેન્ટ્સ' નામથી એક દુકાન છે.

   - પત્નીના જણાવ્યા પ્રમાણે, 22મેના રોજ બપોરે લગભગ 12 વાગે તે ઘરે હતી. ત્યારે પતિ (પ્રેમ) આવ્યા અને બોલ્યા- કામના ટેન્શનના કારણે આત્મહત્યા કરવા જઇ રહ્યો છું, તું સાથે ચાલતી હોય તો ચાલ.
   - ત્યારબાદ બંને એક્ટિવા પર બેસીને શહેરના અસંધ રોડ નહેર પર પહોંચ્યા. ત્યાં પિંકીએ દીકરી સાથે વાત કરવાની ઇચ્છા દર્શાવી. પરંતુ, ત્યારે મોબાઇલની બેટરી ચાલી ગઇ. ત્યારબાદ પતિ મોબાઈલ ચાર્જિંગના બહાને પિંકીને હનુમાન મંદિર પાસે છોડી ગયો.
   - મહિલાના જણાવ્યા પ્રમાણે, 'મેં તેમને ખૂબ શોધ્યા, પરંતુ તે ક્યાંય ન મળ્યા. લગભગ 4 વાગે એક રસ્તા પર જઇ રહેલા માણસ પાસેથી મોબાઈલ લઇને તેમને ફોન કર્યો. પરંતુ તેમણે ન ઉઠાવ્યો. 10 મિનિટ પછી ટ્રાય કર્યો, તો ફોન બંધ આવ્યો.'

   નહેરના કિનારે ઊભેલું મળ્યું સ્કૂટી

   - મહિલાએ ઓટોમાં બેસીને દરેક ચારરસ્તે પતિની શોધ કરી, પરંતુ તેઓ ન મળ્યા. પછી જેઠને તમામ જાણકારી આપી. ત્યારબાદ પરિવારજનો ફરીથી શોધ કરવા ગયા, તો મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર નહેરના કિનારે તેમનું એક્ટિવા મળ્યું. પિંકીએ જણાવ્યું કે તેને ખાતરી છે કે પતિએ નહેરમાં કૂદીને જીવ આપી દીધો છે.

   - ભત્રીજાએ જણાવ્યું કે બિઝનેસના કારણે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને લોકોએ આપ્યા પણ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પૈસાની લેવડ-દેવડને લઇને ઘણા પરેશાન રહેતા હતા.

   નાનો ભાઈ મનોજ પણ થઇ ગયો હતો ગાયબ

   - ભત્રીજાએ જણાવ્યું કે કાકીની દીકરી સાથે ફક્ત બે મિનિટ સુધી વાતચીત થઇ. આ દરમિયાન કાકીએ તેને પહેલા તો હાલચાલ પૂછ્યા, પછી કહ્યું- તેમનો કોઇ અતોપતો નથી કે તેઓ ક્યાં ગયા છે. પછી ફોન કપાઇ ગયો.

   - આ પહેલા 15મેના રોજ નાનો ભાઈ મનોજ પણ ગાયબ થઇ ગયો. તે દુકાન જવા માટે ઘરેથી નીકળ્યો, પરંતુ ત્યારબાદ ઘરે પાછો ફર્યો જ નહીં. પોલીસે બંને મામલા નોંધી લીધા છે.
   - સિટી પોલીસ સ્ટેશન એસએચઓ દીપકકુમારે જણાવ્યું કે 22મેના રોજ સવારે મનોજના ગાયબ થવાની ફરિયાદ મળી હતી. પછી સાંજે પિંકીએ પતિ પ્રેમના નહેરમાં છલાંગ લગાવી દેવાની જાણકારી આપી. બંનેની શોધ કરવામાં આવી રહી છે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband was under work pressure said wife he wants to commit suicide at Panipat Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `