ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband tortured wife for perfect diameter of Roti wife wants divorce at Pune

  પતિની વિચિત્ર શરત- રોટલીનો વ્યાસ 20 સેમી જ હોવો જોઇએ, પત્ની પહોંચી કોર્ટ

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 03:49 PM IST

  બ્રેકફાસ્ટ માટે મેનુ એક દિવસ પહેલા મોકલીને મંજૂર કરાવવાનું, દરરોજ કેટલો લોટ, ચોખા, દાળ, તેલ વપરાયા તેનો હિસાબ આપવાનો
  • પતિની એવી શરત છે કે રોટલીનો વ્યાસ 20 સેમી હોવો જોઇએ. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિની એવી શરત છે કે રોટલીનો વ્યાસ 20 સેમી હોવો જોઇએ. (પ્રતીકાત્મક)

   પુણે: છૂટાછેડા માટે એક મહિલાએ અહીંની કોર્ટમાં અરજી કરી છે. છૂટાછેડા લેવાનું કારણ છે મહિલાના પતિની વિચિત્ર શરત! પતિની શરત એવી છે કે રોટલીનો વ્યાસ 20 સેન્ટિમીટર જ હોવો જોઇએ. પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાના મામલે ફરિયાદ કરી છે. પત્નીનું કહેવું છે કે તેનો આઇટી એન્જિનિયર પતિ ઇચ્છે છે કે ગોળ રોટલીની પરિધિનો વ્યાસ 20 સેમી હોવો જોઇએ. એવું ન થાય તો મારપીટ કરે છે. બ્રેકફાસ્ટ માટે મેનુ એક દિવસ પહેલા મોકલીને મંજૂર કરાવવાનું. દરરોજ કેટલો લોટ, ચોખા, દાળ, તેલ વપરાયા તેનો હિસાબ આપવાનો. પછી એક્સેલ શીટ પર આખો રિપોર્ટ બનાવીને ઇ-મેઇલથી મોકલો. જરૂરી વાતચીત પણ ઇ-મેઇલથી કરવાની. આખરે આ બધી શરતોથી ત્રાસેલી મહિલાએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી છે.

   દિવસભર કરેલા કામની સંપૂર્ણ વિગતો એક્સેલ શીટમાં આપવાની

   - પુણે નિવાસી મહિલાનું કહેવું છે કે દસ વર્ષ પહેલા 2008માં તેમના લગ્ન થયા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું રહ્યું. પરંતુ પછી પતિ વિચિત્ર હરકતો કરવા લાગ્યો. આઇટી ક્ષેત્રમાં કામ કરનાર તેનો પતિ દરેક વાતમાં પરફેક્શનની અપેક્ષા રાખવા લાગ્યો. તેના જુલમ વધતા જ ગયા.

   - કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પત્નીએ ઘણી ચોંકાવનારી વાતો કહી છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ઇચ્છે છે કે દિવસભર કરેલા કામની સંપૂર્ણ વિગતો એક્સેલ શીટમાં અલગ-અલગ રંગોમાં નોંધવામાં આવે.
   - જો નક્કી કરેલું કોઇ કામ ન થાય તો તેના ન થવાના કારણો લખવા માટે પણ અલગથી કોલમ તૈયાર છે. આ જ બધી વાતો એક્સેલ શીટ ઉપરાંત નોટબુકમાં પણ લખવા માટે કહ્યું છે.
   - જો થાળીમાં ખાવાનું છૂટી જાય તો તેના માટે પણ તે ગાળાગાળી, અપમાન અને મારપીટ કરે છે. રોટલીનો વ્યાસ બરાબર છે કે નહીં એ પણ માપે છે.

   દીકરીના લીધે મરી પણ નથી શકતી

   - પત્નીએ પોતાની વ્યથામાં કહ્યું કે પતિ તેના શરીર પર ઠંડુ પાણી નાખી દે છે અને એસી વાળા રૂમમાં બંધ કરી દે છે. તેણે ઘણીવાર એવું દબાણ કર્યું કે હું આત્મહત્યા કરી લઉં, પરંતુ અમારે એક દીકરી પણ છે અને તેના વિશે વિચારીને હું ન તો મરી શકું છું અને ન તો જીવી શકું છું.

   - મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે એકવાર તો પતિ એટલો ક્રોધે ભરાયો કે રસોડામાં ઘૂસીને ચપ્પુ લઇને દીકરીની પાછળ દોડ્યો અને તેને મારી નાખવાની વાત કરી.

  • પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાના મામલે ફરિયાદ નોંધાવી છે. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાના મામલે ફરિયાદ નોંધાવી છે. (પ્રતીકાત્મક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband tortured wife for perfect diameter of Roti wife wants divorce at Pune
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top