2 કલાક સુધી બેલ્ટથી મારતો રહ્યો પતિ, બેભાન થઈ તો આવી રીતે લટકાવીને બનાવ્યો વીડિયો

પીડિતાની લેખિત ફરિયાદના આધારે પતિ, સાસુ અને નણદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 07:00 AM
મારા પતિએ બેહોશીની હાલતમાં મને દુપટ્ટાથી બાંધીને લટકાવી દીધી- પીડિતા
મારા પતિએ બેહોશીની હાલતમાં મને દુપટ્ટાથી બાંધીને લટકાવી દીધી- પીડિતા

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક મહિલા પર પતિ દ્વારા પૈસા માટે પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી પતિએ પહેલા મહિલાને બેલ્ટ અને ડંડાથી મારી. પછી બેહોશીની હાલતમાં તેને લટકાવીને વીડિયો ઉતાર્યો.

શાહજહાંપુરઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક મહિલા પર પતિ દ્વારા પૈસા માટે પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી પતિએ પહેલા મહિલાને બેલ્ટ અને ડંડાથી મારી. પછી બેહોશીની હાલતમાં તેને લટકાવીને વીડિયો ઉતાર્યો. પીડિતા પોતાના પરિજનોની સાથે પોલીસની મદદ લેવા પહોંચી છે.

દીકરાના જન્મની પાર્ટીના પૈસા માંગી રહ્યા હતા સાસરિયા


- કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં નવાદા ઈંદેપુર નિવાસી વિનોદ શુલ્કાએ પોતાની 32 વર્ષીય દીકરી રૂચીના લગ્ન લખીમપુરના રહેવાસી અશોક સાથે કર્યા હતા. અશોક પ્રાઇવેટ જોબ કરે છે.
- પીડિતાના જણાવ્યા મુજબ લગ્ન બાદ પતિ અને સાસરિયાવાળા તેને હેરાન કરવા લાગ્યા. તેઓ પૈસાના લાલચી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મહિલાએ ઓપરેશનથી દીકરાને જન્મ આપ્યો હતો, જેમાં 60 હજાર રૂપિયા ખર્ચ થયો હતો.
- દીકરાની ખુશીમાં સાસરિયાઓએ મોટી પાર્ટી રાખી, જેમાં મહિલાના પતિએ 70 હજાર રૂપિયા ખર્ચ કર્યો. પીડિતાનું કહેવું છે કે તેના સાસરિયાઓએ દીકરાના જન્મથી લઈને પાર્ટી સુધી તમામ ખર્ચના પૈસા તેના પિતા પાસેથી માંગી રહ્યા હતા. જ્યારે તેઓએ પૈસા આપવાની અસમર્થતા દર્શાવી તો મહિલાને હેરાન કરવાનું શરૂ કરી દીધું.
- રૂચિએ જણાવ્યું કે, જ્યારથી દીકરો જન્મ્યો છે, મારા પતિ મારી સાથે રોજ મારપીટ કરે છે. સતત મારી પર પિયરથી રૂપિયા લાવવાનું દબાણ કરતા હતા. બે મહિના પહેલા તેણે મને ફટકારીને ઘરથી કાઢી મૂકી અને ત્યારે 6 મહિનાના દીકરાને પણ મારાથી અલગ કરી દીધો. હું પિયર આવી ગઈ. પછી જેમ-તેમ સમજૂતી થઈ અને અશોક મને પરત ઘરે લઈ ગયો.

બે કલાક સુધી ફટકારી, પછી લટકાવી દીધી


- રૂચિના જણાવ્યા મુજબ, "સમજૂતી બાદ જ્યારે તે ઘર પરત આવી તો ફરીથી પતિએ ટોર્ચર શરૂ કરી દીધું. તે દિવસે મને બેલ્ટ અને ડંડાથી બહુ મારી. તે સમયે હું લખીમપુરવાળા ઘરે હતી. પરંતુ જ્યારે અનેક કલાકો બાદ ભાનમાં આવી તો હું અશોકના શહેરથી 20 કિમી દૂર આવેલા ગામના ઘરમાં હતી. ત્યાં અશોકે હું ભાનમાં આવતા જ મને દવા પીવડાવી, જેના કારણે હું ફરી બેભાન થઈ ગઈ."
- મારા પતિએ બેહોશીની હાલતમાં મને દુપટ્ટાથી બાંધીને લટકાવી દીધી. તેણે મારો લટકતો વીડિયો બનાવ્યો અને મારા ભાઈને વોટ્સએપ કરી દીધો. ફોન કરીને મારા પતિએ કહ્યું કે, જુઓ તમારી દીદી કેવી લાગી રહી છે.
- પીડિતાનું મેડિકલ કરનારા ડો. મેહરાજ અહમદે જણાવ્યું કે, રૂચિ શુક્લાના આખા શરીર પર ઈજાના નિશાન હતા. ઈજાઓ જોઈને લાગી રહ્યું હતું કે તેને બેલ્ટ અને ડંડાથી નિર્દયતાથી મારવામાં આવી છે.
- સીઓ સિટી સુમિત શુક્લાએ જણાવ્યું કે, પીડિતાની લેખિત ફરિયાદના આધારે પતિ, સાસુ અને નણદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાનું મેડિકલ કરવામાં આવ્યું છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

પીડિતા મુજબ લગ્ન બાદ પતિ અને સાસરિયાવાળા તેને હેરાન કરવા લાગ્યા
પીડિતા મુજબ લગ્ન બાદ પતિ અને સાસરિયાવાળા તેને હેરાન કરવા લાગ્યા
X
મારા પતિએ બેહોશીની હાલતમાં મને દુપટ્ટાથી બાંધીને લટકાવી દીધી- પીડિતામારા પતિએ બેહોશીની હાલતમાં મને દુપટ્ટાથી બાંધીને લટકાવી દીધી- પીડિતા
પીડિતા મુજબ લગ્ન બાદ પતિ અને સાસરિયાવાળા તેને હેરાન કરવા લાગ્યાપીડિતા મુજબ લગ્ન બાદ પતિ અને સાસરિયાવાળા તેને હેરાન કરવા લાગ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App