ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Husband seeks divorce says wife woke up late no tasty food Bombay HC rejected plea

  'પત્ની સ્વાદિષ્ટ ખાવાનું બનાવતી નથી, મોડી ઉઠે છે, છૂટાછેડા આપો', HCએ પાડી ના

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 06:19 PM IST

  હાઇકોર્ટમાં કરેલી અરજીમાં અરજદારે એવો દાવો કર્યો હતો કે ફેમિલિ કોર્ટના જજે તેમનો આદેશ આપવામાં ભૂલ કરી હતી
  • ફેમિલિ કોર્ટે પણ પતિની આ અરજીને ફગાવી દીધી હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેમિલિ કોર્ટે પણ પતિની આ અરજીને ફગાવી દીધી હતી. (પ્રતીકાત્મક તસવીર)

   મુંબઈ: અહીંયા એક પતિએ બોમ્બે હાઇકોર્ટમાં એવું કહીને છૂટાછેડાની અરજી દાખલ કરી કે, તેની પત્ની એક આજ્ઞાંકિત પત્ની બનવામાં નિષ્ફળ ગઇ છે. તેને મોડા ઉઠવાની ટેવ છે અને તે સ્વાદિષ્ટ ખાવાનું પણ નથી બનાવતી. જોકે બોમ્બે હાઇકોર્ટે પતિના છૂટાછેડાની આ અરજીને ફગાવી દીધી છે.

   પતિએ કહ્યું- કામ પરથી મોડો આવું તો પત્ની એક ગ્લાસ પાણી પણ નથી પૂછતી

   - મુંબઈના સાંતાક્રૂઝમાં રહેતા આ પતિએ ફેમિલિ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. પરંતુ, ફેમિલિ કોર્ટે પણ તેની આ અરજીને ફગાવી દીધી હતી. તે પછી તેણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.

   - હાઇકોર્ટમાં કરેલી અરજીમાં અરજદારે એવો દાવો કર્યો હતો કે ફેમિલિ કોર્ટના જજે તેમનો આદેશ આપવામાં ભૂલ કરી હતી. પુરાવા તરીકે તેણે તેના પિતાજીના નિવેદનને રજૂ કર્યું હતું, જે તેણે ઉપર લગાવેલા આરોપોનું સમર્થન કરતું હતું.

   - તેણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે તે અથવા તેના માતા-પિતા તેની પત્નીને સવારે વહેલા ઉઠાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે પત્ની તેમને ગાળો આપે છે.
   - પતિએ જણાવ્યું કે ઓફિસેથી સાંજે 6.00 વાગે જ્યારે તે ઘરે પાછી ફરે છે, ત્યારે તે એક નાનકડી ઊંઘ ખેંચે છે અને સાંજનું ખાવાનું તે 8.30 વાગ્યા પહેલા બનાવતી નથી. પતિએ કહ્યું, "તે ક્યારેય સ્વાદિષ્ટ અને પૂરતું ખાવાનું નથી બનાવતી. તેણે ક્યારેય મારી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો નથી. જ્યારે હું કામ પરથી ઘરે મોડો પાછો ફરું ત્યારે તે મને એક ગ્લાસ પાણીનું પણ નથી પૂછતી."

   પત્નીએ કહ્યું- કામ પર જતા પહેલા આખા ઘર માટે જમવાનું બનાવું છું

   - આ તમામ આરોપોને રદિયો આપતા પત્નીએ કહ્યું કે તે ઓફિસે જતા પહેલા આખા પરિવાર માટે જમવાનું બનાવીને જાય છે.

   - પત્નીએ પણ પુરાવા તરીકે પાડોશીનું અને અરજદાર તરફના કેટલાંક સગાઓનું નિવેદન રજૂ કર્યું. તે લોકોએ એ વાતનું સમર્થન કર્યું કે જ્યારે પણ તેઓ તેમના ઘરે જાય છે તો મહિલા ઘરના એક અથવા બીજા કામમાં વ્યસ્ત જ હોય છે.

   - પત્નીએ ઉપરથી એવો આરોપ લગાવ્યો છે કે અરજદાર અને તેના માતા-પિતા તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કરે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો કોર્ટે કયા કારણસર આપ્યો છૂટાછેડાની અરજીને રદિયો

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband seeks divorce says wife woke up late no tasty food Bombay HC rejected plea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `