ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband said he will live only with GF if stopped he will kill wife and children

  પ્રેમમાં ડૂબેલો 'બેવફા' પતિ બોલ્યો- ફક્ત GF સાથે રહીશ, મને રોક્યો તો ગોળી મારી દઇશ

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 07:20 AM IST

  બુલંદશહેરમાં એક વ્યક્તિએ પોતાની પત્ની, 9 વર્ષના દીકરા અને ટીનએજ દીકરીને ઘરેથી કાઢી મૂકી
  • પ્રેમમાં ગાંડાતૂર બનેલા પતિએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યાં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમમાં ગાંડાતૂર બનેલા પતિએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યાં.

   બુલંદશહેર: અહીંયા એક વ્યક્તિએ પોતાની પત્ની, 9 વર્ષના દીકરા અને ટીનએજ દીકરીને ઘરેથી કાઢી મૂકી. પત્નીનો આરોપ છે કે પતિના એક અન્ય મહિલા સાથે ગેરકાયદે સંબંધો છે, જે કારણથી તેણે આ પગલું ભર્યું છે. હવે આ મહિલા ન્યાય માટે દર-દરની ઠોકરો ખાઈ રહી છે.

   'ગર્લફ્રેન્ડ સાથે રહીશ, જે રસ્તામાં આવ્યું તેને ગોળીથી ઉડાવી દઇશ'

   - દિલ્હીની પૂનમના લગ્ન વર્ષ 2008માં સિકંદરાબાદમાં રહેતા રવિ ગુપ્તા સાથે થયા હતા. આ તેમના બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી તેમને એક દીકરી છે.

   - પૂનમ જણાવે છે કે, "મારા પતિના કોઇ મહિલા સાથે ગેરકાયદે સંબંધો છે. તે મહિલા પણ પરિણિત છે. તે આખા પરિવારની સામે બેસીને તે મહિલા સાથે ફોન પર અશ્લીલ વાતો કરે છે અને મેસેજ મોકલે છે. જો હું કે મારી દીકરી તેને રોકવાનો પ્રયત્ન કરીએ તો તે અમને મારવા પર ઉતારુ થઇ જાય છે."

   - "તેણે એક અઠવાડિયા પહેલા (31 મેના રોજ) અમને ત્રણેયને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે કહે છે કે તે ફક્ત તે જ મહિલાને સાથે રાખશે. જે પણ તેને રોકવાની કોશિશ કરશે તેને તે ગોળીથી ઉડાવી દેશે."

   17 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો

   - રવિ અને પૂનમને એક દીકરો પણ છે, જેની ઉંમર 9 વર્ષ છે. પૂનમના પહેલા લગ્નથી એક દીકરી છે, જેની ઉંમર 17 વર્ષ છે.

   - પૂનમે જણાવ્યું, "પહેલા પતિ સાથે મારા તલાક થઇ ગયા છે. ત્યારબાદ મારી મુલાકાત રવિ સાથે થઇ. તે સિકંદરાબાદમાં ઇ-રિક્ષા ચલાવે છે. શરૂઆતમાં તેનો વ્યવહાર સારો હતો, પરંતુ પછી તેને દારૂની લત લાગી ગઇ. તે દરરોજ નશામાં મારપીટ કરતો હતો. હું એ જ વિચારતી હતી કે દીકરી મોટી થઇ રહી છે, એક દીકરો પણ થઇ ચૂક્યો છે. બાળકો માટે આ બધું સહન કરતી રહી. પરંતુ, છેલ્લા બે વર્ષથી તેણે તમામ હદો પાર કરી દીધી."

   - "જે મહિલા સાથે તેનું અફેર છે, તે પણ પરિણિત છે. તે પણ તેના પતિની સામે જ તેની સાથે વાતો કરે છે. આજે એણે અમને ત્રણેયને ઘરમાંથી કાઢી મૂક્યા છે."
   - આખા મામલામાં એસપી રઇસ અખ્તરનું કહેવું છે કે મામલાની તપાસ કરાવવામાં આવી રહી છે. બંને પક્ષે વાત કરીને જ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પતિ ફરાર છે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband said he will live only with GF if stopped he will kill wife and children
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `