પત્નીને સ્કૂટી પર લઈને રેલવે ટ્રેક પહોંચ્યો, બાદમાં ચાલતી ટ્રેનની આગળ માર્યો ધક્કો

એરફોર્સમાં તહેનાત સુનીલ પર પોતાની પત્નીને રેલવે ટ્રેક પર ધક્કો મારીને જીવ લેવાનો આરોપ છે.

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:00 AM
પરિજનોએ જણાવ્યું કે સુનીલે પોતાની પત્નીને પિયર લઈ જવાનું કહ્યું અને ટ્રેક પાસે લઈ જઈને ટ્રેન સામે ધક્કો મારી દીધો (ફાઈલ)
પરિજનોએ જણાવ્યું કે સુનીલે પોતાની પત્નીને પિયર લઈ જવાનું કહ્યું અને ટ્રેક પાસે લઈ જઈને ટ્રેન સામે ધક્કો મારી દીધો (ફાઈલ)

શહેરના અગમકુઆ રેલવે સર્કલ પાસે મંગળવાર સાંજે એક વ્યક્તિ પોતાની પત્નીને સ્કૂટી પર લઈને રેલવે ટ્રેક પહોંચ્યો અને ટ્રેનની આગળ તેને ધક્કો મારી દીધો. મહિલાનું મોત થઈ ગયું. પછી પતિએ લોહીથી ખરડાયેલી મહિલાને ભાગવત નગર સ્થિત તેના પિયરના દરવાજે છોડી દીધી.

પટનાઃ શહેરના અગમકુઆ રેલવે સર્કલ પાસે મંગળવાર સાંજે એક વ્યક્તિ પોતાની પત્નીને સ્કૂટી પર લઈને રેલવે ટ્રેક પહોંચ્યો અને ટ્રેનની આગળ તેને ધક્કો મારી દીધો. મહિલાનું મોત થઈ ગયું. પછી પતિએ લોહીથી ખરડાયેલી મહિલાને ભાગવત નગર સ્થિત તેના પિયરના દરવાજે છોડી દીધી. રાજધાનીના ગુલઝારબાગ જીઆરપીએ પંચનામું કરી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું.

આવી રીતે થયો સમગ્ર મામલાનો ખુલાસો


- એરફોર્સમાં તહેનાત સુનીલ પર પોતાની પત્નીને રેલવે ટ્રેક પર ધક્કો મારીને જીવ લેવાનો આરોપ છે. મંગળવારની સાંજે લગભગ 6 વાગ્યે આ મામલો તે સમયે સામે આવ્યો જ્યારે સુનીલને ભાગવત નગરમાં સ્થાનિક લોકો તથા તેના સાસરિયા પક્ષના લોકોએ ઝડપી લીધો.
- પરિજનોએ જણાવ્યું કે સુનીલે પોતાની પત્નીને પિયર લઈ જવાનું કહ્યું અને ટ્રેક પાસે લઈ જઈને ટ્રેન સામે ધક્કો મારી દીધો. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ગુલઝારબાગ સ્ટેશન પર એકત્ર થયા. પકડીને સુનિલને પોલીસના હવાલે કરી દીધો.
- પોલીસે સુનીલની ધરપકડ કરી મામલાની તપાસ કરી રહી છે. મહિલાના સસરા નારાયણ પ્રસાદની પણ પૂછપરછ કરવામાં આવી.

દહેજને લઈને હેરાન કરતા હતા સાસરિયાવાળા


- મૃત મહિલાના ભાઈ આશીષે જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલા બહેન આશા (22)ના લગ્ન સુનીલ સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરિયાવાળા સતત દહેજ માટે હેરાન કરતા હતા અને બહેનની સાથે મારઝૂડ કરતા હતા. 9 મહિનાની એક દીકરી ઈશા છે. બીમાર દીકરીને પણ સુનીલ સારવાર નહોતો કરાવતો.
- ભાઈનો આરોપ છે કે તે વારંવાર મારઝૂડ કરતો હતો. મંગળવારની સાંજે આશાને વિશ્વાસમાં લઈને તે અગમકુંઆ રેલવે સર્કલની પાસે પહોંચ્યો અને ચાલતી ટ્રેનની સામે ધક્કો મારી દીધો. જેના કારણે તેનું મોત થયું. પેટ કપાઈ ગયું હતું અને શરીરના અન્ય ભાગ ક્ષત-વિક્ષત થયા હતા. ત્યારબાદ તે તેને ઘરની સામે મૂકીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો.
- બીજી તરફ, મૃતકની માતા સુશીલા દેવી તથા અન્ય પરિજનોએ આરોપ મૂક્યો કે સુનીલનું કોઈની સાથે ચક્કર હતું, જેની આશાને ખબર પડી ગઈ હતી. તેને લઈને તે મારપીટ કરતો હતો.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

લગ્ન બાદથી જ સાસરિયાવાળા સતત દહેજ માટે હેરાન કરતા હતા અને બહેનની સાથે મારઝૂડ કરતા હતા- મૃત મહિલાના ભાઈનો આક્ષેપ (ફાઈલ)
લગ્ન બાદથી જ સાસરિયાવાળા સતત દહેજ માટે હેરાન કરતા હતા અને બહેનની સાથે મારઝૂડ કરતા હતા- મૃત મહિલાના ભાઈનો આક્ષેપ (ફાઈલ)
X
પરિજનોએ જણાવ્યું કે સુનીલે પોતાની પત્નીને પિયર લઈ જવાનું કહ્યું અને ટ્રેક પાસે લઈ જઈને ટ્રેન સામે ધક્કો મારી દીધો (ફાઈલ)પરિજનોએ જણાવ્યું કે સુનીલે પોતાની પત્નીને પિયર લઈ જવાનું કહ્યું અને ટ્રેક પાસે લઈ જઈને ટ્રેન સામે ધક્કો મારી દીધો (ફાઈલ)
લગ્ન બાદથી જ સાસરિયાવાળા સતત દહેજ માટે હેરાન કરતા હતા અને બહેનની સાથે મારઝૂડ કરતા હતા- મૃત મહિલાના ભાઈનો આક્ષેપ (ફાઈલ)લગ્ન બાદથી જ સાસરિયાવાળા સતત દહેજ માટે હેરાન કરતા હતા અને બહેનની સાથે મારઝૂડ કરતા હતા- મૃત મહિલાના ભાઈનો આક્ષેપ (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App