પત્નીના બર્થડે પર જ પતિની થઇ ક્રૂરતાથી હત્યા, રૂમની દીવાલો પર છે લોહીના છાંટા

યુવકના માથાની પાછળ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 01:36 PM
મૃતક પિયુષ સક્સેના
મૃતક પિયુષ સક્સેના

યુપીના શાહજહાંપુરથી પત્નીના બર્થડેવાળા દિવસે પતિની ક્રૂરતાથી હત્યાનો દિલ ખળભળાવી દેતો મામલો સામે આવ્યો છે. યુવકના માથાની પાછળ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે, ઘરની પરિસ્થિતિ જોઇને જાણ થાય છે કે યુવકે હુમલાખોરોથી ખુદને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હશે. રૂમની દીવાલો પર લોહીના છાંટા છે. બાથરૂમમાં પણ લોહીથી ખરડાયેલા કપડાં મળ્યાં છે.

શાહજહાંપુર: યુપીના શાહજહાંપુરથી પત્નીના જન્મદિવસે પતિની ક્રૂરતાથી હત્યાનો દિલ ખળભળાવી દેતો મામલો સામે આવ્યો છે. યુવકના માથાની પાછળ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે, ઘરની પરિસ્થિતિ જોઇને જાણ થાય છે કે યુવકે હુમલાખોરોથી ખુદને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હશે. રૂમની દીવાલો પર લોહીના છાંટા છે. બાથરૂમમાં પણ લોહીથી ખરડાયેલા કપડાં મળ્યાં છે.

પત્ની વારંવાર કહેતી રહી એક જ વાત

- ઘટના અઝીઝગંજ મહોલ્લાની છે. 35 વર્ષીય મૃતક પિયુષ સક્સેનાના 6 વર્ષ પહેલા બરેલીમાં રહેતી રશ્મિ સાથે લગ્ન થયા હતા. પિયુષ, મહિન્દ્રા કંપનીમાં રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો.

- બે દિવસ પહેલા જ તે પત્ની-દીકરીને સાસરે પત્નીના પિયર મૂકીને આવ્યો હતો. તે ઘરે એકલો હતો. ઘટનાવાળા દિવસે પત્નીનો બર્થ ડે હતો અને તે તેને સાસરે પાછી લેવા જવાનો હતો, પરંતુ તે પહેલાં જ રૂમમાં લોહીથી ખરડાયેલી તેની લાશ મળી આવી.
- પિયુષની હત્યાની ખબર સાંભળતાં જ તેના સાસરીવાળા પણ ત્યાં પહોંચ્યા. પતિની લાશ જોઇને રશ્મિ આઘાતથી મૂઢ બની ગઇ. તે ક્યારેક શબ પાસે બેસતી તો ક્યારેક ભીડને હટાવતા લોકોને કહેતી- સામેથી ખસી જાઓ, ગરમી બહુ છે, મારા પતિની તબિયત ખરાબ છે.

આ પણ વાંચો: લગ્નના 13મા જ દિવસે પત્નીએ કરાવી દીધી પતિની હત્યા, પ્રેમીએ ખોલ્યું રહસ્ય

બર્થ ડે પર પસંદની ગિફ્ટ આપવાનો હતો પિયુષ

- પત્નીએ જણાવ્યું કે 12 જૂનના રોજ તેનો બર્થ ડે હતો. પતિએ મંગળવારે સાંજે જ તેને કહ્યું હતું કે તે તેને બરેલી લેવા આવવાનો છે અને તે તેને તેની પસંદની ગિફ્ટ પણ અપાવશે.

- રડતા-રડતા પત્નીએ કહ્યું કે શું આ મારી પસંદની ગિફ્ટ છે? આખા મામલા પર એસપી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે સ્થળ પરથી પુરાવાઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. ફરિયાદ મળતાં જ કેસ નોંધી લેવામાં આવશે.

સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

X
મૃતક પિયુષ સક્સેનામૃતક પિયુષ સક્સેના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App