ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» પતિએ પત્નીની કરી દીધી હત્યા| Husband Murdered His Wife In Sehore, MP

    મહિલાએ હિન્દુ બનીને કર્યા લગ્ન, નાનકડી જિદમાં પતિએ લઈ લીધો જીવ

    divyabhaskar.com | Last Modified - May 23, 2018, 12:45 PM IST

    પરવીનના લગ્ન પૂરણ ગૌર સાથે એક મહિના પહેલાં મંદિરમાં હિન્દુ રિત-રિવાજ પ્રમાણે થયા હતા
    • મહિલાએ હિન્દુ બનીને કર્યા લગ્ન, નાનકડી જિદમાં પતિએ લઈ લીધો જીવ
      મહિલાએ હિન્દુ બનીને કર્યા લગ્ન, નાનકડી જિદમાં પતિએ લઈ લીધો જીવ

      સિહોર: જિલ્લાના શ્યામપુર વિસ્તારમાં 19મેના રોજ એક નવપરણિત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મર્ડરના આ કેસનો 24 કલાકમાં જ ઉકેલ લાવી દીધો છે. મર્ડરનો આરોપી મહિલાનો પતિ જ હતો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, છોકરીએ દગો આપીને હિન્દુ બનીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેને પહેલેથી જ એક 10 વર્ષનો દીકરો પણ છે. મને આ દગાખોરી સહન થઈ નહીં. આ દરમિયાન તે તેના દીકરાને મળવા માટે વારંવાર પિયર જવાની જીદ કરતી હતી. હું તેની પાસેથી બદલો લેવા માગતી હતી. તેથી તેને ટ્રેનમાં બેસાડવા લઈ જવાના બહાને જંગલમાં લઈ જઈને તેની હત્યા કરી દીધી હતી.

      એક મહિના પહેલાં જ મંદિરમાં હિન્દુ રિત-રિવાજ પ્રમાણે કર્યાતા લગ્ન


      - એસપી શ્રી સિંહે જણાવ્યું કે, પરવીનના લગ્ન પૂરણ ગૌર સાથે અંદાજે એક મહિના પહેલાં મંદિરમાં હિન્દૂ રિત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન થયા પછી મહિલા વારંવાર પિયર જવાની જિદ કરતી હતી. એક વાર આરોપી પતિ તેને પિયર લઈને ગયો પણ હતો.
      - 18 મેની રાતે મૃતકા ફરી પિયર જવાની જિદ કરવા લાગી હતી. આ વાતે પતિ-પત્નીને ઝઘડો થઈ ગયો હતો. ત્યારપછી પતિએ તેને ટ્રેનમાં બેસાડવા આવવા કહ્યું હતું.
      - તેઓ ઘરેથી નીકળ્યા અને જ્યારે ખંડવા પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ બાઈક ત્યાં રોકી લીધું હચપં અને પથ્થરથી પત્ની પર હુમલો કરવા લાગ્યો હતો. આરોપી પતિએ પથ્થર અને ધારદાર હથિયારથી તેની પત્નીની હત્યા કરી દીધી હતી.
      - એસપી શ્રી ચંદેલે જણાવ્યું કે, મર્ડરની આ ગુત્થી ઉકેલવામાં એએસઆઈ નંદરામ અહિરવાર, હેડ કોનસ્ટેબલ રામચન્દ્રન શર્મા, કોનસ્ટેબલ વીરેન્દ્ર, મહેન્દ્ર, ભગવાન સિંહ અને સૈનિક હરિનારાણયની મુખ્ય ભૂમિકા રહી હતી. આ આખી ટીમને રૂ. 10,000નું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

      ગ્રીન કલરની સાડીમાં સંપૂર્ણ શ્રૃંગારમાં હતી પત્ની


      - સોમવારે સવારે એસપી રાજેશ સિંહ ચંદેલે હત્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે, 19મેની સવારે 8 વાગે ખેતરમાંથી 35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. લીલા રંગની સાડીમાં મૃતકા સંપૂર્ણ શ્રૃંગાર સાથે હતી અને તેના હાથમાં સોનાની વીંટી પણ હતી.
      - આ પહેલાં એ પણ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે કે, મહિલાની હત્યા લૂંટ કે અન્ય કોઈ કારણથી નથી કરવામાં આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની ઓળખ છુપાવવા માટે તેના પગ દાતરડાંથી છોલી દેવામાં આવ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પતિએ પત્નીની કરી દીધી હત્યા| Husband Murdered His Wife In Sehore, MP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `