Divya Bhaskar

Home » National News » Desh » લગ્નના 10માં દિવસે જ દીકરી મળી આવી હાલતમાં| Husband Kills Wife In Filmy Manner

પપ્પાએ પ્રેમથી વિદાય કરી હતી તેમની પરી, 10માં દિવસે મળી આ હાલતમાં

Divyabhaskar.com | Updated - May 08, 2018, 10:03 AM

દહેજના લાલચુ પતિએ મંદિરના બહાને પત્નીની કરી દીધી હત્યા, પોલીસે કર્યો ખુલાસો

  • લગ્નના 10માં દિવસે જ દીકરી મળી આવી હાલતમાં| Husband Kills Wife In Filmy Manner
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિએ પત્નીની કરી દીધી હત્યા

    બુલંદશહેર: લગ્નના 10 દિવસ પછી જ દહેજના લોભી પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપી પતિએ લૂંટ થઈ હોવાના ડ્રમા પણ કર્યા હતા. પરંતુ જ્યારે પોલીસે કડક રીતે પૂછપરછ કરી ત્યારે તેણે બધી જ વાત કહી દીધી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ પછી મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દીધો હતો.

    9 લાખ લીધા હતા કેશ, તેમ છતા હતી કારની ઈચ્છા


    - દિલ્હીમાં રહેતી પિંકીના 26 એપ્રિલે કોતવાલીમાં રહેતા રવિકાંત સાથે લગ્ન થયા હતા. મૃતકાના પિતાના જણાવ્યા પ્રમાણે તેમણે દહેજમાં રૂ. 9 લાખ કેશ અને અન્ય 2 લાખની જ્વેલરી અને અન્ય સામાન આપ્યો હતો. લગ્નના ત્રણ દિવસ પછી આરોપી રવિકાંતે પિંકીના પિતા પાસેથી એક સ્વિફ્ટ ડિઝાયર કાર માગી હતી. જ્યારે પિતાએ કાર ન આપી ત્યારે તેણે ખતરનાક પરિણામ માટે તૈયાર રહેવાની પણ ધમકી આપી હતી.
    - રવિકાંત ત્રણ દિવસ પહેલાં જ દિલ્હી આવ્યો હતો. તે સતત પિંકીના પિતા પાસે કારની માગણી કરતો હતો. તેને શાંત કરવા માટે અમે તેને 2 લાખ આપીને વિદાય કર્યો હતો. મારી દીકરીએ કહ્યું હતું કે, પપ્પા આ લોકો કઈક ખતરનાક પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે મે દીકરીને આશ્વાસન આપ્યું હતું કે, હું જલ્દી જ બુલંદશહર આવીશ પરંતુ હું પહોચુ તે પહેલાં જ મારી દીકરીને મારી નાખી.

    મંદિરના બહાને લઈ ગયો, આ રીતે કર્યું મર્ડર


    - એસપી સિટી બુલંદશહર ડૉ. પ્રવીણ રંજને જણાવ્યું કે, આરોપી રવિકાંત શુક્રવારે તેની પત્નીને ખુર્જા દેવી મંદિરે દર્શન કરવાના બહાને લઈ ગયો હતો. રસ્તામાં નહેરની પાસે તેણે પિસ્ટલથી તેની પત્નીની હત્યા કરી દીધી હતી. પહેલાં તેણએ પોલીસને જણાવ્યું હતું કે, અજાણ્યા બદમાશોએ લૂંટનો પ્રયત્ન કર્યો હતો અને તેમણે પિંકીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જ્યારે ઘટના સ્થળે જઈને તપાસ કરી ત્યારે તેમને શંકા થઈ હતી. જ્યારે પોલીસે રવિકાંતની કડક રીતે પૂછપરછ કરી ત્યારે તેણે મર્ડરની વાત સ્વીકારી હતી. હત્યાને લૂંટનું સ્વરૂપ આપવા માટે તેણે પિસ્તોલ અને ગોલ્ડ ચેઈન નહેરમાં નાખી દીધું હતું.
    - આરોપી પતિ ખૂબ લાલચુ સ્વભાવનો હતો. તેનો પ્લાન પત્નીની હત્યા કરીને બીજા લગ્ન કરી લેવાનો અને ત્યાંથી પણ દહેજ ભેગું કરવાનો હતો. પોલીસે મૃતકાના પિતા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે રવિકાંત, સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધી લીધી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત અન્ય તસવીરો

  • લગ્નના 10માં દિવસે જ દીકરી મળી આવી હાલતમાં| Husband Kills Wife In Filmy Manner
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    10 દિવસ પહેલાં જથયા હતા લગ્ન
  • લગ્નના 10માં દિવસે જ દીકરી મળી આવી હાલતમાં| Husband Kills Wife In Filmy Manner
    આરોપી રવિકાંત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending