ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband killed wife with help of mother police reached in time in Mumbai

  વહુની હત્યા કરીને દફનાવવા જતા હતા મા-દીકરો, પાડોશીઓએ બોલાવી પોલીસ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 10:34 AM IST

  સ્થાનિક લોકોએ રાખેલી સતર્કતાને કારણે વહુની હત્યા કરનારા મા-દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે
  • રફીઉલ્લાહને પત્નીના ચરિત્ર પર શંકા થવા લાગી હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રફીઉલ્લાહને પત્નીના ચરિત્ર પર શંકા થવા લાગી હતી. (પ્રતીકાત્મક તસવીર)

   મુંબઈ: અહીંયા સ્થાનિક લોકોએ રાખેલી સતર્કતાને કારણે વહુની હત્યા કરનારા મા-દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે મા-દીકરો મૃત વહુને દફનાવવા જઇ રહ્યા હતા, ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી દીધી. શબ દફનાવાય તેની થોડીવાર પહેલા પોલીસ પહોંચી ગઇ અને શબને કબ્જામાં લઇને મા-દીકરાની હત્યાના આરોપમાં અટકાયત કરી લીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. તે પછી મા-દીકરાની ધરપકડ કરવામાં આવી.

   શું છે મામલો

   - પોલીસે જણાવ્યું કે આરોપી રફીઉલ્લાહનો પરિવાર મુંબઈના કુર્લામાં રહે છે. લગભગ વર્ષ પહેલા રફીઉલ્લાહે 17 વર્ષની નૂરજહાં સાથે લગ્ન કર્યા હતા.

   - છેલ્લા કેટલાક મહિનાઓથી રફીઉલ્લાહનો તેની પત્ની નૂરજહાં સાથે વાત-વાત પર ઝઘડો થતો હતો. વાત એમ હતી કે રફીઉલ્લાહને પત્નીના ચરિત્ર પર શંકા થવા લાગી હતી.
   - પોલીસે જણાવ્યું કે આ જ રીતે એક દિવસ રફીઉલ્લાહ નૂરજહાં સાથે એવી વાતને લઇને ખૂબ ખરાબ રીતે ઝઘડી પડ્યો કે તેણે પોતાના મોબાઈલમાંથી કેટલીક વોટ્સએપ ચેટ ડીલીટ કરી દીધી હતી.
   - પાડોશીઓના જણાવ્યા પ્રમાણે, રફીઉલ્લાહને પત્નીનું પાડોશીઓ સાથે વાતો કરવાનું પણ સારું નહોતું લાગતું. ગયા શનિવારે પણ બંને વચ્ચે કોઇ વાતને લઇને જોરદાર ઝઘડો થયો હતો.
   - ગુસ્સામાં રફીઉલ્લાહે નૂરજહાંનું દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.

   હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કર્યો પ્રયત્ન

   - નૂરજહાંની હત્યા કરવામાં રફીઉલ્લાહની માએ પણ તેનો સાથ આપ્યો અને શબને ઠેકાણે પાડવામાં પણ મદદ કરી. ત્યારબાદ રફીઉલ્લાહે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો.

   - રફીઉલ્લાહે એ જ દુપટ્ટાનો ગાળિયો બનાવીને નૂરજહાંનું શબ રૂમની છત પર લટકાવી દીધું અને પાડોશીઓને જણાવ્યું કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે.
   - મોડી સાંજ સુધી મા-દીકરાએ અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી તમામ વિધિઓ પૂરી કરી અને નૂરજહાંનું શબ લઇને કબ્રસ્તાન તરફ જવા લાગ્યા.
   - પરંતુ પાડોશીઓને કંઇક શંકા થઇ ગઇ હતી. તેમણે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. કબ્રસ્તાન પહોંચતા પહેલા જ પોલીસે તેમને અટકાવી દીધા અને નૂરજહાંનું શબ પોતાના કબ્જામાં લઇ લીધું.

   પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો હત્યાનો ખુલાસો

   - પોલીસે સિયોન હોસ્પિટલમાં શબનું પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું.

   - રવિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે નૂરજહાંનું ગળું રૂંધીને તેની હત્યા કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રફીઉલ્લાહ અને તેની મા વિરુદ્ધ આઇપીસીની કલમો 320, 201 અને 498 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. (પ્રતીકાત્મક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband killed wife with help of mother police reached in time in Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top