Home » National News » Desh » Husband killed wife then hanged himself to death in Rajnandganv Chhattisgarh

4 વર્ષના લગ્નજીવનનો ભયાનક અંત, પત્નીનું ગળું દબાવ્યા પછી પોતે લગાવી ફાંસી

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 03:25 PM

તિલેશ પંખાના હુકમાં દુપટ્ટાનો ગાળિયો બનાવીને લટક્યો હતો, જ્યારે ભૂપેશ્વરીની લાશ બેડ પર પડેલી મળી

 • Husband killed wife then hanged himself to death in Rajnandganv Chhattisgarh
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક પતિ-પત્ની

  રાજનાંદગાંવ (છત્તીસગઢ): 35 વર્ષના તિલેશે બુધવારે રાતે પત્ની ભૂપેશ્વરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પછી પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પત્ની પીએસસી મેઇન્સની તૈયારી કરી રહી હતી. તે હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટના પદ પર હતી. સુસાઇડ નોટ ન મળવાથી એ સ્પષ્ટ નથી થયું કે તિલેશે આવું કેમ કર્યું.

  બેડ પર પડી હતી પત્નીની લાશ

  - તિલેશ પંખાના હુકમાં દુપટ્ટાનો ગાળિયો બનાવીને લટક્યો હતો. જ્યારે ભૂપેશ્વરીની લાશ બેડ પર પડેલી મળી. પોલીસે આશંકા દર્શાવી છે કે કોઇ વાતને લઇને પતિ-પત્નીમાં ઝઘડો થયો હશે અને પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવી દીધું અને પછી પોતે ફાંસી પર લટકી ગયો.

  તિલેશે એમબીએ કર્યું હતું

  - મોટા ભાઈ કમલે જણાવ્યું કે ત્રણ ભાઈઓમાં તિલેશ વચેટ હતો. તેણે એમબીએ કર્યું હતું. ભૂપેશ્વરી હોસ્ટેલની સુપ્રિન્ટેન્ડન્ટ હોવાની સાથે પીએસસી મેઇન્સની તૈયારીઓ કરી રહી હતી.

  - બંનેના લગ્નના 4 વર્ષ થઇ ગયા હતા પરંતુ તેમને બાળક ન હતું. જોકે કમલના જણાવ્યા પ્રમાણે, આ બાબતે પરિવારમાં વિવાદ ન હતો.
  - મૃતક તિલેશ સિમેન્ટ અને રોડનું કામ કરતો હતો. આ ઘટના પછી ગામના લોકોમાં એ વાતની ચર્ચા થઇ રહી છે કે ધંધામાં ઉધારી પર સામાન વેચવાથી તિલેશ દેવામાં ડૂબી ગયો હતો. આ કારણે તે પરેશાન રહેવા લાગ્યો હતો, જોકે દેવાંની વાતનો પરિવારજનોએ સંપૂર્ણ ઇન્કાર કરી દીધો છે. પરિવારજનો સમજી શક્યા નથી કે તિલેશે આવું કેમ કર્યું.

  આ પણ વાંચો: સાસુ-સસરા અને પતિએ કરી દીધી CA વહુની હત્યા, જાણો શું હતું કારણ

  ભાભીએ વેલ્ડિંગ કરનારાઓને બોલાવ્યા

  - ભૂપેશ્વરી પનેકા બાલિકા છાત્રાવાસની સુપ્રિન્ટેન્ડન્ટ હતી. ગુરૂવારે સવારે જ્યારે તે મોડી સુધી ન ઉઠી તો મોટી ભાભીએ દરવાજો ખખડાવ્યો. તે છતાં પણ અંદરથી કોઇ અવાજ ન આવ્યો.

  - ભાભીએ બારીમાં લાગેલા કૂલરની પાછળનો પડદો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઇને દંગ રહી ગઇ. ભાભીએ તિલેશને લટકતો જોયો તો તેને તો વિશ્વાસ જ ન થયો.
  - પાસે જ વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા યુવકને બોલાવ્યો અને તેને બારીમાંથી અંદર જોવા માટે કહ્યું. તે પછી ભાભીએ પતિ કમલકિશોર ઠાકુરને જાણ કરી.

  કોઇને કશી જ જાણ ન થઇ

  - ભૂપેશ્વરીના મોટાભાઈ ટિલેશ્વરે જણાવ્યું કે બહેને ક્યારેય કોઇ પ્રકારના ઝઘડાની વાત નથી કરી. એ કારણે સમજાતું નથી કે જમાઈએ આટલું મોટું પગલું કેમ ઉઠાવ્યું.

  - મૃતકાના પિતાએ જણાવ્યું કે બુધવારે ભૂપેશ્વરી સાથે વાત થઇ પરંતુ તેણે ક્યારેય કોઇ ઝઘડાની વાત નથી કરી.

  રાતે બધું જ નોર્મલ હતું, સાથે કર્યું હતું ભોજન

  - મૃતક તિલેશના મોટાભાઈ કમલકિશોર ઠાકુરે જણાવ્યું કે રાતે પરિવારના તમામ સભ્યોએ એકસાથે મળીને ભોજન કર્યું. ત્યારબાદ તિલેશ તેના રૂમમાં સૂવા ચાલ્યો ગયો.

  - ભૂપેશ્વરી ભોજન પછી પીએસસીની તૈયારી કરી રહી હતી. ભણ્યા પછી કૂલરમાં પાણી નાખીને તે પણ રૂમમાં ચાલી ગઇ.

  ઘટનાનું કારણ જાણી નથી શકાયું

  - ટીઆઇ વિનોદકુમાર મંડાવી જણાવે છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એમ લાગી રહ્યું છે કે તિલેશે પહેલા પત્નીનું ગળું દબાવીને હત્યા કરી છે પછી પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

  - આ ઘટનાનું કારણ સામે આવ્યું નથી. આશંકા છે કે પતિ-પત્ની વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હશે, કારણ કે કોઇ સુસાઇડ નોટ પણ નથી મળી.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

 • Husband killed wife then hanged himself to death in Rajnandganv Chhattisgarh
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્થળ પહોંચેલી પોલીસ.
 • Husband killed wife then hanged himself to death in Rajnandganv Chhattisgarh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે આશંકા દર્શાવી છે કે કોઇ વાતને લઇને પતિ-પત્નીમાં ઝઘડો થયો હશે અને પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવી દીધું અને પછી પોતે ફાંસી પર લટકી ગયો.
 • Husband killed wife then hanged himself to death in Rajnandganv Chhattisgarh
  ઘટનાનું કારણ સામે આવ્યું નથી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ